SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૨પ૭ જોઈએ. એ પણ સારું થયું કે તે હાથી તમારે ત્યાં આવ્યો. નહિ તે જંગલમાં કઈ સિંહ કે વાઘનો શિકાર થઈ જાત. આપના રાજ્યમાં હાથી ભાગીને આવ્યો છે એ તે ઘેર જ આવ્યો છે એટલું જ નહિ પણ આ હાથી અહીં આવીને તમારી અને મિરાજાની વચ્ચે પ્રેમવૃદ્ધિ કરવામાં કારણભૂત બન્યો છે. તમે આ હાથીને નમિરાજને પાછી મેંપી દેશે તે તમારા બંને વચ્ચે મૈત્રી બંધાશે. પ્રેમ સંબંધ બંધાશે. નમિરાજા જેવા મહારાજાની સાથે પ્રીતિસંબંધ બાંધવો એ કાંઈ જેવી તેવી વાત નથી, માટે તેમને હાથી તેમને પાછો સોંપી દો અને એ રીતે તેમનો પ્રેમ સંપાદન કરો. - દૂતની વાત સાંભળી ચંદ્રશે કહ્યું, હું આ હાથી નમિરાજને ત્યાંથી કાંઈ ચેરી કરીને કે જબરદસ્તીથી લાવ્યો નથી, પણ મારા બળથી એ હાથીને મેં વશ કર્યો છે. આ હાથીએ મારા રાજ્યમાં ઘણું નુકશાન કર્યું છે. આવી દશામાં હું આ હાથીને પાછા કેમ આપી શકું? આ સિવાય આ હાથી પણ મારી એવી આજ્ઞા માને છે કે જાણે તે મારે ત્યાં આવવા માટે જ ન આવ્યો હોય ? આ હાથી પણ મારા પ્રતાપ જાણે છે તો શું તમારો રાજા મારો પ્રતાપ નથી જાણતો? તમે તમારા રાજ્યની પ્રશંસા કરે ? છો પણ હું કાયર નથી, એ વાત તમે ભૂલી ન જતા. ક્ષત્રિય યુદ્ધમાં કાળથી પણ ડરતા નથી, માટે તમે પાછા જઈને તમારા રાજાને એમ કહો કે હવે હાથીની આશા રાખે. જો હાથીની આશા નહિ છોડે અને હાથીને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશો તો તમારી દશા હાથીના જેવી થશે. સુદર્શન નરેશના કાંડામાં બળ છે. મિથિલાને મુકાબલે કરવાની શક્તિ સુદર્શન નરેશની ટચલી આંગળીમાં છે. હા, આપ બીજું આટલું સાંભળતા જાવ. રત્નો પર કોઈના નામ અંકિત હોતા નથી, જેથી એ જ એની ઈજારદારીને દાવો કરે. આ વસુધાને ભોગવવાનો પટ્ટો કઈ જન્મથી લઈને નથી આવતું. એ તો વીર ભેગ્યા વસુંધરા ! જેના બાહુમાં બળ એ જ એ રત્નોને સ્વામી અને એ જ પૃથ્વીને પતિ. હાથી પાછા નહિ મળે, એકવાર નહિ હજારવાર કહું છું કે એ હાથી નહિ મળે. યુદ્ધ ખેલવા સુદર્શન નરેશ તૈયાર છે. નમિરાજના દૂતે ચંદ્રયશને કહ્યું કે આપ ભૂલ કરી રહ્યા છે. એક હાથીના કારણે નમિરાજ જેવા બળવાન રાજા સાથે યુદ્ધ કરવું એ યોગ્ય નથી. નમિરાજા સાધારણ રાજા નથી, પણ બળવાન અને પ્રતાપી રાજા છે, માટે તમે એ બીજે રસ્તો શોધી કાઢે કે જેથી તમારા અને નમિરાજા વચ્ચે યુદ્ધ થાય નહિ. ચંદ્રયશ કહે, તમે જે રાજાની આટલી બધી પ્રશંસા કરે છે તે રાજાનું માન આ હાથીએ ભંગ કરી નાંખ્યું છે. તમારા રાજાને પ્રતાપ કેવો છે, એ વાત આ હાથીને વશ ન કરવાથી પ્રગટ થઈ જાય છે, માટે તમે પાછા જાઓ અને તમારા રાજાને કહો કે હાથી મળવાનો નથી. એટલે તમારે જે કરવું હોય તે કરી શકે છે. વીલે મોટે રાજતે ચલતી પકડી. મિથિલાનું અસહ્ય અપમાન એને ખેંચી રહ્યું હતું. આ અપમાનનો બદલો યુદ્ધ દ્વારા લેવા એ થનગની રહ્યો. નમિરાજા દૂતની રાહ જોઈને બેઠા હતા, ત્યાં દૂત આવી ગયે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy