________________
૫૨૪
શારદા રત્ન બળાબળનો વિચાર નથી કરતી. મિથિલા અને સુદર્શનના વિગ્રહનું ખરું મૂળ ઈર્ષ્યા હતું. નમિરાજ કહેતા કે આવા બળવાન રાજ્ય મિથિલાની ઝંડી નીચે સુદર્શન કેમ ન રહે! ગમે તેમ કરીને યુદ્ધ દ્વારા પણ ચન્દ્રયશને તે નમાવો જોઈએ. ચન્દ્રયશ કહે, નમિરાજ બળવાન હોય ને મિથિલા મોટી હોય એમાં અમારે શું? મિથિલા ભલે નમિને બળવાન ગણે. એ એના ઘરનો બળવાન ! એમાં સુદર્શનને શું લાગે વળગે ! અમારે શા માટે એના હાથ નીચે દબાવું જોઈએ?
આમ અરસ પરસ યુદ્ધના સંઘર્ષના સંગ્રામના ભડકા ધુંધવાઈ રહ્યા હતા. એક ચિનગારી ચંપાય એટલી વાર હતી, પછી તે યુદ્ધના લબકારા મારતી જવાળાઓ ફાટી નીકળવાની હતી. નમિરાજા રાજ્ય કરતા હતા એટલામાં એક નવીન ઘટના બની ગઈ જે કઈ અનુકૂળ કે પ્રતિકૂળ ઘટના બને છે તે ઘટના પાછળ કેઈ ને કોઈ રહસ્ય રહેલું હોય છે. મિથિલાને વેત પટ્ટ હસ્તિ ગાંડે છે. આમાં પણ કેઈ સંકેત હોય તેમ લાગે છે. કુદરતે પુલના બે છેડા જુદા પડી ગયા છે તે સંધાવા માટે જાણે આ નિમિત્ત ઉભું થયું ન હોય ! આ પટ્ટ હસ્તિ પર રાજા સિવાય કઈ બેસી શકે નહિ. જેટલા રાજાના માન તેટલા પટ્ટ હસ્તિના માન. માત્ર નિમિરાજાને નહિ પણ આખી મિથિલાને એ શ્વેત પટ્ટ હસ્તિ પર ખૂબ પ્રેમ હતું. આ શ્વેત હાથી મરમ્ય હતે. ધવલવણું એની કાયા હતી. બે લાંબી દંતશૂળે એની કેઈ અનોખી શોભા હતી. એની ચાલમાં ચાહુ હતું. રાજમાર્ગ પરથી પસાર થતું ત્યારે સૌ એને પ્રેમભરી નજરે જોઈ રહેતા.
" આ હાથી મર્દોન્મત્ત બની આલાન સ્તંભ તેડી નાંખીને ભાગ્યે. તેણે ગામમાં ખૂબ તેફાન મચાવ્યું. ભાગે તે એ ભાગ્યે કે કેઈના કબજામાં ન આવી શકે. - મિથિલાના મહાવતે આ હાથીને અંકુશમાં લેવા ખૂબ મથ્યા. એમણે વિવિધ પ્રકારની યુક્તિઓ અજમાવી જોઈ, પણ એ ન પકડાયો તે ન જ પકડાયે. મિથિલાના રાજમાર્ગોના મધ્યમાં થઈને એ શ્વેત હસ્તીએ દોટ મૂકી હતી. એ દોડતો જ રહ્યો, દોડતો જ રહ્યો, એ હાથીની પાછળ નમિરાજે રાજ્યના ગુપ્તચરે નિયુક્ત કર્યા જેથી હાથી કયાં જાય છે ને કે એને અંકુશમાં લે છે એ જાણી શકાય. વિષય કષાયના ઉન્માદે ચઢેલે જીવ પણ આ રીતે સંસારની દુર્ગતિ રૂપી અટવી તરફ દોડી રહ્યો છે.
मनो धावति सर्वत्र मदोन्मत्त गजेन्द्रवत् ।
ज्ञानांकुशे समुत्पन्ने तस्य नो चलते मनः ॥ મદોન્મત્ત હાથીની જેમ મન અહીં તહીં જ્યાં ત્યાં દોડ્યા કરે છે. જ્ઞાન રૂપી અંકુશ દ્વારા એ મન રૂપી મદોન્મત્ત હાથી વશ થાય છે. જ્ઞાનરૂપી અંકુશવાળી વ્યક્તિનું મન કદાપિ ચલિત થતું નથી.
આ પટ્ટહસ્તિ તે દેડતો રહ્યો. મિથિલાની સીમાઓ ઓળંગાઈ ગઈ કેટલાય વનવગડા આવ્યા ને ગયા. પર્વત પગ નીચેથી પસાર થઈ ગયા પણ એ વેત હસ્તી ને અટકે. ભૂખ લાગતી ત્યારે એકાદ વનનિકુંજને એ કચ્ચરઘાણ વાળી દેતે. તરસ
,* * * * * *