SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ શારદા રત્ન પગમાં ઝાંઝર થઈ ગયા, માથે સુંદર વાળ થયા. જુઓ ભગવાનનાં અતિશયનો ને ચારિત્રને પ્રભાવ! સતીની બેડી તૂટી ગઈ. બંધનમાંથી મુક્તિ મેળવી. સતીએ ભગવાનને બાકળા વહરાવ્યા. ત્યાં સાડાબાર ક્રોડ સેનૈયાની વૃષ્ટિ થઈ અને દેવોએ ચંદનબાળાને જયજયકાર બેલા. ગામમાં બધાને ખબર પડી. રાજા-રાણીને ખબર મળતાં તેઓ ત્યાં આવી પહોંચ્યા. અને કહ્યું –દીકરી ! અમારા ગામમાં તારે આવા કષ્ટો વેઠવા પડ્યાં, તું ત્યાં આવી હતી તે ! મૂળા શેઠાણીને ખબર પડતાં તે આવી પહોંચી ને સેનામહોરો ભેગી કરવા જાય છે, ત્યાં દેવ કહે છે સબૂર કર. આને તારે હાથ અડાડવાનો પણ અધિકાર નથી. આમાં તારી માલિકી નથી, આ બધું ધન ચંદના દીક્ષા લેશે ત્યારે વપરાશે. તારા ઘરમાં નથી લઈ જવાનું. તેના માસી કહે ચાલ ઘેર. તે ચંદના કહે, હવે મારે સંસારમાં રહેવું નથી. ભગવાનના ચરણે જવું છે. ચંદનબાળાએ ભગવાન પાસે દીક્ષા લીધી. ભગવાનના પ્રથમ શિષ્યા અને ૩૬૦૦૦ સાધવીઓના વડેરા બન્યા. આપણે ત્યાં ઉગ્ર તપસ્વી બા. બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને તથા નવદીક્ષિતા ઉગ્ર તપસ્વી બા.બ્ર. ઉર્વિશાબાઈ મહાસતીજીને આજે તેમની તપ-સાધનાને છેલ્લે દિવસ છે. શાસનદેવની સહાયથી અને ગુરૂદેવની કૃપાથી તેમની ભાવના પરિપૂર્ણ થઈ. ઉગ્ર તપસ્વી બા.બ્ર. ભાવનાબાઈ મહાસતીજીને આજે ૨૩ મે ઉપવાસ છે ને શાતા સારી છે. આગળ વધવાના ભાવ છે. તે હવે થોડી વાર ચાલુ અધિકાર વિચારીએ. નમિરાજાને મહાવતે સમાચાર આપ્યા કે આપણે પટ્ટહતિ ચંદ્રયશ રાજાથી વશ થયા છે ને હવે તેમના દરબારમાં - છે. આ વાત સાંભળીને નમિરાજાને થેડો ગુસ્સો આવ્યો પણ પછી મનમાં થયું કે કંઈ નહિ. હાથીને પત્ત તે પડ છે ને ? તે સુદર્શન નગરમાં છે. ત્યાંના રાજા ચંદ્રયશ મારું નામ સાંભળીને હાથી પાછો આપી દેશે. માટે કઈ ચતુર દૂતને સુદર્શન નગરમાં મોકલે ઠીક છે. આ પ્રમાણે વિચાર કરી નમિરાજે એક બળવાન અને ચતુર દૂતને બોલાવીને કહ્યું, તમે સુદર્શનપુર જાઓ અને ત્યાંના રાજા ચંદ્રયને કહો કે આ હાથી અમારો છે. માટે અમને પાછો મેંપી દો. હાથીને પાછે સેંપવાથી તમારો અને અમારે પ્રેમ વધશે. જો તમે આ હાથી નહીં સેપે તે નમિરાજાને કેપ સહેવો મુશ્કેલ થઈ જશે. બંધુઓ હાથી પરના મારાપણાની ભાવના કારણે ચંદ્રયશ એ હાથી પાછો ન આપે તે લડાઈ કરવી પણ હાથી મેળવ સાચે. આ દુનિયામાં “અહ” અને મમ”નું સામ્રાજ્ય વ્યાપેલું છે. અહં ઓગળે નહિ ને મમ મરે નહિ, તે મેક્ષ મળે નહિ. એક શ્લોકમાં પણ કહ્યું છે. __ अहं ममेति मंत्रोऽयं, मोहस्य जगदाध्यकृत । अयमेवहि नय पूर्वो, प्रति मंत्रोऽपि मोहजित ॥ આ વિશ્વમાં બે તો એવા પ્રકારના છે કે જેણે પિતાનું વર્ચસ્વ સમસ્ત જગતમાં જમાવ્યું છે. માણસ છતી આંખે આંધળે બની જાય છે. એનું કારણ બે તત્ત્વ છે. એ છે “અહ” અને “મમ” અથવા હું અને મારું માનવી સમજે છે કે જે છે તે હું છું,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy