________________
૩૬૫
શારદા રત્ન કહ્યા ! સંતને સંતાપે તો ઘોર પાપ બંધાય છે. નાગના મુખમાં હાથ નાખવા જતાં કદાચ બચી જશે પણ સંતની અશાતનામાંથી બચી શકશો નહિ. સંતને ગમે તેવા પ્રસંગ આવે તો પણ શ્રાપ દે નહિ. શ્રાપ દે એ સંત નહિ પણ અહીં જીવયશાએ મુનિને ન કહેવાના શબ્દો કહ્યા.
સંત છવયશાને કહે છે તું ધીરજ રાખ. મેં તમારું નાક કાપ્યું નથી કે ઈજજત આબરૂ ઘટાડી નથી. અમે તે નિર્દોષ ગૌચરીની ગવેષણ કરવા નીકળ્યા છીએ. છતાં અભિમાનના માંચડે ચઢેલી છવયશા ન બોલવાના શબ્દો બોલી ત્યારે સંતનું લેહી ઉકળી ઉઠયું અને બેલી ગયા, તારું અભિમાન ઓછું કર. તું જેનું માથું ઓળી રહી છે એનો સાતમે બાળક તારા વંશને ઉચ્છેદ કરનારો બનશે. આટલું કહીને મુનિ ચાલ્યા ગયા, પણ કંસ ઘેર આવ્યો ત્યારે જીવયશાને ઉદાસ જોઈને પૂછે છે, કેમ ઉદાસ છે? જીવયશા કહે, હવે આપણું પુણ્ય ખૂટયું, પણ છે શું? તમારા ભાઈએ દીક્ષા લીધી છે તે આવ્યા હતા ને તે મને આ પ્રમાણે કહી ગયા છે. આ સાંભળી કંસના મનમાં થયું કે જ્યોતિષીની અને મુનિની બંને વાત સરખી આવે છે, માટે વાત સાચી પડશે. જે
સમય જતાં દેવકી મોટી થઈ અને તેના લગ્ન વસુદેવ સાથે થયા. કંસે વસુદેવની સાથે મિત્રાચારી બાંધી ને તેમને જુગાર રમવા બેસાડ્યા. તેમાં શરત એવી કરી શકે જે વસુદેવ હારે તે દેવકીની સાત સુવાવડ મારે ત્યાં કરવાની. સાતમી સુવાવડ વખતે વસુદેવને હું રાખ્યું તેમ રહેવાનું. વસુદેવે હા પાડી દીધી. વસુદેવ જુગાર રમવા બેઠા, તેમાં હારી ગયા ને શરતને સ્વીકાર કરવો પડે. દેવકીજીને શરત પ્રમાણે સુવાવડ સમયે પિયર મોકલી. તેના ગર્ભમાં તો છોકરો છે, પણ હરણગમૈષી દેવ બધા પવિત્ર આત્માઓને કંસના હાથે મરવા દેતા નથી. તે જ સમયે ભદ્દીલપુર નગરમાં નાગ ગાથાપતિને ઘેર સુલશાની કુક્ષીમાં દીકરીઓ મરેલી આવે છે, તેને અદલબદલ કરી લે છે.
આમ કરતાં સાતમી સુવાવડને પ્રસંગ આવ્યો. દેવકીજીએ સાત સ્વપ્ન જોયા. તેથી દેવકીજીના મનમાં થયું કે આ બાળક ખૂબ તેજસ્વી, પરાક્રમી અને સાધુસંતે પ્રતિપાલક : થશે. કોઈ પણ ઉપાયે તેની રક્ષા કરવી જોઈએ, આથી દેવકીજીએ વિચાર કર્યો કે . ગોકુળમાં નંદની પત્ની યશોદા મારી સખી છે. તે પણ ગર્ભવતી છે, માટે પહેલેથી ગર્ભ બદલવાની વાત કરી લઉં. સમય જતાં છ માસ થયા ને કંસે વસુદેવને જેલમાં પૂર્યા. એક દિવસ દેવકીજીએ વસુદેવની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી અને તે તલવાર લઈને ચાલવા લાગી. વસુદેવે તેને હાથ પકડીને રોકી રાખી અને કહ્યું–તલવાર લઈને
ક્યાં જાય છે? ત્યારે દેવકીએ કહ્યું-કંસને મારવા જઈ રહી છું. આ ગર્ભમાં રહેલા બાળકનું બળ અને શક્તિ હતી. સમય જતાં દેવકીજીને પ્રસૂતિને સમય નજીક આવી ગ. કંસે વસુદેવને અને દેવકીજીને નજર કેદમાં રાખ્યાં છે. તે રીતે મોહરાજાએ પણ બધાને કેદમાં પૂરી દીધા છે. બરાબર ચોકી પહેરો ગોઠવી દીધો છે, પણ મહાપુરૂષોને પ્રભાવ તે જુઓ ! બરાબર મધ્યરાત્રી થઈ એટલે બધા ચોકીયાતે ઘસઘસાટ ઉંઘી ગયા.