SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ - શારદા રત્ન સંસાર છોડયો પવારથ રાજાએ : પદ્યરથ રાજાએ નમિકુમારને સમજાવીને દીક્ષાની હા પડાવી. મિથિલાપતિને વિદાય દિન નજીક આવતું હતું કે લોકલાગણી વધુ ને વધુ ઘેરી બનતી જતી હતી. અંતે એ દિવસ આવી ગયે. નમિકુમારે પિતાને દીક્ષા મહોત્સવ ધામધૂમથી ઉજવ્યો. સર્ષ પોતાની કાંચળી છોડીને જાય તેમ રાજાએ સંસાર ભાવની કાંચળી ઉતારી દીધી ને એના પર નજર કર્યા વિના એ ચાલતા થયા. મિથિલાપતિ પદ્યરથ અણુગાર બન્યા ને વનવગડાની વાટે એમણે કદમ ભર્યા. એ વિદાય પર સારી મિથિલાની જનતાએ આંસુ સાર્યા. નમિરાજ પણ ખૂબ રડ્યા. પોતાના પર છવાયેલી “પિતૃછાયા” અદશ્ય થતાં એમના હૈયામાં ભારે આંચકો લાગ્યો. વીતરાગની વાટિકામાં વિચરતા સુનિ પદ્મરથ મુનિએ તે અમૃતના ભજન શરૂ કર્યા. હવે કદાચ વચમાં કુસકાના ભજન કરવાનો અવસર આવી જાય એટલે ઉપસર્ગો કે કષ્ટ આવી જાય તે પણ અમીના આસ્વાદ રે ભૂલાય? એ કુસકાના ભજન ફગાવી દઈ અમૃત ભજન પકડી લેતાં વાર શી? પવરથે પૂર્વે ચકવતીના ઘરમાંથી નીકળી ચારિત્ર લીધેલું હતું. ગમે તેવા વૈભવ વિલાસ છતાં સમજ્યા હતા કે ભવની મુસાફરીમાં માનવ જીવન એ તે એક વાવટામથક છે. ત્યાં ચારિત્ર ભૂલી ભાવિ કાળ કાળે કરવાનું શા માટે કરવું ? માટે ચારિત્ર લીધું હતું. ચારિત્ર એટલે ત્રણ સ્થાવર બંને પ્રકારના જીવોને અભયદાન દેનારું જીવન. ચારિત્ર એટલે આરંભ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ આપનાર કેન્દ્ર. સાધુપણું એટલે આરંભ સમારંભના મૂળભૂત પરિગ્રહ અને એની પાછળ થતાં અનેક પ્રકારના રાગ દ્વેષાદિ દોષો અને દુષ્ક વિનાનું જીવન સ્ત્રી પુત્રાદિ અને એની સાથે ઉભા થતા કામ રાગ-સ્નેહ રાગના બંધન વિનાનું જીવન. આવા જીવનને અભ્યાસ એટલે અમૃત ભેજનને આસ્વાદ! નિર્મળ ચિત્તે અને શુદ્ધ હૃદયે એ આસ્વાદ કર્યા પછી તે એ સ્વાદ અંતરમાં લખાઈ ગયા ! એની આગળ પછી મટી ચકવર્તીની કે ઈન્દ્રની પણ ઠકુરાઈ અને ભેગલીલા બે સ્વાદ લાગે, કડવી કસાયેલી લાગે. રાજા પવરથ અવસર આવતાં એ મૂકી દઈ ચારિત્ર જીવનમાં ઝુકી ગયા. રાજ્યધૂરા સંભાળતા નમિરાજ : નમિરાજ હવે નમિરાજા થયા. પ્રજાએ આ નવા રાજાનું સ્વાગત કર્યું. મિથિલાનું રાજ્ય વિસ્તરતું જતું હતું. એને ચાહક વર્ગ પણ દિવસે દિવસે બહેળે થતું જતું હતું. નમિરાજાએ રાજ્યનું સંચાલન એવી રીતે કર્યું, રાજ્ય એવી સુંદર રીતે ન્યાય નીતિથી ચલાવ્યું કે લેકે નમિરાજાની પ્રશંસા કરવા લાગ્યા. મિથિલાને પદ્યરથની બોટ યાદ ન કરવી પડી. નમિરાજે આખી મિથિલાને સ્નેહ સંપાદન કરી લીધું. લોકો કહેવા લાગ્યા કે આ મહારાજા તે પોતાના પિતા કરતા પણ સવાયા થયા. આ બાજુ મણિરથ રાજાના મરણ પછી બધાએ ચંદ્રયને કહ્યું, આપ હવે રાજગાદી સંભાળો. ત્યારે ચંદ્રશે કહ્યું, હું એ રાજગાદી ઉપર કેવી રીતે બેસી શકું? જે રાજગાદી ઉપર બેસવાના કારણે મારા પિતાના મોટાભાઈ એટલે કાકા વિવેકહીન થઈ ગયા અને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy