SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન આવનારી બિચારી કન્યાનું શું થશે? તેની જિંદગી આવા કેઢીયા પુત્રની સાથે કેવી રીતે જશે? તેને વિચાર કરતા નથી. માયા કપટ અંતરમેં રખકર, મધુર વચન બોલને લગાડે શ્રેષ્ઠી વિચારતંત્રામેં જાગૃત, ફેનેકા શબ્દ સુનાયા છે લહમીદત્ત શેઠ પુત્રને બતાવી શકે તેમ નથી ને સગાઈ કરવી છે તેથી માયાકપટ કરવા લાગ્યા. મીઠી મીઠી વાણીથી કહેવા લાગ્યા કે ભાઈ! આપ જે સામેથી આપની દીકરીને દેવા આવ્યા છે તો મારાથી ના કેવી રીતે પડાય? પણ મારો દીકરે તમારી કન્યા પાસ કરશે કે નહિ? તેથી સગાઈ કેવી રીતે કરવી? આમ મીઠું મીઠું બેલ્યા, પછી શેઠ જાણે ઊંડા વિચાર સાગરમાં ડૂબી ગયા હોય તેમ દેખાયું, તેથી કુશળદત્ત પૂછે છે શેઠ! એકાએક શા વિચારમાં પડયા ? શું કાંઈ ચિંતા છે? કુશળ ! ના..... ના... હું એ વિચારું છું કે તમે આટલે દૂરથી આવ્યા. તમારા શેઠની ભાવના જાણું પણ હું તમારી ભાવનાને વધાવી શકીશ કે કેમ? કુશળદત્ત પૂછે છે, આપ એમ કેમ કહો છો ? શેઠ કહે, મારો દીકરો હમણાં અભ્યાસ કરે છે. શેઠજી! અભ્યાસ સાથે વાઝાનને શું સંબંધ? કુશળ! મારો દીકરો ભણવામાં ખૂબ હોંશિયાર છે. કાયમ એ ફર્સ્ટ કલાસ ફર્સ્ટ નંબરે આવે છે. (હસાહસ) જે અત્યારે ભણવાના સમયે હું એના વિવાહ કરું તે એને અભ્યાસ બગડે છે. નારી સંસારનું સૌંદર્ય છે. નારી કઈ વાર ભલભલા યોગીઓને પણ પછાડી દે છે. સંયમી જીવનની સાધના અને રિથરતાને પણ ક્ષણમાં પલ્ટાવી દે છે, તે પછી એ સ્ત્રીનું સૌંદર્ય, યૌવન, મારા અભ્યાસ કરતા કિશોરના દિલને હચમચાવી નાંખે એમાં કાંઈ નવાઈ નથી. તેમાં પણ યુવાનીના પમરાટને પવન, એનો રંગ લાગ્યા વિના રહે ખરો? એ રંગ લાગે એટલે અભ્યાસને રંગ ચૂક્યા વિના ન રહે. તેના ભણતરની બધી મહેનત પાણીમાં જાય અને તેને અભ્યાસ અધૂરો રહે. આ કારણથી હાલમાં હું મારા દીકરાની સગાઈ કરવા ઇચ્છતા નથી. કુશળદત્ત કહે, શેઠજી! આ અવસર ફરી ફરીને નહિ મળે. આવી સુંદર રૂપકન્યા હાથથી જતી રહેશે માટે વધાવી લો આ શ્રીફળ અને રૂપિ! હવે સાંભળજે શેડનું માયા-કપટ ! દંભી અને કપટીની ભાષા તે જુએ. શેઠે કુશળદત્તને શું કહ્યું તે સાંભળે. હે કુશળ! મેનકા અને રતિ જેવી સુંદર કન્યાઓ માટે કેટકેટલા શ્રેષ્ઠીના કહેણ આવી ગયા. મારા દીકરા માટે લગભગ હજાર છોકરીઓના કહેણ આવ્યા હશે. (હસાહસ) છતાં તેને મેં વધાવ્યા નથી. હું મારા નિર્ણયમાં અડગ રહ્યો છું. આ સંસારમાં રંગરાગની છાયા આકર્ષક છે. તેમાં રૂપ અને યૌવન મુખ્ય ભાગ ભજવે છે મારે કિશોર પણ ભરયૌવનના પગથારે ઉભે છે. તમારી વાત સત્ય છે, પણ કુશળ કહે શેડ! આપ બોલતા શા માટે અટકી ગયા ? આપણે એવો કઈ રસ્તો શોધી કાઢીએ જેથી મારી અને તમારી બંનેની ઇચ્છા ફળીભૂત થાય. લક્ષમીદત્ત શેઠને તે
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy