SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ શારંદા રત્ન જોઈશે, ત્યાગ વૈરાગ્ય સાથે પૂર્ણ અર્પણતા પણ જોઈશે. ગુરૂદેવ ! મારી પૂર્ણ તૈયારી છે. હવે એક ક્ષણ પણ આ સંસારમાં મને ગમતું નથી. હવે મારે આપના પાવન ચરણમાં રહેવું છે. પૂ. ગુરૂદેવ ભાવિના છૂપા રત્નને પારખી ગયા કે આ જીવ હળુકમી છે, ને ભવિષ્યમાં મહાન બનશે. માનવીના નેણ અને વેણુ પરથી તે પરખાઈ જાય છે કે આ આત્મા કેવો છે? રવાભાઈ પૂ. ગુરૂદેવના સાનિધ્યમાં રહીને અભ્યાસ કરવા લાગ્યા. ટૂંકા દિવસમાં તે સામાયિક, પ્રતિકમણ શીખી લીધા. બીજે પણ ઘણે અભ્યાસ કર્યો. પૂ. ગુરૂદેવને વિનંતી કરી કે ગુરૂદેવ ! મને જલ્દી દીક્ષા આપો. તેમણે કાકા-કાકીની આજ્ઞા મેળવી લીધી અને સંવત ૧૫૬ ના મહા સુદ પાંચમના દિવસે ખંભાત શહેરમાં તેમને દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. રવાભાઈના ગુણે જોઈને તેમનું સંયમી નામ “બા.બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ રાખવામાં આવ્યું. ગુરૂદેવ પૂ. છગનલાલજી મહારાજ સાહેબ ક્ષત્રિય અને શિષ્ય પણ ક્ષત્રિય મળ્યા. બંને શૂરવીર ને ધીરપુરૂષો ભેગા થયા, પછી શું બાકી રહે? દીક્ષા લીધા પછી પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ, પૂ. ગુરૂદેવને ખૂબ વિનય કરતા અને સેવા ભક્તિમાં ખડે પગે તત્પર રહેતા. પૂ. ગુરૂદેવની છત્રછાયામાં રહીને સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, અને શાસ્ત્રોને ઊંડો અભ્યાસ કર્યો. કેટલાક સૂત્રો પણ લખ્યા છે. વિનય અને ક્ષમાના ગુણ તે તેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલું હતું. તેમજ ગુરૂઆજ્ઞામાં તે એટલા તપ્રેત હતા કે ગુરૂઆશા એ જ મારો પ્રાણુ અને એ જ મારો શ્વાસ. ગુરૂ શિષ્ય - વચ્ચે ક્ષીરનીર જેવો અથાગ પ્રેમ હતે. * સંવત ૧૯૫ ના વૈશાખ વદ દશમના દિવસે તેમના પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા, એટલે ગુરૂદેવને ખૂબ આઘાત લાગે. ગુરૂવિયોગ બહુ કઠીન છે. પૂ. ગુરૂદેવના કાળધર્મ બાદ ખંભાત સંપ્રદાયનું સૂકાન પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબના હાથમાં આવ્યું. ખંભાત સંઘે જૈન શાસનના શિરતાજ, પ્રખર વ્યાખ્યાતા, બા.બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબને આચાર્ય પદવી પ્રદાન કરી. એ વર્ષે પૂ. ગુરૂદેવ સાણંદ ચાતુર્માસ પધાર્યા. વૈરાગ્ય ભરી વાણુને પ્રભાવઃ પૂ. ગુરૂદેવની ઓજસભરી, પ્રભાવશાળી, વાણી સાંભળી અનેક ના દિલમાં તપ-ત્યાગની વીણાના તાર ઝણઝણી ઉડ્યા. ખરેખર પૂ. ગુરૂદેવે દાનવતાની તરફ વહેતી માણસની શક્તિની ધારાને માનવતા તરફ વાળે છે, અને શિષ્યના જીવનમાં મોટું પરિવર્તન લાવે છે. જીવન જીવવાની કળા ગુરૂદેવ શીખવાડે છે. ગુરૂદેવ માટી કે પથ્થરના કલાકાર નથી પણ જીવનના સાચા કલાકાર છે. આ રીતે પૂ. ગુરૂદેવની વૈરાગ્યમય વાણું અને તેમના ચારિત્રની સુગંધે અમારા જીવનમાં વિરતીના ભાવનું ગુંજન કર્યું. અંતરના તાર ઝણઝણી ઉઠયા. એવા તારણહાર પૂ. ગુરૂદેવને મારા પર મહાન ઉપકાર છે. સત્ય દષ્ટા, અધ્યાત્મના કલ્પવૃક્ષ, જ્ઞાનદાતા, સંયમદાતા, પરમ ઉપકારી, ક્ષમાસાગર ગુરૂદેવ ! એમને માટે શું કહું? જે અવ્યક્ત રહેલું છે તે વક્તવ્યમાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy