SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ ६६० શારદા રત્ન કળશ ઢાળશે એમ માની કેટલાક માણસો તેની પાસે જતા પણ તેમને સુંઘીને હાથણી બધાની વચ્ચેથી પોતાનો માર્ગ કરી આગળ ચાલી જતી. હાથણું આગળ ચાલે છે, પાછળ વિરાટ માણસનું ટેળું છે. સૌના મનમાં છે રાજગાદી અમને મળે તો સારું, પણ ભાગ્ય વિના ભાગ્યશાળી ન થવાય. એ તે જેના પુણ્યને ઉદય હોય તેને રાજગાદી મળે. ગુણદત્તના પુણ્યને ઉદય જાગ્યો છે. જડીબુટ્ટી ખાધા પછી આજે સાતમો દિવસ છે. જડીબુટ્ટીને એ પ્રભાવ છે કે જે એને ખાય તેને સાતમે દિવસે રાજ્ય મળે. આજે બરાબર સાતમો દિવસ છે, તેમજ રસ્તામાં જ્ઞાની ગુરૂદેવ મળ્યા હતા, તેમણે પણ કહ્યું છે કે તને કાલે રાજ્ય મળશે. જોઈએ, હવે શું થાય છે? 1 ચમકેલે ભાગ્ય સિતારે -હાથણી નગરના ચોટે ને ચૌટે–ગલીએ ગલીએ ફરતી ફરતી જ્યાં ગુણદત્ત બેઠો છે ત્યાં આવી. આવીને ગુણદત્ત પર કળશ ઢળે, અને તેના ગળામાં પુષ્પમાળા પહેરાવી, પછી હાથણીએ તેને સૂંઢથી ઉપાડીને સાચવીને અંબાડી પર બેસાડી દીધું. ગુણદત્ત વણિકપુત્ર છે, પણ તેનું શુરાતન ક્ષત્રિયપુત્ર જેટલું છે. હાથણીએ તેને સૂંઢમાં ઉપાડ્યો છતાં જરા પણ ડર્યો નહિ, નીડર છે. તેનું મુખ પણ કહી આપે છે કે આ પુણ્યવાન અને પ્રભાવશાળી આત્મા લાગે છે. ગુણદત્ત પર છત્ર ધર્યું ત્યાં બધા રાજમંત્રીઓએ ગુણદત્ત જયજયકાર બોલાવ્યો. કોઈ એમ કહે કે આવા નાના છોકરાને ગાદીએ બેસાડવાને ? આ રીતે જે કંઈ વાંકું બોલે એના પર હાથણી કપાયમાન થતી. ગુણદત્તને હાથણીએ પુષ્પમાળા પહેરાવી તેથી ઢાલ, નિશાન અને શરણાઈને સૂરો વાગવા લાગ્યા. બધાના અંતરની તમન્ના-આતુરતા શમી ગઈ. સૌના દિલ નિર્મળ અને શાંત બન્યા. ગુણદત્તના દેહ પર નથી સારા વસ્ત્ર કે નથી અલંકાર પણ એનું તેજસ્વી મુખડું ઝગારા મારતું હતું. તેનામાં માનવતાની મહેક હેકી રહી છે. એક મિનિટમાં તે તેને જોઈને બધાનું મન ઠરી ગયું. પ્રજાને રંજન કરનાર, દેશને આબાદ કરનાર, શત્રુઓ સામે પડકાર કરનાર, બધાને ગમે તે, અન્યાયને ન પોષે એવો, શિરછત્ર રાજરક્ષક મળી ગયો. એના શરીરની પ્રતિભા રાજ્યની યોગ્યતાને દઢ કરતી હતી. સૌના મને એને જોઈ ડોલી ઉઠવા લાગ્યા, અને બધાના મસ્તક ઝૂકી ગયા. ગુણદત્ત સર્વના દિલને હસાવી પોતે હસી પડત. ક્ષણવારમાં પ્રજાજનોને ગમી ગયે. એમના દિલમાં વસી ગયે. પુણ્યવાન આત્માના તેજ કદી છાના ન રહે. ગુણદત્ત રાજાનો જય હે... વિજય હો! એમ જયનાદના પિકારો સાથે અનેરા ઠાઠથી બધા રાજદરબારમાં આવ્યા. ગુણદત્ત રાજસિંહાસને ગુણદત્તને રનાન કરાવી સારા વસ્ત્રાભૂષણે પહેરાવ્યા. જે સામાન્ય વેશમાં પણ શોભી ઉઠતે હતો તેને હવે રાજ પોષાક અને આભૂષણે પહેરાવે પછી તે શેવામાં બાકી રહે? જાણે રાજકુમાર જોઈ લો. શુભ મુહુર્ત, શુભ દિને અને શુભ ચોઘડિયે તેને રાજ્યાભિષેક કર્યો. પ્રજાજનોને આનંદનો પાર નથી. રાજસિંહાસને બેઠા કે તરત તેમના મુખમાંથી મીઠા ઉદ્દગાર સરી પડ્યા. હે મારા માનનીય વડીલ બંધુઓ તથા પ્રિય પ્રજાજને ! અહીં મારે રાજા તરીકેને હક્ક નથી,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy