________________
શારો ૨
૪૫ પાપીને હૃદયનું પરિવર્તન કરવું, એ ઉત્તમ પુરૂષનું કાર્ય છે. માર્ણસ ભૂલ કરે, પણ તેને હૃદયથી ક્ષમા આપવી એ દૈવી ગુણ છે. કેઈની સાથે ઝગડો થયો હોય કે વર બંધાયું હોય તેને હૃદયમાં સંઘરી રાખવું એ પાશવી વૃત્તિ છે, પણ દૈવી વૃત્તિ નથી. ગુનેગારના ગુનાને હૃદયમાંથી કાઢી નાંખીને તેની સાથે પ્રેમથી વર્તવું અને તેને ક્ષમા આપવી તે દૈવીવૃત્તિ છે. ક્ષમા જીવનમાં સત્યની સુવાસ પ્રસરાવે છે. જે તે સુવાસમાં સૌ આકર્ષાય છે તેમાં અનેરી તાકાત અને તાજગી ભરી છે. જ્યાં કલેશના કાંટા, કંકાસના કાંકરા, અને રાગ-દ્વેષના ઝાંખરા ઉગ્યા છે ત્યાં ક્ષમા નવો ઉજાશ, નવું જીવન અને તે પ્રકાશ પાથરે છે. આ ક્ષમાપનાના પર્વે સંતોષનું ઝરણું વહાવી મીઠા મધુરા પાન કરાવ્યા છે. ક્રિયાના સથવારે, ક્ષમાની કળાએ જીવનના પડદા ઉપર પ્રતિબિંબ પાડ્યા છે.
આજના મહાન પર્વના દિવસે બે કાર્ય કરવાના. લેવાનું છે ને આપવાનું છે. આખા જગતના તમામ વ્યવહાર લેવડદેવડથી ચાલે છે. મોટા વહેપારીઓ પાસેથી નાના વહેપારીઓ માલ ખરીદે છે, અને નાના વહેપારીઓ પાસેથી ગ્રાહકે માલ ખરીદે છે. મૂલ્ય અપાય છે ને માલ ખરીદાય છે. તમારી દીકરી સારા કુટુંબમાં પરણાવો છો ને.. સારા કુટુંબની દીકરી તમારે ઘેર લાવે છે. એવી રીતે આપણે જેની સાથે વેરઝેર થયા હોય તેમની પાસે અંતઃકરણપૂર્વક ક્ષમા માંગવાની છે, અને જે આપણે પાસે ક્ષમાં લેવા આવે તેને પ્રેમથી ક્ષમા આપવાની છે. વરની સામે વર કરવાથી કદી પણ વેરની જવાળા શાંત થવાની નથી. ભગવાન મહાવીરનો દિવ્ય સંદેશ છે કે “અરે શામે વેર, શમે ના વેરથી વેર.” આ મંગલ સૂત્રને અનંતાનંત મહાપુરુષએ અંતરથી આવકાર્યું છે. વિશ્વનાથી વધાવ્યું છે અને સંયમની અણમેલ સાધનાથી તેને સન્માન્યું છે. આ રત્નકણિકા પરમપુરુષનું જીવન-રસાયણ છે. અનુભવનું અમૃત છે. હૃદયની રસકુંપિકા છે, અમરતાને અમૃતકુંભ છે અને અધ્યાત્મ સાધનાનું અજોડ નવનીત છે. આ વાક્યના શબ્દ શબ્દ જીવન સફળતાનું સુમધુર સંગીત રણકી રહ્યું છે. તેના પ્રત્યેક અક્ષર દેહમાંથી જાણે કે અંતર ઐકયતાનું આંદોલન જગાવતું, વાત્સલ્ય વેણને વેરતું, પ્રેમના સેતુને સુદઢ કરતું ક્ષમાનું મેં નૂર સાક્ષાત્ રીતે નીતરી રહ્યું છે. વેરની વસુલાત વેરથી નહિ પણ વાત્સલ્યથી થઈ શકે. પાશવતાથી નહિ પણ પવિત્રતાથી થઈ શકે. દત્યવૃત્તિથી નહિ પણ દિવ્યતાથી થઈ શકે. શત્રુતાથી નહિ પણ સ્નેહાળ હદયથી થઈ શકે, માટે વેરના અગ્નિને બુઝવવા અવેરની ઉપાસના કરે.
એક વખતનો આપણે ભારત દેશ એટલે પ્રેમનો પોદધિ, મૈત્રીનો મહાસાગર, વાત્સલ્યને વારીધિ અને ક્ષમાનો નીધિ ગણાતો હતો. ભારતની પવિત્ર ભૂમિ એટલે અવેરની ઉપવનભૂમિ, પ્રેમની પુનિત ગંગા, વાત્સલ્યની વસુધા અને ક્ષમાની સરિતા ગણતી હતી. જ્યાં વાત્સલ્યની વસંત વનરાજ ચારે બાજુ મહેકતી હતી. જ્યાં વિશ્વમૈત્રીના રણશીંગા ફૂકાતા હતા. જ્યાં વરીઓના વધામણું વાત્સલ્યથી થતા હતા. એ જ પવિત્ર ભૂમિ ઉપર આજે હિંસાની હિમાયતો હરિફાઈ કરી રહી છે. હિંસાના