SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શારદ ર કે પિતાની ભૂલ કબૂલ કરવા દેતું નથી. વેગવતી ખૂબ રડે છે, ત્યાં દેવોએ આકાશવાણી કરી કે વેગવતી જ્યાં સુધી બધાની સમક્ષ મુનિની માફી માંગશે નહિ અને પિતે કરેલા ખોટા પ્રચારને જગત સમક્ષ જાહેર નહિ કરે ત્યાં સુધી વેગવતીની સ્થિતિ સુધરશે નહિ. એને સારું થશે નહિ. બધાએ આકાશવાણી સાંભળી એટલે ખબર પડી કે વેગવતીએ મુનિ માટે આવી ખોટી વાતો કરી છે. રાજાને ખબર પડી એટલે વેગવતીને કહેવા લાગ્યા તે મુનિની નિંદા કરીને ખોટા કલંક ચઢાવીને ઘોર કર્મો બાંધ્યા. તે આ ભવે તે ઉદયમાં આવ્યા પણ બીજા ભવમાં પણ તારે ભોગવવા પડશે. વેગવતીની આંખ ખુલી ગઈ. તેની શારીરિક પીડા અસહ્ય હતી. ઈર્ષ્યાથી ન બોલવાનું બેલાઈ ગયું. હવે માફી માંગવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. વેગવતી પોતાના પરિવાર સાથે મુનિ પાસે પહોંચી ગઈ. તેમના ચરણમાં પડી પોતાની ભૂલની માફી માંગી. ગુરૂદેવ ! આપ તે તદ્દન નિર્દોષ, શુદ્ધ બ્રહ્મચારી ને નિર્મળ ચારિત્રશીલ છે, પણ આપની પ્રશંસા મારાથી સહન ન થઈ તેથી મેં આ ધતીંગ ઉભું કર્યું છે. મેં આપને ભયંકર ગુને કર્યો છે. આપ મારી ભૂલની માફી આપો. મુનિને તે તેના પ્રત્યે વૈર હતું નહિ. તેમણે તેને ક્ષમા આપી. મુનિ ઉપર આવેલું કલંક ઉતરી ગયું. વેગવતીનું મુખ હતું કે ત્યાં આવી ગયું. તેની શરીરની પીડા શાંત થઈ ગઈ ને જૈનશાસનને જય જયકાર થયો. છે ઈર્ષ્યાની આગે વેગવતી પાસે કેવું કાળું કામ કરાવ્યું ! વેગવતીને આત્મા બીજા ભવે રામચંદ્રજીની પત્ની સીતાજી બન્યા. વેગવતીના ભવમાં બંધાયેલ એ કર્મ સીતાજીના ભવમાં ઉદયમાં આવ્યું. સીતાજીને રાવણ ઉપાડી ગયો. છ છ મહિના અશેકવાટિકામાં રાખી. સીતાજીએ દષ્ટિ સરખી પણ કરી નથી. પોતે ચારિત્રમાં અડગ રહ્યા, છતાં જ્યારે અધ્યામાં આવ્યા ત્યારે લોકેએ વાત કરી કે સીતાજી છ મહિના રાવણને ત્યાં રહીને આવ્યા. કણ જેવા ગયું છે કે એ ચોખ્ખા છે કે બગડેલા ? આ વાતથી રામે સીતાજીને ફરી વાર જંગલમાં એકલી દીધી. કરેલાં કર્મો ભોગવ્યા વિના છૂટકો થતો નથી, માટે પાપભીરૂ અને ભવભીરૂ બને. પાપભીરૂ આત્મા પાપથી ડરે અને ભવભીરૂ આત્મા ભવથી ડરે કે મારા ભવ કેમ ઓછા થાય? પાપભીરૂ બનેલા પદ્ધરથ રાજા નિમિકુમારને કહે છે, મારો આત્મા હવે પાપથી ભયભીત બની ગયે છે. સંસારના દુઃખથી ત્રાસી ગયો છે. આત્મદર્શનથી વિલુપ્ત એવા સંસારના જીવ વિલાસની વિમળતામાં, ભૌતિક સુખની ગર્તામાં, તૃષ્ણાના તરાણમાં, કષાયના જવરમાં, વિષયેના વળગાડમાં, લાલસાને તરવરાટમાં, જાણે અજાણે ઘસડાયે જાય છે, પણ એમને હજુ થાક લાગ્યું નથી, પણ મારો આત્મા એ થાક ઉતારવા સંયમ માર્ગે પ્રયાણ કરવા ઇરછે છે. રાજાએ પિતાને આ વિચાર પ્રજામાં વહેતી મૂક્યો. આખી મિથિલા એ સાંભળીને ગમગીન બની ગઈ. પોતાનો આધાર ચાલ્યા જવાનો હોય એવી લાગણી બધાના હૈયામાં ઉભરાઈ રહી.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy