________________
શારદા રત્ન
૫૦૫ બંધનમાંથી છૂટવા મારે તો જનની દીક્ષા લેવી છે, ત્યારે કાકા કાકી કહે, આપણે ધર્મ સ્વામીનારાયણનો છે. જે તારે દીક્ષા લેવી હોય તે સ્વામીનારાયણ ધર્મને સાધુ બન અને તે માટે ગઢડા જા. રવાભાઈ તો ગઢડા ગયા. ત્યાં જઈને તેમના મુખ્ય મહંતને મળ્યા ને પગમાં પડીને કહે છે કે મારે તમારા જેવા મહંત બનવું છે. બે ત્રણ દિવસ ત્યાં રહ્યા. મહંતની દષ્ટિ તેના પર ઠરી ગઈ કે આ છોકરો તેજસ્વી છે, એટલે પાસે બેલાવીને પૂછયું કે તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? ને શા માટે મહંત બનવું છે? તમારો ધંધો શેન છે? મિલ્કત કેટલી છે? રવાભાઈએ પોતાની બધી વાત કરી ત્યારે મહત કહે છે કે જે તારે અમારા જેવું થવું હોય તો તારા ભાગની જેટલી મિલ્કત હેય તે બધી અમારી ગાદીના ચરણે અર્પણ કરી દે, તો તને અમારા જેવા સાધુ બનાવીશું. જોજે, તેર વર્ષને કિશોર શો વિચાર કરે છે?
લક્ષ્મી હોય ત્યાં સંયમ ન કહેવાય, ગુરૂદેવના મનમાં વિચાર થાય, સંસાર કાર્યમાં પાપ જ હોય, મારાથી પાપ નહિ જ થાય.
જ્યાં પૈસાનો ત્યાગ હોય તેના બદલે અહીં તો પૈસાની મમતા છે. પરિગ્રહ ઘટાડવાને બદલે વધારવાની વાત છે ત્યાં આત્મકલ્યાણ ક્યાંથી થઈ શકે ? જ્યાં પરિગ્રહ છે ત્યાં પાપ છે. આ ત્યાગ સાચે ત્યાગ નથી. પેલા સાધ્વીજી તે કહેતા હતા કે સાધુથી પૈસા રખાય નહિ, વાહનમાં બેસાય નહિ, અને આ સાધુઓ તે પૈસા રાખે છે, વાહનમાં બેસે છે, પગમાં પગરખા પહેરે છે. અહીં આત્માનું કલ્યાણ કેવી રીતે થાય? તેર વર્ષના બાલુડાનું કેટલું આત્મમંથન ! ત્યાં તેમનું મન ઠર્યું નહિ, એટલે આવીને કાકા કાકીને કહે છે, મારે સ્વામીનારાયણના સાધુ બનવું નથી. મારે તે જૈનધર્મના સાધુ બનવું છે. એમ કહીને પોતે વટામણ આવ્યા ને મહાસતીજીને કહ્યું મને તમારો શિષ્ય બનાવે. હવે એક ક્ષણ પણ મને સંસારમાં ગમતું નથી. મહાસતીજીએ કહ્યું-ભાઈ! અમે તો સાધ્વીજી છીએ. તમારે અમારી પાસે ન રહેવાય. જે તારે દીક્ષા લેવી છે તે અમારા ગુરૂદેવ પૂ. છગનલાલજી મહારાજ સાહેબ ખંભાત બિરાજે છે, ત્યાં જાવ. તેથી રવાભાઈ ખંભાત ગયા.
ગુરૂ ચરણે પહોંચીને તેઓ નમ્ર ભાવે વિનવવા લાગ્યા કે ગુરૂદેવ ! મને આપનો ચરણ કિંકર બનાવો. મને પરમપાવની જૈન ભાગવતી દીક્ષા આપો. મારે પરમ શાંતિ જોઈએ છે. ગુરૂદેવે કહ્યું-દેવાનુપ્રિય ! આત્મશાંતિ માટે આત્મશ્રદ્ધા જરૂરી છે. તારી પ્રબળ ભાવના હશે તે તે કઈ વખત અવશ્ય સફળ થશે. ગુરૂદેવ ! એ આત્મશ્રદ્ધા માટે હું આપને શરણે આવ્યો છું. સંસારમાં મને કયાંય શાંતિ દેખાતી નથી. એક ઘેરો અંધકાર મારા આત્માને ચારે બાજુથી ઘેરી રહ્યો છે. હું તે અંધકારને દૂર કરવા માટે પ્રકાશ ઝંખું છું. મને દઢ શ્રદ્ધા છે કે એ પ્રકાશ મને આપની પાસેથી મળશે. હે ભાગ્યવાન ! એ પ્રકાશ મેળવવા માટે સંયમ માર્ગ અત્યંત દુષ્કર છે. દીક્ષા લેવી એ નાના બાળકના ખેલ નથી. દીક્ષા એ ખાંડાની ધાર પર ચાલવા જેવી દુષ્કર છે. એ માટે દઢ મનોબળ