SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રંત ચૌવન, ધનસ પત્તિ, પ્રભુત્વ, અધિકાર અને અવિવેક એમાંથી એકેક દ્વારા પણ ઘેાર અનર્થ થવાની સંભાવના રહે છે, તેા જ્યાં ચારે ભેગા થાય ત્યાં તા કહેવાનું જ શું ? કૌંસની પાસે આ ચારે વસ્તુ હતી. યુવાનીના જોશ હતા, ધન હતુ, રાજ્યના સ્વામી હતા, અને અવિવેકની તા કમી ન હતી. આ રીતે ચંડાળ ચાકડીની ઉત્પત્તિમાં અનની સૌંપૂર્ણ સામગ્રી વિદ્યમાન હતી. કોઈ વાતની કમીના ન હતી. તેના અત્યાચારાથી અને ક્રૂરતાપૂર્ણ વ્યવહારથી પ્રજા ત્રાસી ગઈ હતી. એક દિવસ કંસે જ્યાતિષીઓને મેલાવીને પૂછ્યું. શું આ સંસારમાં કોઈ એવા બળવાન છે કે મારા પરાજય કરીને મને હરાવે ? જ્યાતિષીએ મનમાં ને મનમાં ખેલવા લાગ્યા, અરેરે. કેટલું અભિમાન છે ? એને જરાપણુ ભાન નથી કે આટલેા અહંકાર કરુ છું ? આ અભિમાન મને ભેાંય પછાડી દેશે. આવા માણસેાને ડાહ્યો માણસ હિશિખામણ આપે તે પણ તેને રૂચે નહિ. નાગને દૂધ પીવડાવવાથી ઝેર બનવાનું છે તેમ આવા અભિમાનીને સારી શિખામણ દુઃખ રૂપ લાગે છે. કંસે પૂછ્યું ત્યારે જ્યાતિષીએ થેાડીવાર મૌન રહ્યા. કંસ કહે કેમ ખેલતા નથી ? જ્યાતિષીએને થયું, એનો અભિમાન ઉતારવા કહેવા દે, તેથી એક યાતિષીએ કહ્યું– અત્યારે તે પુરૂષના જન્મ થયેા નથી પણ વીરપુરૂષ હવે જન્મવાના છે. તે એવા ભડવીર થશે કે તમારા સસરાને હરાવી તેમનું રાજ્ય લઈ લેશે. તે યદુવ શનો ઉદ્ધારક થશે, અને આપના વિનાશકર્તા થશે. કંસ પૂછે છે-તે કાને ત્યાં જન્મ લેશે ? તેના કંઈક ચિહ્ન તા ચપટીમાં ચાળી ખતાબ. જ્યાતિષી કહે–તે કાલીનાગનુ માથુ ઉડાડશે. બે મલ્લયુદ્ધોને નાંખશે. શંખ ધનુષ્યને ચઢાવશે. ત્રણ ખંડા પર રાજ્ય કરશે, અને તમારા નાશ કરશે. * કંસ કહે પણ આપ એ તા કહેા કે તે કાના ઘેર જન્મ લેશે ? જ્યાતિષીએ કહ્યુ આપ હમણા એ વાત ન પૂછશે. તે મહાપુરૂષ અતિશય પુણ્યશાળી અને પ્રભાવશાળી થશે. તેમની સામે કાઇનું કાંઈ ચાલશે નહિ. અંતમાં તે જ તમારા વિનાશ કરશે. છેવટે વિચારીને જ્યાતિષીએ કહ્યું. તે મથુરામાં યદુવંશી વસુદેવને ઘેર દેવકી માતાને ત્યાં જન્મ લેશે. આ ભવિષ્યવાણી સાંભળીને કંસનુ હૈયુ' કપવા લાગ્યું. તેમણે જ્યાતિષીને વિદાય કર્યો અને પેાતાની પ્રાણ રક્ષાના ઉપાય શેાધવા લાગ્યા. ૩૬૪ કેટલેાક સમય પસાર થયા બાદ ક*સના નાના ભાઈ કસના ત્રાસથી ત્રાસી ગયા. કંસ લેાકેાને સતાવે, મારે, કઇક જીવાને મારી નાંખે અને દૂર પાપકર્મો કરે, એ કંસના નાનાભાઈથી સહન ન થયું. મને આજ્ઞા કરે તેા એ આજ્ઞાનું પાલન કરવા મારે પણ પાપ બાંધવા પડે ને! આવા પાપમય સસાર ન જોઈ એ. તે સ’સારથી વિરકત થઈ સાધુ બન્યા. ફરતાં ફરતાં કેટલાક સમયે તે મથુરા નગરીમાં આવ્યા. તે ગૌચરી લેવા નીકળ્યા છે. તે સમયે કંસની પત્ની જીવયશા દેવકીનું માથું ઓળી રહી હતી. તે ખૂબ ઘમંડી હતી. તેણે મુનિને કહ્યું-તમારા ભાઇ આવા રાજ્યના છત્રપતિ હાય, એક હાકે ધરતી ધ્રુજાવતા હાય ને તમે ભીખ માંગવા નીકળ્યા છે ? તમને શરમ નથી આવતી ? તમે અમારી આબરૂ ઘટાડી છે, માટે આ ભિખારીપણાને છોડી દો. સંતને કેવા શબ્દો
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy