SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ શારદા રત્ન અહ-નક શ્રાવકે દેવને સાફ સાફ સંભળાવી દીધું ને? દેવે કહ્યું. ભલે, તે હું જોઈ લઈશ. વહાણને ઊંચું કરીને નીચે પટકીશ. આંધી લાવીશ. પછી તું જેજે. અહંન્નકે કહ્યું. આપ દેવ છો. ધારે તે કરી શકે છે, પણ મારે તે અરિહંતાદિન શરણ છે તે રહેશે. તેણે ચાર શરણું અંગીકાર કરી લીધા. “અરિહંતે સરણે પવજામિ, સિધે સરણું પવનજામિ, સાહુ સરણું પવનજામિ, કેવલી પત્નત્ત ધમ્મ સરણું પવનજામિ.” આ ચાર શરણું અંગીકાર કરી લીધા, પછી સાગારી સંથારો કર્યો અને “અપાયું સિરામિ” કહી કાયોત્સર્ગ ધ્યાન લગાવી દીધું. - દેવે વહાણને સાત તાડ ઊંચું ઉછાળ્યું. ત્યાંથી નીચે પાડવું, પાછું ઉછાળ્યું, પાઈ પટકયું પણ અન્નકનું એક રૂંવાડું પણ ફરકતું નથી. તે દેવ વિર્ભાગજ્ઞાનથી જુએ છે કે શ્રાવકના ભાવમાં કાંઈ પરિવર્તન છે કે નહિ? આ સમયે તમને મનમાં શું થાય? આવી જીદ ન રાખવી જોઈએ. સંસારમાં જીદ રાખે કેમ ચાલે? ધર્મની બાબતમાં છૂટછાટ ચાલે એમ જ ને? બટાટાવડા બહુ ટેસ્ટફુલ છે. કેઈ મફત ખવડાવે છે ને બહુ આગ્રહ કરે છે તે જીદ બહુ ન રાખવી. ખાઈ લેવા બટાટાવડા એમ જ ને ! આવા ઢચુપચુ દિમાગવાળા અને કમજોર હૃદયવાળા હોય ત્યાં સમ્યગ્રદર્શન ક્યાંથી ટકે? દેવ ક્યાંથી આવે, દઢ સમ્યગદર્શનવાળા અહંનક શ્રાવક જેવા બને તો દેવ આવે કસોટી કરવા. કે જોયું કે આ શ્રાવક શ્રદ્ધાથી જરા પણ વિચલિત થાય એમ નથી, તેથી તે અહંકના ચરણમાં મૂકી ગયો ને કાનન કુંડલ બક્ષિસ આપી પોતાના સ્થાને ચાલ્યો ગયો. કે સમ્યગુદન એ મોક્ષનું બીજ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ આત્મા ચારિત્રથી પડવાઈ થાય તે તે ફરીથી ચારિત્ર પ્રાપ્ત કરી શકે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, પણ જે આત્મા સમ્યગદર્શનથી ભ્રષ્ટ થયો તેને અનંત કાળ સંસારમાં ભટકવાનું, માટે સૌથી પ્રથમ શ્રદ્ધાને નિર્મળ અને અવિચળ બનાવે. મેક્ષને આધાર સમ્યગદર્શન છે. જ્ઞાન અને ચારિત્ર ઉત્તમ છે પણ જે સમ્યગ્દર્શન નથી તે નિર્વાણ નથી. સમ્યગ્ગદર્શન વિના જ્ઞાન અને ચારિત્ર તે અભવી જીવને પણ હેય. અભવી એટલે ક્યારે પણ મેક્ષમાં નહિ જનારા. આવા અભવી જીવ સાડા નવ પૂર્વનું જ્ઞાન ભણી શકે. અને ચારિત્ર એવું પાળે કે માખીની પાંખ પણ ન દુભાવે. એટલું નિર્મળ અને સ્વચ્છ પાળે. એવું ચારિત્ર પાળીને દેવલોકમાં જાય. ત્યાં અસંખ્યાત વર્ષો સુધી સુખ ભોગવે. અભવી ચારિત્ર એટલા માટે પાળે કે ચારિત્રથી દેવલોકના સુખ મળે, પણ એ ચારિત્રથી મોક્ષના સુખે ન મળે. એક જિંદગી જેટલું થોડું કષ્ટ સહન કરીએ તે હજારો વર્ષોના દેવલોકના સુખ મળે. અભવીના ચારિત્રનું લક્ષ માત્ર સંસારનું સુખ! મેક્ષ નહિ. સમ્યગદર્શન વિના મોક્ષનું લક્ષ પ્રગટે નહિ. : કેઈ શેઠ કહે, વર્ષમાં એક મહિના નોકરી કરવાની પણ ૧૮ કલાક કામ કરવાનું. વચ્ચે જમવા માટે થોડો સમય મળશે. મામૂલી આરામ કરવાનો. છૂટી નહિ, કામ એક
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy