SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ટે શારદા રેન્જ પૂજ્ય સંત-સતીજીઓની પ્રવચન પીયૂષ સુધાઓ પ્રસરે છે. એ પ્રવચન ગંગાના પાણીમાં સ્નાન કરીને વિષય અને કષાયના કાતિલ મેળેથી લિપ્ત બનેલે આત્મા કંઈક સરળ અને પવિત્ર બને છે. તે પછી આવે છે પર્યુષણ પર્વના અનુપમ આઠ દિવસે. આ આઠ દિવસો દરમ્યાન વહેલી અનરાધાર અમેઘ જિનવાણી દ્વારા એ આતમ વધુ ને વધુ ભદ્ર પરિણમી અને ભવભીરૂ બન્યો હોય છે. અને આતમરામને સ્વયં પણ બને દાવાનળ શાંત કરવાનું દિલ થયું હોય છે. ક્ષમાનું શરબત પીવાનું મન જાગ્યું હોય છે. મને ભૂમિની આવી સુંદર સુગ્યતા પેદા થયા પછી સંવત્સરી મહાપર્વના પવિત્ર દિવસે ક્ષમાની સાધના કરવાનું ભવ્યાત્મા માટે ખૂબ આસાન બની જાય છે. ક્ષમાને આદાતા–પ્રદાતા મુક્તિના મહાપંથને મંગલયાત્રી બને છે. સંવત્સરી પર્વ એટલે મૈત્રીને મંત્ર લેવાને પવિત્ર દિવસ. ઘરની આગ ઓલવનાર બંબ ! આત્મશુદ્ધિ કરવા માટેની પવિત્ર ગંગા અને પાપોને ધવાને સ્પેશ્યલ સાબુ! વર્ષમાં એક વાર દર્શન દેતું વાત્સલ્યથી નીતરતું સાંવત્સરિક મહાપર્વ ! હજારો તારાઓને પ્રકાશ સૂર્યમાં સમાઈ જાય તેમ મહાપર્વને પ્રકાશ બહારની રોશનીને ઝાંખી પાડીને અંતરના અંધકારને નાશ કરી દર્શનની દિવ્ય જતિ પ્રગટાવે છે. આ પર્વનું આગમન થતાં લેકના મનમાં નવું ચેતન, નવી જાગૃતિ અને ભવ્ય ભાવનાને ચમકારો થાય છે. સાત સાત દિવસ સુધી સાધના કર્યા બાદ આજે ક્ષમાના નીરમાં સ્નાન કરીને આત્માને પવિત્ર બનાવવાનું છે. ભારતભરમાં અને ભારતની બહાર પણ પ્રશંસા પામેલ આ પર્વનું સ્વાગત કરવા કો આત્મા તૈયાર ન હોય! કઈ તપથી તેનું સ્વાગત કરે, તે કોઈ દાનથી કઈ શીયળથી, તે કઈ ભાવથી આ પર્વનું સ્વાગત કરે. જિંદગીની માટી કમાણી કરવાના દિવસો હોય તે આ મહાપર્વના દિવસો છે. આ પર્વ આપણને પોકારી પોકારીને કહે છે કે, ભલે કરે મારું સ્વાગત. આ સ્વાગત મારૂં નથી પણ આમાં તે તમારું સ્વાગત સમાયેલું છે. એ સ્વાગતમાં તમારી સાધના છે, અને એ સાધનામાં તમારી સિદ્ધિ છે. આરાધનાના અમૃતમાંથી પ્રાપ્ત થતું પરમાત્મપદ એનું નામ જ સ્વાગત. હું સ્વાગતનો ઇરછુક નથી પણ આરાધનામાંથી ગુંજતા મંત્રી યુક્ત પ્રેમભાવને પૂજારી છું. સ્વાગતની મોટી મોટી વાત કરનાર, વિવેકની મોટી મોટી હિમાયતે રચનાર પણ જો ક્રોધ, માન, માયા અને લેભની જાળમાં ફસાતા રહેશે તે એવા સ્વાગતથી શું? એવા સ્વાગતથી આત્માને શે લાભ? બાકી મારું સ્વાગત જે સાચી મિત્રતાથી, સાચા સ્નેહ સંતોષથી, સાચા તપથી, સાચા દાનથી, સાચી શાંતિથી, અપૂર્વ આરાધનાથી અને ઉપસર્ગો ને આપત્તિમાં ક્ષમા રાખીને કરશે તે મારું સ્વાગત સિદ્ધિના દ્વાર ખખડાવશે. * આજ દિવસ આપણને ક્ષમાને મહાન સંદેશ આપે છે. ક્ષમા મનુષ્યને શાંત અને સહનશીલ બનાવે છે. ક્ષમા આત્માની અનંત શક્તિને ઓળખાવવાને સંદેશ આપે છે. અપકાર પર અપકાર કરો, ગુન્હેગારને શિક્ષા કરીને નિર્બળ બનાવવો, એ તે દુર્જનનું કાર્ય છે, પણ અપકાર પર ઉપકાર કરે, ગુન્હેગારને પ્રેમથી વશ કર, અને ક્ષમાથી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy