SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૫૬૯ નથી. ધન કમાવું, એશઆરામ કરે, બસ એ જ વર્તમાન માનવીનું ધ્યેય બની ગયું છે, પણ એ શું નથી જાણતા કે આ ધન મને ત્રાણ-શરણ રૂપ નહિ બને ! અહીં એ પ્રશ્ન થશે કે અધુવ, અશાશ્વત, દુઃખપ્રચુર સંસારમાં જીવતા જીવોને માટે શરણભૂત તથા આધાર આપનાર કેશુ? પર્વત સમા ઉછળતા મોહના તરંગોને જન્મ આપનાર વિશાલકાય ભોદધિમાં ડૂબતા જેને પણ તારનાર અને ડૂબેલાને હાથ ઝાલીને બહાર કાઢનાર એક સત્તા ત્રણેકાળે જીવંત છે ,તે શક્તિવંતી મહાસત્તાનું નામ ધર્મસત્તા, જેને સહારો, જેનું શરણુ, અંતરની શ્રદ્ધા તથા આત્મ સમર્પણ ભાવથી સ્વીકારવામાં આવે તે તાકાત નથી આ જગતમાં કોઈ વ્યક્તિની કે કઈ વિશિષ્ટ શક્તિની, કે જે આત્માના જન્મમરણ વધારી શકે? પણ ભયંકર ભૂલ જીવની છે કે અશરણને શરણ માન્યું. સ્વયં અનાથને નાથ બનાવ્યા ! જાતથી નિરાધારનો આધાર લીધે ! ડૂબતા માણસને હાથ ઝાલવા ગયો અને તણખલા જેવા સર્વભાવને તરણતારણ માન્યા અને તેનાથી જાત બચાવવા માટે વ્યર્થ પ્રયત્ન કર્યો. પરિણામે ન આત્મરક્ષા થઈ કે ન સંસાર ઘટયો. ભગવાન સિદ્ધાંતના નીર છાંટીને જલતા જીવોને બચાવવાના પ્રયત્ન કરે છે. ઉગારવી હેય જે તારી જાત, શાસ્ત્રો કહે છે ખુલ્લી વાત. જે તારે ડૂબતા આત્માને ઉગારવો છે તે શાસ્ત્રો કહે છે, આ એક દશ્ય તારી : સામે સદા રમતું કર “દેવ સીહો વ મિથે હાય ” એક નિર્દોષ ભેળું ખેલતું કૃદન હરણી બીજા મૃગના ટેળા સાથે ભળી જઈ આનંદ લૂંટવા ગયું. જ્યાં વિહરતું હતું ત્યાં તેને એકલાપણું લાગ્યું, એટલે બીજા ટેળામાં ભળ્યું. બધાથી આગળ ચાલે છે. વનમાં ફરતા કુદરતને આનંદ લૂંટે પણ તે આનંદ ક્યાં સુધી ? બિચારા એ નિર્દોષ મૃગને કયાં ખબર હોય કે ઘડી બે ઘડીમાં મારો આનંદ આકંદમાં ફેરવાઈ જશે, હર્ષના હિલેાળા હાહાકાર સર્જી દેશે અને મનગમતી મોજ મૃત્યુમાં ભળી જશે. ફરતો ફરતો એક ભૂખ્યો સિંહ શિકાર શોધવા નીકળ્યો. દષ્ટિ પડી મૃગના ટેળા પર અને દોડીને ઝડપી લીધું પેલા આગળ ચાલતા નિર્દોષ નાના મૃગને, સીધું મોઢામાં લઈ લીધું. દૂર પ્રાણીના તીક્ષ્ણ દાંતમાં ચવાઈ ગયું. થઈ ગયા છે અને કાયા જુદા! મૃત્યુને શરણ બની ગયું. જેને સાથે સહારો હતા તેવા સાથીદારોમાંથી એક પણ મૃગે તેને જરા જેટલી પણ બચાવવાનો પ્રયત્ન ન કર્યો. અરે ! તેની કરણ દશાને નિહાળવાની કે દિલાસો દેવાની ભાવના પણ અંતરમાં ન જાગી, તેથી યે વધારે સ્વાર્થ તે ત્યાં દેખાય કે પોતાના માનેલા બધા તેને છોડીને દૂર સુદૂર સુધી ચાલ્યા ગયા. જે આ દશ્ય નજરે જુએ તેના મુખમાંથી સહજ રીતે ઉદ્દગાર સરી જાય “કે કેનું કેનું શરણ? તે રીતે “ભરવુ ન ને દુ બત્તવા” જીવ રૂપી મૃગ મૃત્યુના મુખમાં પડે ત્યારે તેના કહેવાતા “તરસ માયા જિયા વ માયા #ારિક તમં સવા મતિ” માતા-પિતા, ભાઈ, સ્વજન, આપ્તજન કોણ તેને બચાવે છે? કોણ તેનું શરણુ બને છે? કાળમાંથી કેણ ઉગારે? કઈ જ નહિં. કર્મની કારમી થપાટમાંથી બચાવનાર
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy