SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા મૈત્ન ૫૪૯ મા પવિંદ દા હે દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરો. સારા કાર્યમાં વિલંબ કરશે નહિ. ભગવાનની આજ્ઞા લઈને નવદીક્ષિત ગજસુકુમાર મુનિ સ્મશાનમાં બારમી પડિમા વહન કરવા ગયા. સ્મશાનમાં કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા છે. ત્યાં સોમિલ બ્રાહ્મણે આવીને મુનિના માથે માટીની પાળ બાંધી, સળગતા અંગારા લાવીને મૂક્યા. દીક્ષા લીધી એ જ દિવસે આ ભયંકર ઉપસર્ગ, છતાં સમભાવ. સોમલ પ્રત્યે દ્વેષ નહિ. સમજે છે કે દેહમાં વસવા છતાં હું દેહથી ભિન્ન છું. વિદેહી દશા કેળવી છે. જડચેતનનું ભેદજ્ઞાન થયું છે, એવા મુનિ તે એક જ વિચાર કરે છે. દેહ બળે છે, આત્મા નથી મળતો. આત્મા તે અજર અમર છે. આ ભાવનાની ધારાએ ચઢતા ક્ષપક શ્રેણુએ ચઢી કમેં ખપાવી કેવળજ્ઞાનની ત પ્રગટાવી મેક્ષમાં ગયા. આ કાળમાં તે સાધકને આવા પરિષહ નથી આવતા. કઈ કટુ વચન કહે ને સમભાવે સહન કરે તો એના કર્મો ખપી જાય. આજે આપણે ત્યાં કેઈ અનેરો આનંદ ને ઉત્સાહ દેખાય છે, તેનું કારણું સતીજીઓના તપની ઉગ્ર સાધના પરિપૂર્ણ થઈને આજે પારણાને દિવસ છે. બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને આ દશમું માસખમણ છે. આટલી નાની ઉંમરમાં દશ દશ મા ખમણુ કરવા એ કંઈ રહેલ વાત નથી. બા. વ્ર ઉવીશાબાઈ મહાસતીજીને બીજું માસખમણ છે. બંને મહાસતીજીઓના તપ સમજણ પૂર્વકના છે. સ્વાધ્યાય-ધ્યાન-વાંચન બધું તેમજ પોતાની ક્રિયા પણ જાતે કરે છે. શાસનદેવ અને ગુરૂદેવની કૃપાએ તેમના મા ખમણની સાધના નિર્વિદનપણે પરિપૂર્ણ થઈ. બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીને આજે ૨૪ મે ઉપવાસ છે. તેમને મા ખમણના ભાવ છે. બા. વ્ર ચંદનબાઈ મહાસતીજીને નવમે ઉપવાસ છે. બધા તપસ્વીઓને આપણા કોટી કોટી ધન્યવાદ. આવા મા ખમણ જેવા તપ કરવા એ સહેલ વાત નથી. તેઓએ તે તપ કરીને કર્મની ભેખડો તેડી છે. તેમને તપ એકાંત નિર્જરાના હેતુથી થયેલ છે. તપથી મહાન લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. કર્મોના ગંજને બાળવા માટે તપ એ અગ્નિ સમાન છે. જૈન શાસનમાં આરાધનાના અનેક પ્રકારો બતાવવામાં આવ્યા છે. તપ એ આરાધનાનું એક વિશિષ્ટ અંગ છે. શાસ્ત્રકાર મહર્ષિઓએ તપને મહા મંગલકારી કહ્યું છે, કારણ કે બાહ્ય અને આત્યંતર અદ્ધિ સિદ્ધિ તપ વડે પેદા થાય છે. આ લોક અને પરલોકમાં તપના પ્રભાવથી અનેકવિધ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. ભવરોગ અને ભાવરોગ રૂ૫ કર્મને જડમૂળથી નાશ કરવામાં તપ એ અપૂર્વ ઔષધરૂપ છે. અસાધ્યમાં અસાધ્ય રોગે પણ તપ વડે નાશ થાય છે. તપના તેજ નિરાળા છે. તપની તાકાત અનેરી છે. તપને મહિમા અચિંત્ય છે. કહ્યું છે કે – अथिर पि थिर, कपि, उज्जु दुल्लह वि तह सुलह । दुरीज्ज्ञपि सुरुज्झ, तवेण . संपज्जए कज्जं ॥
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy