SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રહે ૧૫ જે હાથ એક પરાયી સ્ત્રીને ભેટવા લખાય એના સાથ હોય તે શું ને ન હોય તા १ રાજા પેાતાની ભૂલના પશ્ચાતાપ કરતા મહેલના એક ખુણામાં જઈ ને ધ્યાનમાં લીન બની ગયા. સવારે ખબર પડી કે ત્રે ચાર આવ્યા હતા. બધા માણસા ભેગા થઈ ગયા, પણ મહારાજા નથી દેખાતા. રાજાની શેાધ માટે દોડાદોડ મચી ગઈ. તપાસ કરતા મહેલની ખારીમાં રાજાના કપાયેલા હાથ જોયા પણ એમ માન્યુ કે આ હાથ ચારના હશે! ઘણી શેાધને અંતે મહારાજાને એક ખુણામાં ધ્યાનમાં બેઠેલા જોયા. શરીરમાંથી લાહી વહી રહ્યું હતું. પ્રધાના બધા પૂછે છે, આપ અહીં કેમ ? આપના હાથની હત્યા ?કાણુ છે એ હત્યારા ? રાજા કહે, બધા ઉતાવળા ન થાય. મારા હાથના હત્યારા હું પોતે જ છુ. બીજો કાઈ નહિ. વાસનાથી ખરડાયેલા હાથ હોય કે નહાય, બંને-ખરાખર છે. રાજાએ બધાની વચ્ચે પેાતાનું પાપ પ્રગટ કર્યું અને કહ્યું કે પવિત્રતાની પરિમલને જગતમાં પ્રસરાવવાની જેની ફરજ છે એ રાજા જો પેાતાની ભૂલનુ આવુ કડક પ્રાયચ્છિત નહિ કરે તેા જગતમાં પવિત્રતા કેવી રીતે ટકી શકશે ? રાજાની પવિત્રતા અને પશ્ચાતાપથી દેવેા તેમના પર પ્રસન્ન થયા ને ક્રી નવા હાથ બનાવી દીધા. પણ હવે રાજાનું મન સૌંસાર ઉપરથી ઉઠી ગયુ' ને આત્મ સાધના કરવા સન્યાસી બની ગયા. માણસ ભાન ભૂલે છે પણ જ્યારે ભૂલનુ ભાન થાય છે ત્યારે તેની દશા જુદી હાય છે. નમિરાજા અને ચંદ્રયશ રાજા અને આવા પવિત્ર રાજા હતા. નમિરાજાના પટ્ટહસ્તિ Āમશ રાજાના દરબારમાં પહોંચી ગયા. નિમરાજાએ દૂતને ખેલાવીને કહ્યું–આપ ચંદ્રર્યશ રાજા પાસે જઈને કહે! કે આ હાથી અમારા છે, માટે અમને સોંપી દો, તા એકખીજાને પ્રેમ વધશે અને નહિ આપેા ત માટા સગ્રામ થવાના પ્રસ`ગ આવશે, માટે કાં મને હાથી સાંપી દો. કાં યુદ્ધની તારાજી વહાવા તૈયાર રહે!! જો ચંદ્રયશ રાજનીતિના જાણકાર હશે તેા હાથી પાછે આપી દેશે, અને જો નહિ આપે તે તેનુ ફળ તેને ભાગવવુ પડશે, મિરાજાના કહેવાથી દૂત સુદર્શન ભણી રવાના થયા. રાજ્ગ્યા, સીમા ને દેશેાને વટાવતા વટાવતા દૂત સુદન નગરમાં પહેાંચી ગયા. સુદનના રાજદરબારમાં મિથિલાનું ગજરત્ન ઝૂલી રહ્યું હતું. એની ઉપર એક ઉડતી નજર કરીને રાજદૂત સભામાં દાખલ થયા ને રાજા ચંદ્રયશને વધાવ્યા. ચદ્રયશે આ દૂતના સત્કાર સન્માન કરી નમિરાજાના કુશળ સમાચાર પૂછ્યા. તે ક્યુ, નમિરાજા એમ તા પ્રસન્ન છે, પણ તેમને બેસવાના પ્રધાન હાથી ચાલ્યા જવાને કારણે તેમની પ્રસન્નતામાં થોડી ચિંતા આવી ગઈ છે. એ ચિતાને દૂર કરવા માટે હુ' આપની પાસે આવ્યા છું. ચંદ્રયશે કહ્યું કે તમે જે કારણસર અહી આવ્યા છે. તે કારણ પ્રગટ કરો. દૂતે કહ્યું-મિથિલાપતિ નમિરાજે આપને સંદેશા આપતાં કહ્યું છે કે સુદન નરેશ 'દ્રયશ ! આપ જે શ્વેત હસ્તી પકડીને લાવ્યા છે તે મિથિલાના છે, એટલું જ નહિ પણ એ હાથી મિથિલાપતિ નમિરાજના પ્રિયાતિપ્રિય અને પદ્મહસ્તી પણ છે, માટે મિથિલાને એ હાથી આપે માનભેર પાછા સુપ્રત કરી દેવા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy