SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ શારા રત્ન આપ બધા મને રાજા તરીકે સ્વીકારશે એવી તે કલ્પના કયાંથી હોય ! હું તે રસ્તાને એક મુસાફર છું, છતાં બધાના એક સરખા દિલથી અને સૌના ભાવથી મેં રાજ્યને સ્વીકાર કર્યો છે. તો હું આપ બધાને એટલી વિનંતી કરું છું કે આપ બધા જેવા ઉત્સાહી, લાગણીશીલ અને મારા પ્રત્યે શુભ ભાવનાવાળા છે તેવા સદાય રહેજે. હું જ્યારે કંઈ ભૂલ કરું ત્યારે આપ મને વિના સંકોચે મારી ભૂલ કહેજે. જ્યારે મારામાં પદની અગ્યતા અને અવગુણ દેખે ત્યારે પાટુ ન મારતા પદભ્રષ્ટ કરતાં પણ અચકાશો નહિ. રાજાના આ શબ્દો સાંભળતા પ્રજાજનેના દિલમાં ખૂબ સંતોષ થયો ને સાથે આનંદ થયો. બસ, આ રાજાના રાજ્યમાં આપણે સુખી થઈશું. ગુણદત્તના કપાળમાં રાજકુળની એક ગુણીયલ છોકરીએ રાજતિલક કર્યું. મસ્તકે મુગટ પહેરાવ્યો. ગુણદત્તના મસ્તકે મુગટ કઈ અપૂર્વ શભા પામી રહ્યો હતો. બધાએ ગુણદત્ત રાજાનો જય હો, વિજય હો એમ જયનાદ પિકાર્યો. ગુણદત્તના હવે પુણ્યને ઉદય થયે તેથી તેને રાજ્ય મળ્યું. ગુણચંદ્ર બિચારો તે હજુ દુખમાં પડ્યો છે. ભોંયરામાં પૂર્યો છે. કેણુ તેની વહારે જાય? કયાં કઈને ખબર છે કે એની વહારે આવે! તેના હજુ પાપને ઉદય છે ને ગુણદત્તના પુણ્યને ઉદય થયો છે. ગુણદત્ત રાજા બન્યા. બધાએ નવા રાજાને અંતરના ઉમળકાથી વધાવ્યા. ભાટ ચારણેએ બિરૂદાવલી ગાઈ રાજાએ બંદીવાનને મુક્ત કર્યા. અનાથ, અપંગ, ગરીબોને દાન આપીને સંખ્યા, યાચકોને ખુલ્લા હાથે દાન આપ્યું. પશુપંખીઓને ચારો નાંખ્યો. બધા સુભટે, કર્મચારીઓ દાસદાસીઓના પગાર વધાર્યા. બધાના કરવેરા-ટેકસવેરા માફ કર્યા. આ રીતે રાજાની ઉદારતાની ખૂબ ખૂબ પ્રશંસા થવા લાગી. નગરની ગલીએ ગલીએ ને ખૂણે ખૂણે રાજાના યશોગાન ગવાવા લાગ્યા. આ રીતે ગુણદત્ત રાજા ન્યાય નીતિથી રાજ્ય ચલાવે છે. રાજ્યના મહાન સુખમાં પણ ગુણદત્ત ધર્મને ભૂલતો નથી. એના રોમરોમમાં ધર્મની શ્રદ્ધા હતી. એ માનતા હતા કે ધર્મના પ્રભાવે હું આજે રાજસિંહાસને ખૂલી રહ્યો છું. રાજ્ય મળવા છતાં પંચ પરમેષ્ઠિનું સ્થાપન દિલમાંથી ગયું નથી. રાજગાદીએ બેસતા પહેલાં નવકારમંત્રનું સ્મરણ કર્યું. ઉપકારી માતાપિતાને યાદ કર્યા. પોતાનો લઘુબંધ ગુણચંદ્ર કયાં હશે ! ગુણદત્તને તે હવે સુખમાં કંઈ કમીના નથી, પણ માતાપિતા અને ભાઈની યાદ આવતા તેમની પ્રસન્નતા ચાલી ગઈ. તેમને આનંદ ઓસરી ગયે. હવે તે તેમની આંખો સામે ઝળહળતા ઝવેરાતના ઢગલા ઝળકી રહ્યા છે. મનને રંજન કરવા અનેક મનોરંજન સાધન છે. પડતો બોલ ઝીલનાર અનેક દાસદાસીઓ હતા. રાજકુળના માણસોને સહવાસ, લાગણી, સ્વજનેને પણ ભૂલાવી દે તેવા હતા. આવા મહાન સુખ મળવા છતાં ગુણદત્ત પોતાના માતાપિતા અને ગુણચંદ્રને ભૂલ્યો ન હતો. અહા ! એ કયાં હશે? અમારા વિયોગે માબાપ કેવા ગ્રૂરતા હશે! સુખના સિંહાસને બેસવા છતાં પિતાના સ્વજને વિનાનું સુખ અંતરમાં ખટકે છે. માતાપિતા અને ભાઈ વિનાનું જીવન તેને શૂનકાર લાગે છે. મખમલની સુંવાળી શય્યામાં પિઢવા છતાં ઉંઘ આવતી નથી.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy