SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ શારદા રત્ન શ્રાવકના ચરણમાં દેવો પણ નમે છે. શેઠે આ જડીબુટ્ટી લીધી. હવે શેડ અને બંને બાળકે ઘેર જશે. શેઠને જતાં વાર થઈ તેથી ઘેર તારામતી ચિંતા કરે છે. હવે શેઠ ઘેર જશે ને આ જડીબુટ્ટીનું શું થશે તે વાત અવસરે. વ્યાખ્યાન નં-૪૨ શ્રાવણ વદ ૧૨ બુધવાર તા. ૨૬-૮-૮૧ અનંતજ્ઞાની મહાપુરૂષોએ ભવ્ય જીવોના આત્મ ઉદ્ધાર માટે શાસ્ત્રની પ્રરૂપણ કરી. આ શાસને રત્નાકર કહીએ તો કહી શકાય. જેમ રત્નાકરમાં અમૂલ્ય રત્નો રહેલા છે તેમ શાસ્ત્રમાં પણ અમૂલ્ય ભાવરત્નો છુપાયેલા છે. શાસ્ત્રને તિજોરી પણ કહી શકાય. તિજોરીમાં કિંમતી દાગીના, હીરા, માણેક આદિને ખજાને રહેલો હોય છે, તેમ શારામાં સર્વજ્ઞએ બતાવેલા ભવ્ય ભાવને અગણિત ખજાને છે. શાસ્ત્રને કિંમતી રસાયણ કહીએ તે પણ કહી શકાય, કારણ કે તેમાં અનેક ભવરગોને દૂર કરવાની ઔષધિઓ રહેલી છે. શાસ્ત્રને આરસીની ઉપમા આપવા પાછળ પણ કારણ છે. જે માના પિતાનું જીવન સમાજની વચ્ચે રહીને જીવે છે તેની પ્રકૃતિ તથા પ્રવૃત્તિનું દર્શન અરિસામાં સ્પષ્ટ થાય છે. તેનું પ્રતિબિંબ જાણે શાસ્ત્રમાં ન હોય! કેમ કે જીવન જીવવાની કલા પણ શાસ્ત્રમાં બતાવેલી છે. શાસ્ત્ર એટલે જવલંત તથા જીવંત જીવન! ભાવથી ઉભરાતું અલૌકિક ચૈતન્ય ! જેના શબ્દ શબ્દ તથા અક્ષરે અક્ષરે સર્વના ભાવે રૂપ અક્ષય નિધાન પડેલા છે એવા શાસ્ત્રના પ્રણેતા સર્વજ્ઞ ભગવાન ધર્મોપદેશ આપતા ફરમાવે છે કે ધર્મ કોઈ બાહા ચીજ નથી. જગતની બાહ્ય ચીજો સારી ખોટી તપાસતા એક મિનિટની જરૂર પડે છે. રેશમ, સુતર કે ઉનને આંગળી અડાડે કે તરત ખબર પડે. સુગંધ છે કે દુર્ગધ છે તે પણ શ્વાસ ખેંચે કે ખબર પડે. કાળું, ધળું, પીળું, લાલ, લીલું, આંખથી જુઓ કે ખબર પડે. એ પ્રમાણે પાંચે ઈન્દ્રિયોના વિષયો સારા નરસા તપાસવા તેમાં સેકંડનું કામ છે પણ ધર્મ તે વિષય નથી. બાહ્ય વિષયોથી તેની સુંદરતા કે અસુંદરતા જાણી શકાતી નથી. જે બાહ્ય વિષયથી ધર્મની સુંદરતા કે અસુંદરતા જાણી શકાતી હતી તે આટલા કાળમાં ધર્મની પરીક્ષા કયારની એ થઈ ગઈ હોત અને અધર્મને કેઈએ ગ્રહણ કર્યો ન હોત. ધર્મ, અધર્મની પરીક્ષા બાહ્ય પદાર્થોની જેમ હેજમાં થતી નથી. અધર્મને જ્યાં સુધી એના કાતીલ સ્વરૂપમાં ઓળખી ન લેવાય, એના પનારે પડવા થિી ખેવનું મેઢાન થઈ ગયેલા જીવનને નકશો જ્યાં સુધી બરાબર નિહાળી ન લેવાય ત્યાં સુધી ધર્મમાં ચીવટ, કાળજી કે જાગૃતિ કયાંથી આવી શકે ? | અનાદિકાળથી આત્મામાં અધર્મની ટેવ પડી ગયેલી છે. જેમ કોઈ માણસને અફીણની ટેવ પડી ગઈ હોય તે તેને પહેલાં પકવાન આપો કે દૂધપાક આપો તે તે કંઈ નહિ પણ પહેલાં તેને અફીણ જોઈએ, કારણ કે એ ટેવ પડી ગઈ છે તેમ આત્મામાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy