SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૬૭૩ ઝુંપડીમાં એક પણ વાસણું સમજું સારુ ન હતું. વિચાર કરે કે કેટલી ગરીબાઈ હશે ! જન્મમહોત્સવે આમંત્રણ :-રાજાના જન્મમહાત્સવ હાવાથી રાજાએ પેાતાના એક અનુચરને ખેલાવીને કહ્યું, તમે આ સાનામહારા લઈને કવિવર ત્યાગરાજ પાસે જાવ. તે સંસારી હાવા છતાં સાધુ જેવું જીવન જીવે છે. સાધુ જેવા ભગવા વસ્ત્ર પહેરે છે. એવા વને તું જઈ ને કહેજે કે આજે રાજાના જન્મમહેાત્સવ ઉજવાઈ રહ્યો છે, માટે તેઓ રાજસભામાં આવે, અને આ પ્રસંગને અનુરૂપ કોઈ સુંદર ગીત તૈયાર કરી લાવે. તેમની કવિત્વ શક્તિ અજોડ છે. આ જન્મ મહેાસવમાં રાજાએ ઘણા રાજાઓને આમંત્રણ આપ્યું છે, તેથી ઘણા દેશના રાજા મહારાજાએ આ પ્રસંગે પધારવાના છે, માટે તેમણે મારુ' એવું કાઈ સુંદર પ્રશસ્તિ ગીત બનાવવું જોઇએ કે જે સાંભળતાં સભા ઘડી ભર સ્થંભી જાય. જો તે કવિ મારા આમંત્રઝુના સહર્ષ સ્વીકાર કરે અને સુંદર ગીત બનાવી લાવે તા આ સેાનામહારા ઉપરાંત રાજા ખીજી સેાનામહોરાપણુ ભેટ આપશે. રાજાની આજ્ઞા થવાથી અનુચર કવિની ઝુંપડીએ ગયા. ઝુ′પડીમાં જઈને અનુચરે ત્યાગરાજને નમસ્કાર કર્યો અને તેમની પાસે સે। સેનામહોરો મૂકીને કહ્યું, મહારાજાને આજે જન્મ મહાત્સવ ઉજવાઈ રહ્યો છે, માટે આ નાનીશી ભેટ માકલી છે. આપ એના સહર્ષ સ્વીકાર કરા. ? જાવ, રાજા ગરીબીમાં નિસ્પૃહી ભાવના —ત્યાગરાજે પૂછ્યું–શા માટે આ સેાનામહે અનુચરે બધી વાત કહી, પછી તેણે કહ્યું-કવિરાજ ! આ તે પાશેરામાં પહેલી પુણી છે. આજે રાજાના જન્મ મહેાત્સવ ઉજવવાના છે. તે આપ રાજાનું એવું સરસ ભાવવાહી ગીત બનાવા કે જે સાંભળતા રાજા પ્રસન્ન થાય, અને આપ ઝુપડીના બદલે બગલામાં આવી ન્યાલ કરશે. ભાઈ! ધનના ઢગલામાં મને શાંતિ નથી. મને પ્રભુના નામસ્મરણમાં જે શાંતિ અને સુખ દેખાય છે તે ધનના ઢગલામાં દેખાતું નથી. તમારી આ લક્ષ્મી હું તે ગ્રહણ કરુ' તેા એને સાચવવાની કેટલી ઉપાધિ ! આ ઉપાધિમાં, ચિંતામાં પ્રભુનામ શુદ્ધ ભાવથી દઈ શકાય નહિ, માટે મારે આ સેાનામહારાની જરૂર નથી. અનુચર તા કવિરાજની વાત સાંભળીને ચકિત થઈ ગયા. અહા ! શું તેમની ભાવના ! આટલી ગરીબાઈ હાવા છતાં સામેથી આવતી લક્ષ્મીના પણ ત્યાગ ! અનુચર તા ત્યાંથી પાછા ગયા. જઇને રાજાને બધી વાત કરી. રાજાના મનમાં થયું કે ગમે તેમ તેય બ્રાહ્મણને અવતાર ને ! બ્રાહ્મણેા લાભીયા બહુ હાય. તેને સેા સે।નામહેારા ઓછી પડી હશે તેથી લીધી નહિ હેાય. તેને વધુ સેાનામહારા જોઈતી હશે. રાજાએ ફરી વાર પ્રધાનને ખેાલાવ્યા. તેને દશ હજાર સેાનામહારા આપીને ત્યાગરાજની ઝુંપડીએ મેાકલ્યા. પ્રધાનજી પહોંચ્યા ત્યાગરાજની ઝુંપડીએ. યાગરાજે પ્રધાનજીને આદર સત્કાર કરી બેસાડયા, પછી પ્રધાનજીએ કહ્યું-કવિરાજ ! આજે દુનિયામાં જ્યાં જુએ ત્યાં પૈસાના માન છે. દુનિયામાં દોલત વિના પૂર્ણ સુખથી જીવી શકાતું નથી. સંસારના સર્વ સુખા પૈસાથી આવે છે. આપની પાસે દોલત નથી, માટે આપ આવી ઝુ ંપડીમાં રહેા છે ને કેટલી ગરીખ અવસ્થા ભાગવા છે ! દોલત અને ૪૩
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy