SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૩૮૯ ચમક ભાગ્યવાનને જણાય છે. કમભાગીના દુર્ભાગ્યના પાંદડા કેઈ વાર ખસી જાય તે સોનલ ઘડી પ્રકાશી ઉઠે, પણ તે ક્ષણવાર માટે. ફરી પાછા એ જ અંધારના ઓછાડ. જીવનમાં પ્રકાશ અને અંધકાર એ તે સંસારને પ્રવાહ છે.” આ રીતે વહી જતા સંસારની ગતિ ક્યારેય ભ પામે! અહીં તે પ્રારબ્ધ અને પુરૂષાર્થનો અંજામ રચાયો છે. જે પુરૂષાર્થ તેવું પ્રારબ્ધ! પ્રારબ્ધ પુરૂષાર્થધીન તે છે. આ ગહન ગતિશીલ કેડીને ખોળવી જોકે મુશ્કેલ તે નથી. સામે સંયોગોના વિષમ આક્રમણે મોટું ફાડીને બેઠા હોય છે. આ બાજુ સૂર્ય માથે ચઢ્યો છતાં શેઠ અને બાળકો ઘેર ન આવ્યા, તેથી તારામતીના હૃદયમાં ઉકાપાત મચી ગયો. તેનું મન અનેક સંક૯પ વિકપના ઘોડા પર સ્વાર થતું હતું. ને એટલા ચપળ બન્યા હતા કે, ફરી ફરીને મન અને નયન સમીરના સૂસવાટે ઘરના બારણા પર ટકરાતા હતા. તે ઓશરી અને ઉમરો કર્યા કરે છે. અરેરે...હજુ કેમ ન આવ્યા ? રસવંતી રાઈ ઠંડીગાર બની ગઈ. સાંજ પડવા આવી છતાં પોતે જમી નથી. શેઠ અને બાળકે આવશે પછી હું જમીશ. પિતાના સ્વજનોની પ્રતિક્ષામાં ભૂખ , પણ ભૂલાઈ ગઈ. ધીમે ધીમે સંધ્યા સમય થવા આવ્યો પણ કેઈનાય પગરવ જણાતા , નથી. શ્રદ્ધાથી મનને કહેવા લાગી, સાંસારિક જીગ્નનું માધુર્ય શ્રદ્ધાના પ્રાંગણમાં છે સ્નેહના સરોવરમાં છે, સંતેષના સુમનમાં છે. સહનશીલતાની પરિમલમાં છે, ક્ષમાના સાગરમાં છે, ધીરતાના ઘુંટડામાં છે, પણ કલુષિતતાના વાતાવરણમાં નથી. અધીરાઈના દ્વારમાં નથી. - આ વિચારથી તેના દેહમાં ચતન્ય જાગ્યું, અને પતિદેવના આગમનની તૈયારીઓ કરવા લાગી. ઠંડી પડેલી રસવંતી રઈને ગરમ બનાવી દીધી. થાકેલા શરીરનો થાક ઉતારવા સ્નાનની તૈયારી કરી. આરામ માટે પથારી પણ પાથરી દીધી. બસ, હવે તે હમણાં આવશે એ દઢ શ્રદ્ધા ધારણ કરીને બેઠી. ત્યાં દૂરથી આવતા પોતાના પતિને તથા બંને બાળકોને જોયા. તેના દિલમાં મચેલે ઉલ્કાપાત શાંત થયો. પતિને આવતા જોઈ તેમની સામે ગઈ. નાના બાળકોના માથેથી લાકડાનો ભારો લઈ લીધે. શેડના માથે ભારો જોઈને શેઠાણીની આંખમાં આંસુ આવી ગયા અહાહા..કર્મરાજા ! તમારા ખેલ વિચિત્ર છે. ક્યાં ખમ્મા ખમ્મા ને ક્યાં કઠિયારાના કામ! આ રીતે કર્મની દશાનો વિચાર કરતા આંખમાં આંસુ આવી ગયા. તારામતી કહે, આજે ઘણું મોડું થયું છે. આપ ખૂબ થાકીને આવ્યા છે માટે અત્યારે લાકડાને ભારે વેચવા જવું નથી. કાલે જવાશે. શેઠ તથા બાળકો સ્નાન કરી સાથે જમવા બેઠા. બધા આનંદથી સાથે જમ્યા. બાળક તે ખૂબ થાકી ગયા હતા તેથી માતાપિતાની મીઠી ગોદ અને મમતાની મસ્ત લહરી પછી બિછાનાની પણ શી જરૂર ! માતાપિતાની મીઠી ગોદમાં બંને બાળકે પોઢી ગયા. હવે તારામતી શેઠને મોડું થવાનું કારણ પૂછશે. શેઠ બધી વાત કરશે. પેલી જડીબુટ્ટી રાજાને કેવી રીતે આપવી ને એ આપવા જતા કર્મની કહાની કેવી સર્જાશે, તેના ભાવ અવસરે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy