SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૬ શારદા રત્ન માણસોના અંતરમાં પણ ઈરછાઓનું તાંડવ ચાલુ છે, અને અજ્ઞાન તથા મૂર્ખ ગણાતા મનુષ્યના અંતરમાં પણ ઈચ્છાઓનું તાંડવ ચાલુ છે. આનું કારણ શું ? એના નિવારણને ઉપાય કર્યો? આ પ્રશ્નોનો જે વિવેકપૂર્વક વિચાર કરતા નથી, તેઓ આ વિશ્વમાં ગમે તેવા વિદ્વાન અને બુદ્ધિમાન ગણાતા હેય પણ અબૂધ અને બુદ્ધિહીન છે. જન્મે ત્યાંથી આરંભીને મરે ત્યાં સુધી ઈચ્છા કર્યા કરવી પડે. કરેલી ઇચ્છાઓમાંની સેંકડે, હજાર કે લાખ અગર તેથી ય વધુ ઇચ્છાઓ વાંઝણી રહે. એક સમયે તીવ્ર ઈચ્છાથી પ્રાપ્ત કરેલી વસ્તુઓનો પણ બીજા સમયે વિગ પડે છે. જેમ જેમ ઇચ્છા ફળતી જાય તેમ તેમ ઇરછા ઘટવાને બદલે વધ્યે જાય, છતાં જે માણસ એનું કારણ શોધવાનો પ્રયત્નશીલ નથી બનતે કે એવી દશાના નિવારણને ઉપાય શોધતું નથી, તેને કોણ બુદ્ધિમાન કે વિદ્વાન કહે? | મયણરેહાના મનમાં થયું કે હું દીક્ષા લઉં ને પછી મનમાં એમ ઈરછા થાય કે હું મારા પુત્રને જેવા ન પામી. માટે એક વાર મારા પુત્રનું મુખ જોઈ લઉં, પછી દીક્ષા લઈશ. મયણરેહા હાથમાં આવેલી આ તકને જવા દેવા માંગતી ન હતી. પોતાના ને પુત્રના જન્મ-જન્મ એને જાણવા હતા. સ્નેહતંતુના તાણાવાણું કંઈ ઓછા મજબૂત હોય છે! તેથી મયણરેહાએ મુનિને કહ્યું- હે ગુરૂદેવ! વનમાં મારા પુત્રને અડધી સાડીની ઝળીમાં સૂવાડી વૃક્ષ ઉપર લટકાવ્યો હતો, તે મારા એ પુત્રનું શું થયું ? એ જીવ તો છે ને ? ત્યાં છે કે કઈ લઈ ગયું છે? અર્થાત્ મારા એ પુત્રે એવું તે કેવું કર્મ બાંધ્યું હશે કે જેથી જન્મ થતાંની સાથે જ એના ભાગે માતાને વિગ લખાય! મુનિએ કહ્યું–હે સતી ! આ જીવનમાં અસ્ત-ઉદય લાવનારી, આનંદ-આકંદની દેન કરનારી કર્મસત્તા છે. એ સત્તા કોઈના હાથ નીચે નથી. એ સત્તાએ આખા જગતને પોતાના હાથ નીચે દાબી રાખ્યું છે. મુનિ ચાર જ્ઞાનના ધણી હતા. તેમણે કહ્યું–તમે પુત્ર વિષે કોઈ ચિંતા ન કરે. મુનિએ કહ્યું, બાળક જીવતે છે. એટલું સાંભળતા સતીના હૈયામાં ઠંડક વળી ગઈ. હવે મુનિ તેને (બાળકો) પૂર્વભવ કહે છે. " મુનિ કહે છે કે હે બહેન ! તારા પુત્ર અને પદ્મરથ રાજાને સંબંધ આ ભવને નથી, પણ ઘણું ભવથી ચાલ્યો આવે છે. પૂર્વકાળમાં જંબુદ્વીપના પૂર્વવિદેહમાં પુષ્પકલાવતીના મણિરણપુર નગરમાં અમિતયશ નામના ચક્રવતી રાજાને પુષ્પશિખર અને રશિખર નામના બે પુત્રો હતા. આ બંને ભાઈઓને સંતના ઉપદેશથી સંસાર પર તિરસ્કાર છૂટયો. ચક્રવતીના ઘરના વૈભવ-વિલાસ વિષ ભર્યા અન્નની માફક આકરા લાગ્યા. એમાં રાચવામાંઅમૂલ્ય જીવનધન એળે જતું લાગ્યું. એમ વિચાર કરી ચક્રવતીના સુખોને ઠેકર મારી ચારિત્ર માર્ગ સ્વીકાર્યો. સોળ લાખ પૂર્વ સંયમ પાળી સંયમની સુંદર સાધના કરી બારમા દેવલોકે ગયા. દેવકનું આયુષ્ય પૂર્ણ કરી ધાતકીખંડના ભરતક્ષેત્રમાં હરિષણ રાજાની સમુદ્રદત્તા રાણીની કુક્ષીએ જેડકા રૂપે અવતર્યા. ત્યાં એકનું નામ સમુદ્રદત્ત
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy