SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ શારદા રત્ન તું ભાગી ગઈ ત્યારે ગર્ભાવતી હતી, તે ગર્ભમાં રહેલેા દીકરા કે દીકરી કયાં ગયા ? જુઓ, કેવા બરાબર મેાકેા મળી ગયા! સમય બરાબર પરિપકવ થઈ ગયા. એટલે સ્હેજે સંચાગ આવીને ઉભા રહે. રાજન્ ! જગલમાં મને પુત્રના જન્મ થયેા. મા ! એ મારે નાના ભાઈ કયાં છે ? મને જલ્દી કહે, હું તેને ભેટું. હે ચંદ્રયશ ! તું માનીશ ? જેની સાથે તું યુદ્ધ કરવા સજ્જ થયા છે ને જેણે તારા નગરને ઘેરી લીધું છે એ નિમરાજ જ તારા ભાઈ! એ તારા શત્રુ નથી, વૈરી નથી, તારા સગેા ભાઈ છે. સતીજી! આ વાત મારાથી કેવી રીતે મનાય ? ત્યારે સતીએ પુત્રને ઝાડની ડાળીએ ખાંધ્યા. સરેવરમાં પેાતે અશુચિ સાફ કરવા ગઈ, હાથીએ સૂંઢમાં ઉછાળી, વિદ્યાધરે વિમાનમાં ઝીલી, વિદ્યાધરની દુષ્ટ ભાવનાની માંગણી છતાં પ્રાણાંતે પણ શીલમાં મક્કમતા, વિદ્યાધરની સાથે નંદીશ્વર દ્વીપમાં ગમન, જ્ઞાની મુનિની સુંદર દેશનાનુ શ્રવણ, વિદ્યાધરના હૃદયપલ્ટો અને એની ક્ષમાપના, છેવટે યુગબાહુ મરીને દેવ થયા, તેમનુ સતી પાસે આગમન, અંતિમ સાધના કરાવી નકગતિમાં જતાં અટકાવી દેવગતિના દ્વારે લઇ જનાર સતીના ઉપકારોને યાદ કરતા દેવ, દેવતાઈ સેવા મળવા છતાં જ્વલંત વૈરાગ્ય, દેવ મિથિલામાં લઈ આવ્યા ને પછી દ્વીક્ષા, કંઠાર ચારિત્ર સાધના ! આ બધી વાત કહી સભળાવી. આટલું સાંભળ્યા પછી ચંદ્રયશ પૂછે છે હું સતીજી! આપે જંગલમાં વડની ડાળે ઝોળીમાં બાળકને સૂવાડયો હતા એનું શું થયું? હું સ્નાન કરવા ગઈ. પછી શું બન્યું તે વાત તે સાંભળી, પણ પાછળથી ભાગ્યેાયે મિથિલા નગરીના પદ્મરથ રાજા આવી "પહોંચ્યા. તે નિઃસતાન હતા. તેએ આ બાળકને રાજ્યમાં લઈ ગયા અને પેાતાની રાણી પુષ્પમાળાને સોંપ્યા. તે રાજારાણીએ તે બાળકને પુત્રથી અધિક ગણીને ઉછેર્યાં, તે જ આ મિરાજા | રે ! આ તા ગજબના કમ ખેલ ખેલાઈ ગયા ! આ અજાણ્યું જાણ્યું ન હૈાત તા હુ કેવી થાપ ખાઇ જાત. તું પૂછે કે દીક્ષા શા માટે લીધી ? જો મેં દ્વીક્ષા ન લીધી હાત તેા શું આજે આ યુદ્ધ ખંધ રખાવવા માટે અહી` આવી શકત ? હવે સતીજીને કહેવું પડે કે તું યુદ્ધ ન કરીશ ? ચંદ્રયશે કહ્યું કે ખરી રીતે યુદ્ધનું કારણુ અજ્ઞાનતા છે. નિમરાજા મારા ભાઈ છે એ ખબર ન હતી તેથી એક હાથી માટે યુદ્ધ કરવા તૈયાર થયા. હવે તેા હાથી શું પણ મારું આખું રાજ્ય પણ આપી દેવા તૈયાર છું. અરે! મારું સસ્વ આપવું પડે તે પણ આપવા તૈયાર છું. બંને ભાઇ વચ્ચેના પડદો દૂર થયા. યુદ્ધવિરામ અને માતૃત્વને વિજયઃ—બધી વાત સાંભળતા ચંદ્રયશ રડી પડચો. ભ્રાતૃસ્નેહ એકદમ ઉછાળા મારવા લાગ્યા. ભાઈ ને ભેટી પડવાની અને છાતી સરસે ચાંપવાની ઝ ંખના તીવ્ર બની ને મનામન બેાલી ઉચો : હવે શું નાનાભાઈ સાથે યુદ્ધ હોય ? ના...ના...સંગ્રામ નહિ. હવે તેા સ્નેહ. યુદ્ધ નડુ હવે તે યુદ્ધવિરામ. ચંદ્રયશ કહે, મત્રીશ્વર ! કાટને કાંગરે કાંગરે યુદ્ધવિરામની સફેદ ઝંડીએ લહેરાતી કરી દો, અને નમરાજને ઉત્સાહપૂર્વક મહેાત્સવ સહિત નગરમાં લાવવાની શાનદાર તૈયારીઓ શરૂ કરી. આ અણધારી હૈયાપલટ પર આખુ` સુદર્શન વિચારે ચઢયું, ત્યાં તે ઠેરઠેર સફેદ ઝડીએ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy