SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ પપ શારદા રને તપના પ્રભાવથી અસ્થિર પણ સ્થિર થાય છે. વક્ર પણ સરળ બને છે. દુર્લભ હોય તે સુલભ થાય છે અને જે ઘણુ પ્રયત્ન સાધી શકાય તેવું હોય તે સરળતાથી સાધી શકાય છે. આ રીતે તપ વડે સર્વ પ્રકારના કાર્યો સિદ્ધ થાય છે. પ્રાચીન ઈતિહાસમાં પાનાં ઉકેલતાં તથા સિદ્ધાંતમાં અગણિત તપસ્વી મહાત્માઓના ચરિત્ર આપણી નજરે પડે છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આત્માએ તેમના પચીસમાં નંદનમુનિના ભાવમાં ૧૧ લાખ ૮૦ હજાર ૬૪૫ માસખમણુ કર્યા અને તીર્થકર નામકર્મ બાંધ્યું. તીર્થંકર દેવો તપશ્ચર્યા પૂર્વક દીક્ષા અંગીકાર કરે છે અને નિર્વાણ સમયે પણ તપશ્ચર્યા થાય છે. તીર્થંકર દેવને દીક્ષા અંગીકાર કરતાંની સાથે ચેથા મનપર્યવજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જન્મથી જ જેઓ, સુરે, અસુરો અને દેવેન્દ્રોથી પૂજય છે અને અવશ્ય એ જ ભવમાં મોક્ષે જવાના હોય છે. છતાં કર્મનું નિકંદન કાઢવા માટે તપશ્ચર્યા આદરે છે અને જગતને એ દ્વારા સુંદર બોધપાઠ આપે છે કે મુક્તિ ત્યાગમાં છે, તપમાં છે, ઈન્દ્રિય દમનમાં છે, પણ ખાવા પીવામાં કે એશઆરામમાં નથી. જે ખાવાપીવામાં મેક્ષ માને છે તે ખરેખર મૂર્ખાઓના સરદારમાં ખપે છે. અનાદિકાળથી આ આત્માએ ઘણું ખાધું, પીધું છતાં તેને તૃપ્તિ નથી થઈ. ગતભવમાં આપણે જેટલું ખાધું પીધું એનું જે માપ કાઢવામાં આવે અને એકત્રિત કરવામાં આવે તે આ જંબુદ્વિપમાં સમાય નહિ. ખાઈ ખાઈને ડ્રએ દુનીકળી ગયો. ચૂસેલાને ફરી • ચૂસ્યું, છતાં ય તૃપ્તિ થઈ નથી માટે હવે ત્યાગ અને તપશ્ચર્યા દ્વારા ઈન્દ્રિયનું દમન કરો. સંયમ દ્વારા આત્મકલ્યાણ સાધે. કારણ કે આ કેઠી કદી ય પૂરાવાની નથી. એ કાણી છે. કાણી કોઠીમાં ગમે તેટલું નાખે તે ય કદી ભરાશે નહિ. એક શરીરને છોડી બીજા શરીરને ધારણ કરતા જીવ જ્યારે વિગ્રહ ગતિએ જાય છે ત્યારે તે ફક્ત અણહારી રહે છે. આપણે અનંતીવાર એવા અણહારી રહ્યા પણ તેથી કાયાણ થયું નહિ, પણ સાચું અણહારી પદ મેળવવા માટે ઈન્દ્રિયોનું દમન, ઈચ્છાનિરાધ, વાસનાનો વિજય, લાલસાને ત્યાગ, રસેન્દ્રિય પરનો કાબૂ અને વિષયોનો વિરાગ કેળવીશું તે તેમાં જરૂર સફળતા મળશે. મહાપુરૂષે આ વાતને સારી રીતે સમજતા હતા, તેથી જ ઘોર તપશ્ચર્યા કરીને કાયાને સૂકવી નાખતા હતા. હાડકા ખખડવા લાગે છતાં ઉત્કૃષ્ટ તપની આરાધનામાં તત્પર રહેતા. દેહનું મમત્વ દૂર કરી, આત્માની અમરતાને પિછાણી આત્મ-સાધનામાં અહર્નિશ જાગૃત રહેતા. તપ રૂપી અગ્નિથી કર્મ રૂપી કાષ્ટોને જલાવી નાખી કૈવલ્ય-જાતિને પ્રગટ કરતા. જૂઓ ઢંઢણુ અણુગાર કે જેમણે છ મહિનાના ઉપવાસના પારણમાં મળેલ આહાર પરઠવતા પરઠવતા કેવળજ્ઞાન મેળવ્યું. તપના પ્રભાવે મહાન લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. એવા તપસ્વીઓના શરીરના મળ, મૂત્ર વગેરે મહાન ઔષધિની ગરજ સારતા હતા. એમના મળ, મૂત્ર, પરૂ વગેરે જે રોગીના શરીરને ચોપડવામાં આવે તે તેની કાયા રોગરહિત બની કંચનવર્ણ બની જાય. એમના દેહને સ્પશેલે પવન બીજા આત્માઓને સ્પશે તે તેમના રોગો દૂર થઈ જાય.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy