________________
૬૯૨
શારદા રત્ન
દુઃખ કહેવાય જ નહિ. એ દુઃખ તેા મારા માટે આશીર્વાદ રૂપ બન્યું કહેવાય. અલ્પ દુઃખ વેઠવા પાછળ મહાન કિંમતી રત્નાનું સુખ તો મળ્યું ને!
બસ, આ જ વાત આપણા માટે સમજવાની છે. મહાન ઉગ્ર તપ-સાધના સાધતા સાધક આત્માએ તપ કરતા મુક્તિના અનંત સુખ નજર સામે રમતા જોતા હોય, પછી એમને તપનુ' થાડુ' કષ્ટ કષ્ટ સ્વરૂપે શી રીતે લાગે ? એટલે તપથી શકય થાડી પણ શરીરની પીડા, પીડા રૂપ લાગતી નથી, માટે તપ કરતાં મેાક્ષના અનંત સુખાને સામે રાખા, તા તપ એ કષ્ટ રૂપ લાગશે નહિ, પણ આત્માને મહાન સુખકારી લાગશે. ભવેાભવના પૂરાણા કર્માને ખાળવા અને મુક્તિસુખની મેાજ માણવા માટે તપ અવશ્ય જરૂરી છે. તપ એટલે ઇચ્છાના નિરોધ. અનાદિકાળથી જીવને ખાવાની લત લાગેલી છે. તપ દ્વારા એ ખાવાની લતના નિરોધ કરવાના છે. જો તપ કરવાથી ખાવાની લાલસા ઘટતી જતી હાય અને વધારે તપ કરવાનું મન થતું હાય તા તપનું સાચું ફળ પામ્યા છે. એમ કહી શકાય. અરિહંત પ્રભુએ ખતાવેલા સમ્યક્ તપના ફળ રૂપે તા અવશ્ય ખાવાની લાલસા ઘટે. તપ કરવા છતાં પણુ ખાવાની લાલસા વધતી હાય અને પારણાની ચિંતા રહેતી હાય તા સમજવુ કે એ સાચા તપ નથી. એ પ્રભુએ બતાવેલી તપની વિધિને સમજી શકો નથી. જો વિધિપૂર્વક યથાશક્તિ તપનું આચરણ કરવામાં આવે તા આહારની ઇચ્છા કે લાલસાએ ઉપર અવશ્ય કટ્રોલ આવે.
જે આત્માને કર્મબંધનથી મુક્ત થવાની લગની લાગી છે અને સંયમ અને તપના માગે વિચરવા તૈયાર થયા છે એવા નિમરાજિષ દીક્ષા લઈને ઘરની બહાર નીકળી ગયા ત્યારે પ્રજાજનાના ઘરઘરમાં, મહેલ મહેલમાં કરૂણ આક્રંદન અને રૂદનથી ભારે કોલાહલ મચી ગયા, પણુ દૃઢ વૈરાગી રાણીઓના રૂદન અને પ્રજાના વિલાપ સામું ન જીએ. શું એ દયાહીન બની ગયા છે ? ના...ના...એમ નથી હોં. દિલમાં તા યા અને કરૂણાના ઝરણાં વહી રહ્યા છે. એ સમજે છે કે આ બધા મેં દીક્ષા લીધી છે તેથી રડતા નથી પણ મારા પ્રત્યે માહુ છે માટે રડે છે.
જ્ઞાની આપણને સમજાવે છે કે દીક્ષા એ કાંઇ ખાવાના ખેલ નથી. જીવન સાટાના ખેલ છે. માનવ જીવનને મુક્તિનું મ...ગલ દ્વાર બતાવનાર અનેક તત્ત્વામાં દ્વીક્ષા એ એક અતિ મહત્વનું તત્ત્વ છે. જીવનુ સત્વ માપી લેવાના આ એક મહાન માપદંડ છે. સંસાર અને સિદ્ધશીલા વચ્ચે ઘૂઘવી રહેલા માહના મહાસાગરનું વિરાટ અંતર કાપવા માટે દીક્ષા એક અતૂટ નાવડી છે. જળ, મળ અને વમળભર્યા સંસારમાં કમળની જેમ નિર્મળ રહેવાની કળા એટલે ીક્ષા. તિતિક્ષામય જીવન જીવવાની તાલીમ એટલે દીક્ષા. મુક્તિની ભિક્ષા અને આત્માની અગન પરીક્ષા એટલે દીક્ષા.
- મહાન રાજસુખામાં ઉછરેલા નમિરાજા મિથિલાની મમતા છે।ડી મહાવીરના માગે ચાલી નીકળ્યા. સંયમ એ કાંઈ ખાવાના ખેલ નથી. દ્વીક્ષા લીધી ને વેશ પહેરી લીધા, એટલા માત્રથી ક્લ્યાણુ થવાનું નથી, પણ વેશ બદલતાની સાથે વૃત્તિઓને બદલવી