SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન તે ચાલી ગઈ નહિ હોય ને! માટે રાજમહેલમાં જઈને જોઉં કે તે છે કે નહિ? જે તે ત્યાં હોય તે તેને ધર્ય આપું. | મણિરથની મરવાની ભાવના સાંભળો વીરસિંહ–આ પ્રમાણે વિચાર કરી . વિરસિંહ રાજમહેલ તરફ ચાલ્યો. ગાગ મણિરથ જે રસ્તે ગયે છે તે જ રસ્તે આવ્યા. રસ્તામાં મણિરથ જાણે બેસી રહ્યો હતો કે આ તલવાર દ્વારા મરી જવું જોઈએ. મેં બહુ ભયંકર પાપ કર્યું છે. મણિરથને આ અવાજ વીરસિંહ સાંભળ્યો. તેણે જોયું કે અત્યારે તેને બહુ પશ્ચાતાપ થઈ રહ્યો છે. તે અત્યારે આત્મહત્યાની તૈયારી કરી રહ્યો છે, માટે તેને અત્યારે સાંત્વન આપવું જોઈએ. એમ વિચાર કરી મણિરથને કહ્યું મહારાજા ! આત્મહત્યા કરવાથી પાપ મટતું નથી. વીરસિંહને અવાજ સાંભળી મણિરથે કહ્યું કે કેણુ છે? હું વીરસિંહ છું. વીરસિંહ ! મને તારી સાક્ષીએ મરવા દે, અને મારા પાપનું પ્રાયશ્ચિત કરવા દે. તું મને પાપનું પ્રાયશ્ચિત -કરતાં અટકાવે નહિ. મહારાજા ! આ પ્રમાણે આત્મહત્યા કરવાથી પાપ દૂર થઈ શકતું નથી. હું આપને પાપથી મુક્ત થવાને અને તે માટે પ્રાયશ્ચિત કરવાનો બીજો માર્ગ બતાવું છું. આપ તે માર્ગને અપનાવો. તે માર્ગ કલ્યાણનો છે. યુગબાહુ તે મરી ગયો છે પણ તેને પુત્ર ચંદ્રયશ છે. હવે તમે ચંદ્રયશના અપરાધી છે માટે તમે ચંદ્રયશની * હૃદયપૂર્વક માફી માંગે. ક્ષમા માંગવાથી તમારૂ પાપ હળવું થશે. વીરસિંહ ! ચારશને આ પાપી, કલંકિત મુખ કેવી રીતે બતાવું ? તેની સામે કેવી રીતે જાઉં ! તે મારા કાળા મુખને જોશે પણ નહિ, માટે મને મરી જવા દે. વીરસિંહે મણિરથના હાથમાંથી તલવાર ઝૂંટવી લીધી ને કહ્યું, આપ કોઈ પ્રકારની 'ચિંતા ન કરે. ચંદ્રયશ ઉદાર છે. તે એવો નથી કે તમે ક્ષમા માંગો અને તે સામી ક્ષમા ન આપે! તે તમને ઉદાર દિલે ક્ષમા આપશે એટલું જ નહિ પણ તમને પિતાની - માફક સાચવશે. મણિરથ કહે, ચંદ્રયશ તે મને ક્ષમા આપે પણ હું તેની પાસે કેવી રીતે ક્ષમા માંગી શકું ! મારે તે મારા અપરાધનો દંડ ભેગવવો જોઈએ. વીરસિંહે - મણિરથને ખૂબ સમજાવ્યો પણ મણિરથે તેની એક પણ વાત માની નહિ, ત્યારે વીરસિંહે વિચાર્યું કે આ મારાથી સમજે એમ નથી. આ પ્રમાણે વિચાર કરી તેણે મણિરથને કહ્યું કે તમે ચંદ્વયશની પાસે જવા ઈચ્છતા ન હોય તો ચંદ્રયશ પોતે જ આવીને તમને ક્ષમા આપે. આ પ્રમાણે કહી વિરસિંહ ચંદ્રયશને બોલાવવા માટે મહેલ તરફ ગયે. - મણિરથ મનમાં વિચાર કરવા લાગ્યો કે વીરસિંહ ચંદ્રયશને લઈને અહીં આવશે તે મારી શી દશા થશે? તેથી મણિરથ ત્યાંથી ભાગી જશે ને રસ્તામાં શું બનશે તે અવસરે. ચરિત્ર,ઃ શેઠની ધર્મનિષ્ઠા જોઈને વિદ્યાધર તેના પર પ્રસન્ન થયે ને કહ્યું-હું તમારી ધર્મભાવના જોઈને તમારા પર તુમ્માન થયો ને તમને હવે સુખી બનાવવા ચાહું છું, માટે મારી વાત સાંભળે. તમે જે ઝાડ નીચે બેઠા છે તે ઝાડની પાસે બે
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy