SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન માફી આપ. હવે તું મારી બેન છે. મયણરેહા કહે ભાઈ! મારી ઈચ્છા સંયમ લેવાની છે. મેં સંસારને જોઈ લીધે. સંસારમાં કાંઈ સાર નથી. મને સાચવીને યોગ મળે તે હું દીક્ષા લઈ લઈશ. બેન ! ધન્ય છે તને! ધન્ય છે તારા જીવનને ! એમ કહેતા મણિપ્રભની આંખમાંથી આંસુ સરી પડયા. મયણરેહા સંયમ લેવાનું વિચારી રહી છે, પણ માતૃહૃદય છે ને ! તેને પિતાને પુત્ર યાદ આવ્યા. સતીના મનમાં થયું કે હું જંગલમાં મારા બાળને ઝોળીમાં સૂવાડીને આવી છું. તેનું શું થયું હશે? હું દીક્ષા લઈ લઉં ને મારી આ ઈચ્છા રહી જાય તે પાછળ પસ્તાવાનો વખત આવે. આ તે શીરસાટાના ખેલ છે માટે ઈચ્છાને મૂળમાંથી નાશ કરી પછી દીક્ષા લઉં. જે ઈચ્છા રહી જાય તે પછી સંયમ લેવા છતાં મન ચલિત થઈ જાય. રહનેમિએ રાજેમતીને ગુફામાં જોઈ અને તેનું મન ચલાયમાન થયું, તેમાં મૂળ કારણ વાસના, ઈચ્છા રહી ગઈ હતી. જેમકુમાર જ્યારે રાજુલને પરણ્યા વિના પાછા ફર્યા ત્યારે રહનેમિએ રાજેતીને પરણવા માટે પહેલા થેલી વસ્તુઓ એકલી ને પછી તે પોતે ગયા ને કહ્યું, હે રામતી ! તને છોડીને જનાર નેમ તે કાળા હતા ને હું તે તારા જેવો રૂપાળો છું, માટે તું રડીશ નહિ અને મારી સાથે લગ્ન કર. રાજેમતીએ કહ્યું, હું દુનિયામાં એક વાર તે તમારા ભાઈની પત્ની કહેવાઈ ગઈને ! સગપણ થયું. લગ્ન કરવા આવેલા તેરણથી પાછા ફર્યા માટે હું કેમકુમારની પત્ની છું, એમ તે બધા જાણે છે. મેં તે મનથી જેને પતિ માન્યા હતા તે સિવાય હવે બીજા કેઈ મારે ન જોઈએ. તમારું કુળ કે? જાતિ કોણ? કંઈક તે વિચાર કરે ! રાજેમતીએ ત્યારે રહનેમીને ખૂબ ફટકાર્યા હતા, તેથી રહમી પાછા ગયા, પણ મનમાંથી ઈચ્છા ગઈ ન હતી, તેથી ગુફામાં જેમતીને જોતાં જે અંકુરો રહી ગયો હતો તેને ફણગો ફૂટ ને રાજેમતી પાસે અષમ માંગણી કરી, ત્યારે રાજેમતીએ જે વચને કહ્યા તે વચનોથી શાન ઠેકાણે આવી ગઈ ને ચારિત્રમાં બરાબર સ્થિર થયા. મૂળમાંથી વાસના (ઈચ્છા) નાબૂદ થઈ ગઈ. આ સંસારમાં જે કોઈ જીવ ઈચ્છા કરવાનું સામર્થ્ય ધરાવે છે, તેની ઇરછાઓ કેટલી ? એ ઇચ્છાઓનું કોઈ માપ નથી. એ ઈચ્છાઓની કઈ ગણના કે સીમા નથી. એ માપ વિનાની, ગણના વિનાની, સીમા વિનાની ઇરછાઓ જગતના જીવોને સંતાપે છે. પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે જગતના જીવ આપત્તિઓની સામે થયે જાય , છે. આપત્તિઓ વેઠવા છતાં ઇચ્છાઓ સફળ થતી નથી તે ભારે નિરાશા અનુભવે છે, અને ઈચ્છાઓ સફળ થાય છે, તો નવી ઈરછાઓ જન્મે છે. એટલે નવું દુખ ઉત્પન્ન થાય છે. આ સંસારમાં એક પણ જીવ એવો નથી કે જેની બધી ઈચ્છાઓ ફળી હોય. એવો પણ જીવ શો નહિ જડે કે જેની અમુક ઈરછાઓ ફળ્યા પછી તે ઈચછા રહિત બન્યો હોય. વિશ્વના બધા જીવો પોતપોતાની ઈચ્છા સફળ બને તે માટે અવિરતપણે માનસિક, વાચિક અને કાયિક પ્રયત્ન કરી રહ્યા છે. છતાં જ્યાં જોઈએ ત્યાં ઈચ્છા તાંડવ અખલિતપણે ચાલી રહેલું દેખાય છે. જગતમાં વિદ્વાન અને બુદ્ધિમાન ગણાતા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy