SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૭૧૧ પુણિયા શ્રાવકની સામાયિક એટલે સામાયિક. જેના પ્રેમમમાં સમતારસ ભરેલ છે. જેમની સામાયિક એ માત્ર દેહની સામાયિક નથી પણ આત્માના ગુણોની સામાયિક છે. એનું મૂલ્ય જગતમાં કઈ પણ વસ્તુથી આંકી શકાય એમ નથી. આવા પુણિયા શ્રાવક એક દિવસ સામાયિક લઈને બેઠા છે, પણ તેમનું ચિત્ત સ્થિર રહેતું નથી. ચિત્તને એકાગ્ર કરવા ઘણુ મહેનત કરી પણ તેમનું ચિત્ત સ્થિર થયું નહિ. સામાયિક પૂર્ણ થયા બાદ તેમણે પોતાની ધર્મપત્નીને પૂછયું, શું આજે આપણુથી કંઈ ભૂલ થઈ ગઈ છે? આજે આપણા ઘરમાં અનીતિનું, અણહક્કનું કાંઈ પણ આવ્યું છે ખરું? પત્નીએ કહ્યું, ના. પુણિયા શ્રાવકે કહ્યું, આજે સામાયિકમાં મારું ચિત્ત એકાગ્ર રહી શકયું નથી, માટે મને આવી શંકા પડે છે. એવું કાંઈ બન્યા વિના મારા ચિત્તની પ્રસન્નતા નંદવાય નહિ, માટે તું શાંતિથી વિચારીને મને જવાબ આપ. ડીવાર વિચાર કરતાં તેને કંઈક યાદ આવ્યું હોય તેમ પતિને કહ્યું, આજે સાંજે હું આવી ત્યારે ખૂબ ઉતાવળ હતી તેથી પાડોશીને ઘેરથી આપણું છાણ લાવતા કદાચ એકાદ છાણું પાડોશીનું આવી ગયું હોય તેમ લાગે છે. બસ... હવે સમજાઈ ગયું. એ તારી ભૂલ છે. તે ધણીની આજ્ઞા વગર લીધું, માટે જા, જઈને પાછું આપી આવ.' આ એને ગૂનો કે ભૂલ કહેવાય? છતાં એટલી ભૂલને ભૂલ ગણું. આપણે તો કેટલી ભૂલે કરતા હઈશું. ડગલે ને પગલે ભૂલો કરીએ છીએ, છતાં આપણને એ ભૂલ ભૂલ મે દેખાતી નથી. પુણિયા શ્રાવકે સામાયિકને કેટલે મીઠો મધુરો રસ પીધે હશે ! પત્નની આટલી સામાન્ય ભૂલે સામાયિકમાં મનની સ્થિરતા ન રહી! કયાં એમની સામાયિક ને ક્યાં આપણી સામાયિક ! એવી એક સામાયિકના મૂલ્ય કેટલા ? ખુદ ભગવાને શ્રેણુક રાજાને કહ્યું, જે પુણિયા શ્રાવકની એક સામાયિકનું ફળ મળે તે તારી નરક અટકી જાય. વિચાર કરો કે સામાયિકનું મૂલ્ય કેટલું? પુણિયા શ્રાવકે પત્નીને કહ્યું, જા, પાછું આપી આવ. નીતિના દુઃખ સારા પણ અનીતિના પાપ ભંડા. એ તે ઘર બગાડે ને આપણું ભવભવ બરબાદ કરી નાંખે. પોતાના પતિની આટલી સજાગ દશા જોઈ ધર્મપત્નીનું જીવન પતિના પવિત્ર ચરણમાં મૂકી ગયું. સંસારમાં વસવા છતાં સંસાર જેને સ્પર્શી શકતું નથી એવા પુણિયાના જીવનમાં સંતોષનો સાગર કેટલે છલકાઈ રહ્યો છે? માત્ર એક ટંક ખાવાનું મળે એટલી કમાણી કરવાની, બીજા દિવસની ચિંતા નહિ અને તમે ? ધનના ઢેર નીચે ખડકાઈ જાવ એટલું ધન મળે તો પણ જીવનમાં સંતોષ નહિ. આ પુણિયે શ્રાવક પહેલેથી ગરીબ ન હતો. ખૂબ ધનાઢય હતો. તેનું નામ પૂનમચંદ શેઠ હતું, પણ એકવાર ભગવાનની વાણી સાંભળી. ભગવાનની વાણીની મૂશળધારાએ તેમના હૃદયના પરિગ્રહવૃત્તિના પડદા ભેદી નાંખ્યા ને પરિગ્રહની મર્યાદા કરી અને સંતોષથી જીવન ચલાવવા લાગ્યા ને આત્મસાધના કરવા લાગ્યા. ભાઈ, ભગિની, પત્ની, પુત્ર, નોકરચાકર આદિ સચેત પરિગ્રહ અને સોનું, ચાંદી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy