SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ રારિકા રત્ન ૩૪૫ એને આંખ નથી. કર વાઘ, સિંહ, નિર્દોષ હરણિયા પર ત્રાપ મારે એમ મુકામાં પવિત્ર સતી પર ત્રાપે છે પણ એ મૂઢને ખબર નથી કે એમ કરવા જતાં કાં પિતાને વિનાશ થાય છે અથવા તો સતી પોતાનું શીલ સાચવવા આત્મઘાત કરતાં એનું માત્ર મડદુ એના હાથમાં આવે છે ! મણિપ્રભનો પશ્ચાતાપ:-મુનિને ઉપદેશ મણિપ્રભે સાંભળ્યો. મહામુનિએ શું પીરસ્યું ? એમણે ધર્મદેશનાનો જે ધોધ વહેવડાવ્યા એમાં મણિપ્રભ વિદ્યાધરના દિલની કુવાસનાના કચરા તણાઈને સાફ થઈ ગયા. કુબુદ્ધિના મેલ ધોવાઈ ગયા. પરસ્ત્રીને ભ્રષ્ટ કરવાની પિશાચી લીલા ખેલવા તૈયાર થયેલા પિતાના આત્મા પર ભારે જુગુપ્સા થઈ, અત્યંત તિરસ્કાર છૂટ. એને થયું કે અરે ! હું કે અધમાધમ ! કે પાપી ! કે નફટ અને નિષ્ફર! કયાં કુળને અજવાળનારા આ કુળ દીપક મારા પિતા ! અને કયાં એ જ કુળની શોભાને બાળી ભસ્મ કરવા તૈયાર થયેલે હું કુલાંગાર પુત્ર ! કયાં એમનું નિર્મળ અને સર્વોત્તમ બ્રહ્મચર્ય ! અને કયાં મારા વિષયભોગની પણ મર્યાદા વટાવી વિકસેલ દુરાચાર ! પિતાએ રાજ્ય આપ્યું, કન્યાઓ પરણાવી, છતાં હું દુરાચારના ભાગને ભખાર ! નરકને પ્રવાસી! ધિકાર છે આ કામવાસનાને ! બંધુઓ ! જુઓ, સત્સંગનું બળ કેટલું છે! મણિપ્રભના જીવનને કેટલો પલ્ટે ! તમારી લાની મિલકતમાં છે એ શક્તિ કે જીવન પલ્ટાવી શકે ! વિદ્યાધર રાજા ભાન ભૂલ્યા પણ મુનિની વાણી સાંભળતા પોતાની ભૂલ સમજાઈ ગઈ. આગળના માનવીના જીવનમાં કયારેક ભૂલ થતી, પણ પ્રસંગ આવે એ ભૂલના પ્રાયશ્ચિત માટે પ્રાણ દે પડે તે દઈ દેતા. ઈતિહાસમાં એક વાત આવે છે. જહાંગીર નામના એક બાદશાહ થઈ ગયા. તે ખૂબ ન્યાયથી રાજ્ય કરતા હતા. તેમને નૂરજહાં નામની બેગમ હતી. તે ખૂબ ક્રૂર સ્વભાવની હતી. તેને શિકારને ખૂબ શોખ હતો. રાત્રે ચાંદની ખીલી હોય તેવા સમયે તે રાત્રે શિકાર કરવા માટે જાય ને રાત્રે ઉડતા નિશાચર પંખીઓને વીંધીને ભેંય પાડતી ને આનંદ માનતી. જહાંગીર બાદશાહ એના મોહમાં પાગલ બનેલે હતા. એટલે એને આ કાર્યમાં પૂરો સાથ આપતે. નૂરજહાં પોતાના શોખ ખાતર નિર્દોષ પ્રાણુઓના પ્રાણ લેતી, અને ભયંકર હિંસા થતી. જે રાજા અહિંસક હોય તે હિંસા અટકાવી શકે પણ રાજા જ્યાં હિંસક હોય ત્યાં હિંસા કયાંથી અટકાવી શકે ? એક વખત અભયકુમાર મહેલની બારીએ બેઠા હતા. ત્યાં એક ટેળું નીકળ્યું. તે બધા માંસાહારી હતા. તેઓ વાત કરતા હતા, કે હમણાં માંસ સસ્તુ ને સેંઘું છે, માટે ખાવાનું ભૂલતા નહિ. આ શબ્દો અભયકુમારને લાગી આવ્યા. અહ! મારા દેશમાં આટલે માંસાહાર થઈ રહ્યો છે. મારા દેશની આ સ્થિતિ ! તેમણે જીવની રક્ષા માટે કિમિયો કર્યો અને જાહેર કર્યું કે મહારાજા ઘણા બિમાર પડયા છે. તેમને સારું કરવા માટે એક તોલા કાળજાના માંસની જરૂર છે. જે તેલે માંસ આપશે તેને બે લાખ રૂપિયા આપવામાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy