SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૫૪૧ બસ, મારું ચાલે તે સમસ્ત જગતને મારી આજ્ઞાના બંધને બાંધું. હું એટલે સર્વસ્વ. મારી આગળ જગત તુચ્છ છે. સામાન્ય છે. ભલભલા મારી સલાહ લે છે. હું બધાને નચાવી શકું છું. ભલભલાને ભેય ભેગા કરી શકું છું. મારી શક્તિ, બળ અને સામર્થ્ય આગળ સૌ તણખલા સમાન છે. હું આમ કરી શકું છું, તેમ કરી શકું છું. મારા વડે બધું છે. હું બધાને સંચાલક છું. ભલભલા માણસે મને સલામ ભરે છે. મને જોતાં જ નમી પડે છે. જ્યાં જાઉં ત્યાં મારી બલબાલા છે. જ્ઞાની કહે છે, આટલી બધી મમતા અને અભિમાન શા માટે? ઘડીના છટ્ઠા ભાગમાં તારું અભિમાન ગળી જશે અને આ કાયા માટીમાં મળી જશે. રાજા રાવણનું અભિમાન ગળી ગયું, તે પછી તું વળી કોણ? અભિમાનને ઝુલે ગુલી અમૂલ્ય માનવ જીવનને સાર્થક કરવાની તકને શા માટે ગુમાવી દે છે? અહીં નમિરાજ માને છે કે હાથી મારો અને ચંદ્રયશ માને છે કે હાલી ચાલીને આવ્યો છે, મેં એને વશ કર્યો છે, માટે હવે એ હાથી મારે છે. નમિરાજા ચંદ્રયશને હાથી પાછો સેંપવા કહેવડાવશે, પણ ચંદ્રયશ હાથી પાછો નહિ આપે. તેનું પરિણામ કેવું ભયંકર આવશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૫૮ ભાદરવા વદ ૧ ને સેમવાર તા. ૧૪-૮-૮૧ બા. , ઉગ્ર તપસ્વી પૂ. હર્ષિદાબાઈ મહાસતીજી તથા બા. વ્ર, ઉગ્ર તપસ્વી પૂ. ઉવીશાબાઈ મહાસતીજીના માસખમણુના પારણુને પ્રસંગ. પૂ. કમળાબાઈ મહાસતીજીએ આપેલ પ્રવચન –આજનો દિવસ અતિ ભવ્ય અને મંગલકારી છે. તે એટલા માટે કે તપસ્વીઓના મનના મનોરથ પરિપૂર્ણ થયા છે. આ પ્રસંગે પૂ. ગુરૂણમૈયાની આજ્ઞા થવાથી બે શબ્દ બેલું છું. ભગવાને ચાર માર્ગ બતાવ્યા છે. સમ્યફ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. આ ચાર માર્ગ અપનાવવા જેવા છે. એક માર્ગ છોડવા જેવો નથી. આ દરેક માર્ગ પાપને હરનાર છે. સૌથી પ્રથમ જ્ઞાન છે. જ્ઞાનથી વસ્તુના સ્વરૂપને જાણી શકાય છે. જ્ઞાનથી સાચું શું છે અને છેટું શું છે તે ખબર પડે છે. જડ અને ચેતનનું સ્વરૂપ જણાવનાર હોય તે જ્ઞાન છે. જ્ઞાન એ પ્રકાશ છે ને અજ્ઞાન એ અંધકાર છે. જ્ઞાન વિનાનું જીવન વેરાન વન જેવું છે. જીવનને સુંદર અને હરિયાળું બનાવવા માટે જ્ઞાન મેળવવું જોઈએ. જ્ઞાનથી દેવ-ગુરૂ-ધર્મની પિછાણ થાય છે. દર્શનથી એના પર શ્રદ્ધા થાય છે. તત્વાર્થ શ્રદ્ધાનં સમ્યમ્ દર્શનમ ! જીવ અછવાદિ ઉપર યથાર્થ શ્રદ્ધા થવી તેનું નામ સમ્યગ દર્શન છે. પછી નંબર આવે ચારિત્રને. જ્ઞાનથી જાણે, દર્શનથી શ્રદ્ધા કરે, પણ તે સફળ કયારે બને ? સમ્યગું ચારિત્ર આવે ત્યારે. ચારિત્ર એટલે આચરણે. ભગવાને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે કર્મ ખપાવવા આચરણ કરવાનું. ભેજનને થાળ ભરેલો હોય, થાળમાં જાતજાતના પકવાન હોય, ફરસાણ હોય, દાળ, ભાત વગેરેથી થાળ ભરેલું હોય, પણ તેના માત્ર નામ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy