SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૨ શારદા રત્ન સાધુના માતા-પિતા આદિ સ્વજના તેની પાસે આવીને કરૂણ વચન મેલે અથવા કોઈ કરૂણાજનક કાર્ય કરે અથવા તા તેઓ પેાતાના પુત્રને માટે રડે, વિલાપ કરે તા પણ સાધુ ધર્મનું પાલન કરવામાં તત્પર, મુક્તિગમનને યાગ્ય તે પરિપકવ સાધુને સયમથી ભ્રષ્ટ કરી શકે નહિ તેમજ ફ્રીથી ગૃહસ્થ વેશમાં સ્થાપિત કરી શકે નહિ. આવા અનુકૂળ ઉપસના સમયમાં સયમી સાધુની દૃઢતા અને પરિપકવતાની પરીક્ષા થાય છે. જે પરિપકવ સુદૃઢ શ્રમણ હેાય છે તેમની સામે પત્નીએ આવીને ગમે તેટલુ રડે, કરૂણ વિલાપ કરે, તા પણ વીતરાગની આજ્ઞામાં વિચરનાર સાધક પેાતાની સાધનાથી એક ઇઇંચ પણ ચલિત થાય નહિ. તે સમજે છે કે જેના પ્રત્યે મમત્વ છે. એવા સાંસારિક સજીવ સ્વજનવ રૂપ અને નિર્જીવ ધન, સાનું, ચાંદી આદિ પરિગ્રહ આ લાકમાં દુઃખપ્રદ છે અને પરલેાકમાં પણ અત્યંત દુ:ખપ્રદ છે. માતા, પિતા, ભાઈ, બેન, પત્ની, પુત્ર આદિ જેટલા પણ સ્વજન સખ`ધી છે તેમના પ્રત્યેનું મમત્વ ભયંકર દુઃખદાયક અને છે. મનુષ્ય પેાતાના સ્વજના પાસેથી એ આશા રાખતા હાય છે કે મને રાગ આવશે, દુઃખ આવશે, આપત્તિ આવશે તો આ બધા મને સહાય કરશે, મારી સેવા કરશે, મને મૃત્યુમાંથી બચાવી લેશે, આફતમાંથી ઉગારી લેશે, પણ સમય આવે એ વજ્રના પણ આંખ ફેરવી લે છે. જયાં સુધી ધન હશે ત્યાં સુધી સ્વજના મીઠું મીઠું ખાલશે પણ જ્યાં ધન ખલાસ થઈ ગયું, સ્વાર્થ સરતા બંધ થઈ ગયા, પછી એ સ્વજના તેને છેાડીને ચાલ્યા જાય છે, માટે સ્વજન વર્ગ પ્રત્યેનું મમત્વ લેાકમાં દુઃખદાયક હાય છે. એમના પ્રત્યે મમત્વ રાખવાથી કર્મ બંધ થાય છે અને કર્મના ફળ પરલેાકમાં ભાગવવા પડે છે. તે દુઃખાને ભાગવતી વખતે ફરી નવીન કર્મબંધ કરે છે. આ રીતે દુઃખની પર પરા વધતી જાય છે. આ રીતે ક્ષણભંગુર પરિગ્રહને દુઃખાવહ સમજીને, જાણી બુઝીને કાણુ તેમાં સાય ? આ ગૃહવાસ નથી પણ ગૃહપાશ છે. ગૃહવાસ જેને ગૃહપાશ લાગ્યા હાય એ જ આત્મા સ*સાર છોડી શકે. એવા મિરાજિષ સજીવ અને નિર્જીવ પરિગ્રહ છેડીને ત્યાગી ખની ગયા. આત્માની સપત્તિ આગળ આ બાહ્ય સંપત્તિ તેમને તણખલા સમાન લાગી. અન્યદર્શીનમાં પણ કઈક એવા દાખલા આવે છે કે જે સ`સારમાં રહેવા છતાં પણ સામેથી લક્ષ્મી દેનાર આવે તા પણ તેને લાત મારે છે. એક વખત એક રાજાના જન્મ મહાત્સવ ઉજવવાના હતા. રાજાના જન્મ મહાત્સવ ઉજવાય એમાં શી ખામી હાય ! સારુ· શહેર શણગાયુ` છે. પ્રજાજનાને ખૂબ ઉત્સાહ ને આનંદ છે. એ નગરમાં ત્યાગરાજ નામના એક કવિ હતા, જેવું નામ તેવા ગુણુ હતા. તેમના જીવનમાં ત્યાગ ઘણા હતા. પ્રભુભક્તિમાં એતત્રેાત હતા. પ્રભુભક્તિના ભાવવાહી સુંદર સ્તવના રચતા અને પાતે મધુર કંઠે લલકારતા. એ ગીતા ખેલતા પ્રભુ ભક્તિમાં એકતાર થઈ જતા. તેમની સ્થિતિ ગરીબ હતી પણ જીવનમાં સંતાષ અને નિષ્પરિગ્રહ ભાવના ખૂબ હતી. નાનીશી ઝુપડીમાં રહેતા હતા. ત્યાગરાજની
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy