SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રસ્ત ૫૨૩ દુ:ખથી ભરેલા છે એમાં સુખની કલ્પના કરી બેઠેલાને આ સ’સાર દુઃખમય છે, છેડવા જેવા છે એ વાત કાણુ સમજાવી શકે? મેળવવા જેવા જેને મેાક્ષ લાગે એને લેવા જેવા સયમ લાગે અને લેવા જેવા સયમ જેને લાગે એને છેાડવા જેવા સસાર લાગે.” એ સંસારમાં સુખે રહી ન શકે. સંસારની કેદના સળિયા તેાડી બહાર આવવા માટે એના રાત દિવસ પ્રયત્ના હાય. જેને જીવનમાં મુક્તિની સાચી ઝંખના જાગી જાય અને એ માટે સયમની તાલાવેલી લાગી જાય એ સંસારમાં ન સુખે ખાઇ શકે, ન સુખે સૂઇ શકે કે ન સુખે રહી શકે. કેદખાનાના કેદી જેમ કેદમાંથી છૂટવાની ખારી શેાધતા હાય એમ એ પણ સંસારમાંથી છટકવાની મારી શેાધતા હાય. શાલિભદ્રનુ નામ તા ઘણી વાર સાંભળ્યુ છે. દોમ દોમ અખૂટ વૈભવની વચ્ચે બેઠેલા શાલિભદ્ર પાસે કયાં સંસારના સુખાની કમી હતી ? અરે ! આખા મગધમાં શાષ્યા ન જડે એવા એના ભવ્ય મનેાહર મહેલ હતા. ખત્રીસ ખત્રીસ નવયૌવનાઓ જેની પત્ની બનવામાં પેાતાનુ સૌભાગ્ય માની, પડયો ખેલ ઝીલવા સદાય તત્પર રહેતી હતી, દેવલાના દેવ જેની સેવામાં દિવસ ઉગે કે નિત નવા નવા વસ્ત્રાલ'કારા અને આભૂષણેાની ભરેલી નવ્વાણુ` પેટી હાજર કરતા હતા, એવા દેવલાક જેવા મહાન સુખમાં આનદ પ્રમાદ કરતા શાલિભદ્રને પણ જે દિવસે છેાડવા જેવા સસાર, મેળવવા જેવા મેક્ષ અને લેવા જેવા સંચમ લાગ્યા એ દિવસે સંસારની કેદના સળિયા તેાડી સસારી બહાર નીકળી જતાં એમને જરા ય વાર ન લાગી. સાત સાત માળના મહેલના પડછાયા ન એમને પીગળાવી શકયા કે બત્રીસ ત્રીસ પત્નીઓની આંખમાંથી દડ દડ વહ્યો જતા અશ્રુ પ્રવાહ ન એમને રાકી શકયા કે સંસારમાં રાખી શકયા. કારણ ? એ કાદવના કીડા નહિ પણ કમળ હતા. કમળ હતા માટે સંસારથી અલિપ્ત બની સૌંચમની મસ્તી માવા વીરના માર્ગે ચાલી નીકળ્યા. તે એમના ચરણામાં આપણા શીર ઝુકી પડે છે. પદ્મરથ રાજા કમળ સમાન હતા. તેથી મેાક્ષ મેળવવા માટે સૌંસારને તિલાંજલી આપી સંયમ માર્ગે ચાલી નીકળ્યા. મિરાજા આનંદથી રાજ્ય ચલાવે છે. પેાતાના સદ્ગુણેાથી નમિરાજાએ પ્રજાના હૃદય સિંહાસન પર સ્થાન જમાવ્યુ` છે. મિથિલાના મિત્રરાજ્યા વધી રહ્યા હતા એમ એના શત્રુ રાજ્યા પણ હજુ હયાત હતા, એ રાજ્યે મિથિલાની વિરૂદ્ધમાં પેાતાની શક્તિ વેડફી રહ્યા હતા. સુદર્શન નગરના રાજા ચન્દ્વયશ મિથિલાપતિના તાબામાં રહેવા માંગતા ન હતા. ચંદ્રયશ નમિરાજની વિરૂદ્ધમાં હતા. મિરાજ નથી જાણતા કે ચંદ્રયશ મારા સગા વડીલ ભાઈ છે તેમ ચદ્રયશ પણ નથી જાણતા કે નિમરાજ એ મારા ભાઈ છે. દિવસેા વીતતા જતા હતા. આ વિરોધ વધુ વેગવાન બનતા જતા હતા. સામસામા લડીને એકબીજાનું અસ્તિત્વ મીટાવી દેવા અને રાજ્યેા મથી રહ્યા હતા. યુદ્ધ એક ચીનગારીની રાહ જોઈ રહ્યું હતું. એક તણખા મળતાં યુદ્ધની મહાવાળાઓ સળગી ઉઠે એમ હતું. ખળમાં મિથિલા અજેય હતી. સુદર્શનનું ખળ મિથિલાના મુકાબલેા કરી શકે એટલું સબળ ન હતું, પણ ઈર્ષ્યા કદી પાતાના
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy