SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ શરદ ર મચી રહ્યો છે? ઘરઘરમાં અને મહેલ મહેલમાં આવા ભયંકર કરણ રૂદન કેમ સંભળાય છે? ઈન્દ્રના આ પ્રશ્નને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા નમિ રાજર્ષિએ તેમને આ પ્રમાણે કહ્યું, આ ગાથામાં હતું અને કારણથી પ્રેરિત થયેલા એમ જે કહ્યું છે તેનું તાત્પર્ય એ છે કે જે પ્રશ્ન હેતુ અને કારણુગર્ભિત હોય છે તે વિચારણીય છે અને તેને જવાબ આપવામાં યોગ્ય ગણાય છે. અહીં ઈન્દ્રને જે પ્રશ્ન છે તે હેતુ અને કારણગર્ભિત છે. એટલા માટે તેને જવાબ આપે એ નમિરાજર્ષિ માટે પરમ આવશ્યક હતું. એનાથી વિપરીત ઈ જે હેતુ અને કારણથી શૂન્ય મૂર્ખતાભર્યો પ્રશ્ન કર્યો હોત તે નમિ રાજર્ષિ તેને ઉત્તર ન આપત, કારણ કે ન્યાયશાસ્ત્રમાં હેતુ અને કારણને પ્રધાન સ્થાન આપવામાં આવ્યું છે. પરાર્થનુમાનના પાંચે અવયવમાં હેતુનું સ્થાન બીજું છે. તે પાંચ અવયવે આ પ્રમાણે છે. (૧) પ્રતિજ્ઞા (૨) હેતુ (૩) દષ્ટાંત (૪) ઉપનય (૫) નિગમન. આ પ્રતિજ્ઞા :- તું ધર્માત્મા છે એટલા માટે નગરી અને કુટુંબ આદિ પરિવારને ત્યાગ કરીને દીક્ષા લેવી યોગ્ય નથી. હેતુ - કારણ કે સારો પરિજન તથા પ્રજાજન મર્મભેદી આકંદ કરી રહ્યા છે, કોલાહલ મચાવી રહ્યા છે. : દૃષ્ટાંત – જ્યાં આ પ્રકારનું આકંદ અથવા કોલાહલ થાય છે ત્યાં ધર્માત્મા પર નિમિત્ત ભૂત હેતા નથી. જેમ કે હિંસાદિ કર્મમાં તેમની પ્રવૃત્તિ હોતી નથી. : ઉપનય - તેથી પૂર્વોક્ત કારણોથી તમારું ઘરથી નીકળવું ચગ્ય નથી. { નિગમન :- તમે દીક્ષા લઈને ઘરની બહાર નીકળ્યા તેથી કોલાહલ મચી ગયો, માટે તમારું ઘરથી નીકળવું યોગ્ય નથી. મતલબ કે તમે દીક્ષા લીધી એ યોગ્ય કર્યું નથી. જો તમે દીક્ષા લીધી ન હોત તે આ ભયાનક શબ્દો ન સંભળાત. - ઇન્દ્રના હેતુ અને કારણ ગર્ભિત પ્રશ્નને સાંભળીને તેને અનુરૂપ ઉત્તર આપતા થકા મિરાજર્ષિએ ઈન્દ્ર પ્રત્યે જે કહ્યું તેનું વર્ણન હવે સૂત્રકાર કરે છે. मिहिलाए चेइए वच्छे, सीयच्छाए मणोरमे ।। पत्तपुप्फ फलोवेए, बहणं बहु गुणे सया ॥९॥ મિથિલા નગરીના ચય-ઉદ્યાનમાં મનોરમ નામનું એક ઘટાદાર વૃક્ષ છે. જે પાંદડા, પુષ્પ અને ફળોથી લલચ છે. તે અનેક જાતના પક્ષીઓને હંમેશા આશ્રય આપનાર છે. - મિથિલા નગરીના ઉદ્યાનમાં મનને અતિ આનંદ આપનાર મનોરમ નામનું એક ઘટાદાર વૃક્ષ છે. વૃક્ષની શોભા ફળફૂલથી છે, જે તેના પર ફળફૂલ ન હોય તે તેની નીચે આવીને કેઈ બેસતું નથી. આ વૃક્ષ તે કેવું છે? જેના પર અનેક પક્ષીઓ આવીને આશ્રય મેળવે છે તેમજ થાકેલા મુસાફર તડકામાંથી આવતા હોય તે તેને શીતળ છાયા આપે છે. જે મેટુ-વિશાળ વૃક્ષ ફળ-ફૂલ-પાનથી યુક્ત હોય તે બીજાને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy