SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૮ શિારદા રેન એમાં વૃક્ષને કેઈ દોષ નથી. તે છે વિપ્ર ! તે પક્ષીઓ કોને રડે છે? શું ઝાડને રડે છે? ના...ના...જે ઝાડ માટે રડતા હોય તે ઝાડ તો પડેલું છે. જ્યાં સુધી તે વૃક્ષ હર્યુંભર્યું રહ્યું ત્યાં સુધી તેણે તે બધા પક્ષીઓને ઉદારતાપૂર્વક આશ્રય આપે, પણ હવે તેમનો આધાર તૂટી ગયે. તેમનું બેસવાનું ટળી ગયું તેથી પિતાના સ્વાર્થને રડે છે. ઝાડ બિચારાનું શું થશે એની ચિંતા કેઈને થતી નથી. સૌ પિતાના સ્વાર્થને રડે છે. પોતાની સ્વાર્થ ભાવનાથી દુઃખિત થાય છે. પિતાનું સુખ ચાલ્યું ગયું તેથી રડે છે. એમાં વૃક્ષને કેઈ દોષ નથી. નમિરાજર્ષિ આ વૃક્ષને ને પંખીનો ન્યાય આપીને એ સમજાવે છે કે હે વિપ્ર! આ સંસાર સ્વાર્થની બાજી છે. જ્યાં સ્વાર્થનું સમરાંગણ સર્જાયેલું છે. તમે કહો છો કે તમે દીક્ષા લીધી માટે પરિવાર રડે છે, રાણુઓ રડે છે, સન્ય રડે છે ને સારા નગરની પ્રજા રડે છે, પણ આ બધા મને કઈ રડતા નથી. પોતાના સ્વાર્થને રડે છે. (અહીંયા પૂ. મહાસતીજીએ સંસાર કે સ્વાર્થી છે. એ વિષે સુંદર દૃષ્ટાંત આપ્યું હતું.) વૈરાગ્યનો જોરદાર પવન આવતા મારું સંસાર રૂપી વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયું. આજ સુધી એ બધાને હું સુખ આપતા હતા. મારા તરફથી મળતું તે સુખ બંધ થઈ ગયું. હવે હું તેનું ભરણપોષણ કરનાર ન રહ્યો, એટલા માટે નિરાશ્રિત થયેલા પક્ષીઓ રૂપી સંબંધીજને પિતાના પૂર્વના સુખને યાદ કરીને રડી રહ્યા છે. એ બધા પિતાના સ્વાર્થને રડે છે. એમાં મારો કેઈ દોષ નથી. વિરાટ વડલો જેમ ધરાશાયી બની જાય ને પંખીઓ પોતાના સ્વાર્થને રડે, પિતાને આધાર ચાલ્યો ગયે એ પર આંસુઓ સારે, એમ મિથિલા પિતાને સ્વાર્થ સરી જતા રોકકળ કરી રહી છે, નહિ કે મારી પ્રવર્યાથી. નમિરાજર્ષિના આત્મજ્ઞાનથી ભરપૂર, વૈરાગ્યરસથી છલકતા જવાબ સાંભળવા જેવા છે. મેહનીય કર્મને ઉપશાંત થતા જાતિસ્મરણજ્ઞાન થતા આત્માને ઉઘાડ થયો છે, તે આત્મા ઈન્દ્ર સામે આવા જડબાતોડ જવાબ આપી શકે. હજુ નમિરાજ શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર – લક્ષમીદત્ત શેઠે વિચાર કર્યો કે હાલી ચાલીને આવા શ્રીમંત ઘરની કન્યા દેવા આવ્યા છે તે મારે શા માટે ના પાડવી ? કહ્યું છે કે “અપુત્રશ્ય જતિ નતિ.” પુત્ર ન હોય તેની સદગતિ થતી નથી, તે રીતે સંતાનના સંતાને જોયા વિના મરનાર પિતાની સદ્દગતિ કઈ રીતે થાય ? વળી જે હું મારા પુત્રને ન પરણાવું તે ભવિષ્યમાં મારા ધનને વારસે કેણ સાચવે? માટે રેગથી પીડાતે ભલે હોય પણ એ પુત્રનું કઈ પણ હિસાબે એ કન્યા સાથે વાઝાન કરવું. જ્યારે લગ્ન લઈશું ને પરણાવવા લઈ જવાને થશે ત્યારે જોયું જશે, પણ અત્યારે તે સગાઈ નકકી કરી લેવી. વણમાંગ્યા વણશોધ્યા રત્ન સામેથી આવ્યા છે એ એ જ બતાવે છે કે અમારા ભાગ્યેાદયે એમને અહીં દર્યા લાગે છે. વેવાઈ સુખી, શ્રીમંત છે. કન્યાને ફેટ જોતા લાગે છે કે કન્યા ખૂબ સુંદર છે, માટે સંબંધ જ કરો યેગ્ય નથી. જે આવેલા સુંદર અવસરને જતો કરું તે મારા જેવો મૂર્ખ કેશુ? માનવી પોતાના સ્વાર્થને વિચાર કરે છે પણ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy