________________
શારદા રત હોય તે પ્રકાશ ન આવે. બંને આવશ્યક છે. હું તે તમને કહું છું કે પહેલું કનેકશન જેડી દે, પછી ફીટીંગમાં તે જરાય વાર નહિ લાગે. કનેકશન અને ફીટીંગ બરાબર થશે પછી જ્ઞાનનો પ્રકાશ પથરાઈ જશે.
જેમના જીવનમાં જ્ઞાનને પ્રકાશ પથરાઈ ગયો છે એવા સુત્રતા સાધ્વીજી ચંદ્રયશ પાસે આવે છે. ચંદ્રયશને સમાચાર મળતાં તેના સાડાત્રણ કોડ રોમરાય ખડા થઈ ગયા. તેમણે કહ્યું તેમને અંદર આવવા દો, હું પણ તેમના સામે આવું છું. બને રસ્તામાં ભેટી ગયા ને ચંદ્રયશ પોતાના સ્થાને લઈ ગયો. માતાને સાવીના રૂપમાં જોતા સેકન્ડ વાર તે આંખમાં આંસુ આવી ગયા. પછી લળીને વંદન કર્યા. તેમને સ્વાગતસત્કાર કર્યો. પધારો...પધારો..માતા મળવાના આનંદથી હર્ષ–અશ્રુથી તેની બંને આંખોમાં રેલ આવી. માતાજી ! આપના દર્શનથી મને જે આનંદ થયો છે તે આખી દુનિયાનું પ્રમુખપદ મળી જાય તે પણ ન થાય. પણ મનમાં એ ખેદ થાય કે હું માટે થતાં તારી સેવા કરી તારા હુકમ ઉઠાવી તારી આજ્ઞામાં રહી તને દરેક રીતે પ્રસન્ન કરું એ પ્રસંગ આવતા પહેલા તો આપે માતા તરીકે સંબંધ તોડી નાંખ્યો. માતાજી! આપ લડાઈના મેદાનમાં એકાએક કયાંથી? રાજન્ ! લડાઈ બંધ કરાવવા. હે માતા! આજે આપને મળવાથી મને બહુ આનંદ થયો છેજેમ દાવાનળ સળગી ઉઠી હોય એવા સમયે વરસાદ વરસે તો જેવો આનંદ થાય તે આનંદ આ યુદ્ધના વખતે આપને , મેળાપ થવાથી મને થયો છે. આપે આ યુદ્ધ રૂપી આગથી બળી રહેલાને દર્શન આપી શાંતિ આપી છે. અત્યારના આનંદનું હું શું વર્ણન કરું ! જેના દર્શનની કઈ કલ્પના ન હતી એ પોતાની મા એકાએક સામે ખડી થઈ હતી તેથી ચંદ્રયશના આનંદનું તે પૂછવું જ શું?
ચંદ્રયશ કહે છે હે માતા! મારા પિતાના અવસાન પછી તારી અમે ઘણી શોધ કરી. વન વન ફર્યા, જંગલ જંગલ ફર્યા, પર્વતેમાં ને ખીણમાં ફર્યા પણ કયાંય તમારો પત્ત ન પડયો. હવે હું આપને એ પૂછવા માંગું છું કે આપે દીક્ષા શા માટે લીધી? શું આપને મારા રાજ્યમાં સ્થાન નહોતું? હું શું એવો નાલાયક હતું કે આપને મારા રાજ્યમાં સ્થાન ન આપત ! આપે આટલો વખત કયાં ને કેવી રીતે પસાર કર્યો? ચંદ્રયશના પ્રશ્નો સાંભળી સતીએ કહ્યું રાજા ! શાંત થાવ. મેં સંયમ શા માટે લીધે એ બધી વાત આપને કહું છું. રાજમાતા મયણરેહા આવ્યા છે એ વાત સાંભળી સારો રાજ્યપરિવાર તેમજ નગરના લોકો પણ તે જગ્યાએ આવી ગયા સતીને જોઈને બધાને ખૂબ આનંદ થયો. સતીએ પિતાની આત્મકથા શરૂ કરી.
આત્મકથા કહેતાં સાધ્વીજી –હે રાજન ! તારા મોટાકાકાએ તારા પિતા યુગબાહુનું ખૂન કર્યું પછી મને થયું કે હવે મારું શું થશે? જો હું અહીં રહીશ તે મારા માટે કદાચ ચંદ્રયશનું પણ ખૂન કરશે એમ વિચારી હું શીલની રક્ષા માટે અને ગર્ભના રક્ષણ માટે કઈને કહ્યા વિના ત્યાંથી ભાગી છૂટી અને જંગલમાં ગઈ. હે માતા !