SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન પડશે. પ્રકૃતિનું પરિવર્તન કરવું પડશે. જેમ માથ્વીને જળમાં રહેવા છતાં જે એ પાણી પીવું હોય તો એની પ્રકૃતિને બદલવી પડે. જે છતી ને છતી પાણું પીવે તે મરી જાય, તેમ દીક્ષા લીધા પછી પ્રકૃતિને બદલવાની જરૂર છે. નમિરાજાએ દીક્ષા લીધી તેથી બધા રડી રહ્યા છે. વિચાર કરજે કે નમિરાજાએ સ્વભાવની કેટલી મીઠાશ કેળવી હશે! મીઠી વાણી ને વર્તનથી પ્રજાના દિલ કેટલા જીત્યા હશે કે સારી મિથિલા તેમની પાછળ આંસુ સારે છે. આપણે કેટલી ખાંડ ખાઈ ગયા, છતાં જીભમાં મીઠાશ આવી, ખરી? અરે બ્લડમાં ને યુરીનમાં સાકર આવી પણ જીભમાં મીઠાશ ન આવી. એક કવિ બાલ્યા છે કે, જીભલડી તારે ઝપાટી ભારી ઠોકર ખાય ખાય ખાય. નમિરાજા પ્રવર્યાના પંથે નીકળ્યા ત્યારે ઈન્દ્ર પરીક્ષા કરવા આવ્યા. તેમને કહે છે હે મહાત્મન્ ! તમે તમારું મહંતપણું કયાં વેચી નાંખ્યું ? હે દયાવંત! સમગ્ર પ્રજાને પ્રેમ છતી તેમને પાળી પિષી દગો દઈને ચાલી નીકળતી વખતે તમારી દયા ક્યાં ગઈ? હે પરદુઃખભંજન ! હજારો જીવોને દુઃખમાં ડૂબાડવાની મતિ તમને કયાંથી સૂઝી? પોતાના સ્વાર્થ માટે આટલા બધા પ્રાણુઓના સ્વાર્થને ડૂબાડનાર હે રાજન ! તમે ક્યા મોટા દેવામાં સપડાયા છે કે જેથી રાજનીતિ ગીરે મૂકવી પડી અને આ દુઃખદ દીક્ષા લેવી પડી? નમિરાજાનું આ મહાભિનિષ્ક્રમણ કટીની એરણે ચડવાનું હતું. ખુદ ઈન્દ્ર મહારાજા જેમની પરીક્ષા કરવા આવ્યા. આ૫ એટલું સમજજો કે કસેટી સોનાની થાય છે. પિત્તળની નહી, તેમ વૈરાગીની ઈન્દ્રમહારાજા કટી કરવા આવ્યા છે. કહ્યું છે કે કસેટી વિના કલ્યાણ નથી.” ઈદ્ર મહારાજાએ જે પ્રશ્ન કર્યો તેને હવે નમિરાજર્ષિ શો જવાબ આપે છે તે સાંભળે. एयम निसामित्ता, हेउकारणचोइओ। तओ नमी रायरिसा, देविन्द इणमब्बवी ॥८॥ ઈન્દ્રના કહેલા પ્રશ્નને સાંભળીને તેના દ્વારા હેતુ અને કારણથી પ્રેરિત કરાયેલા નમિરાજર્ષિ ઈન્દ્ર પ્રત્યે આ પ્રમાણે કહેવા લાગ્યા. હવે શું બનશે તે વાત અવસરે. આજે મહાન તપસ્વી બા.બ્ર. ચંદનબાઈ મહાસતીજીને માસખમણની ઉગ્ર તપસ્યાના પારણને મંગલ દિવસ છે. તેમણે ઉગ્ર તપ કરીને આત્માને ઉજજવલ બનાવ્યો છે. આપણે તેમને અંતરના એ જ અભિનંદન આપીએ કે આપ તપશ્ચર્યામાં દિનપ્રતિદિન વિશેષ આગળ વધો. અનંત ભવરાશીને ક્ષય કરી અનંતા શાશ્વતા સુખને પામે. ધન્ય છે ચંદનબાઈ મહાસતીજીને કે આવી મા ખમણની ઉગ્ર સાધના કરી અનંત કર્મોને ચકચૂર કર્યો. આપ બધા ૩૦-૩૦ દિવસના બ્રહ્મચર્યવ્રત, ઉપવાસ, આયંબીલ, એકાસણા. રાત્રીભેજન ત્યાગ આદિ પચ્ચખાણ લેશે. ટાઈમ થઈ ગયો છે. વધુ ભાવ અવસરે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy