SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ શારદા રત્ન વાવીએ તા શુ થાય ? (શ્રોતામાંથી અવાજ-ખાવળ જ મળે.) તેમ જે શત્રુતાપૂર્ણ, કુરતાપૂ કે ઈર્ષ્યાપૂર્ણ વિચાર કર્યા તે સમજી લેજો કે નરક તમારા બારણે ટકેારા મારી રહી છે. તિય ચગતિ તમને તેડવા આવીને તમારા જીવન બારણે ઉભી છે. કોઈ પણ હાય, સંસારી હોય કે સાધુ હોય. વિચારાથી માણસ સ*સારી છે. વિચારાથી સાધુ છે. પ્રસન્નચ'દ્ર રાષિએ સાતમી નરકમાં જવાના કર્મો કેવી રીતે ભેગા કર્યો ? વેષ તેમના સાધુના હતા પણ વિચાર તેમના ત્યારે નખશિખાન્ત સંસારીના હતા. ભરતચક્રવતી અરિસાભુવનમાં કેવળજ્ઞાન કેવી રીતે પામ્યા ? વેષ તેમના પૂરેપૂરા સંસારીના હતા પણ વિચારથી તે ત્યારે પરિપૂર્ણ સાધુ હતા. વિચારાએ ભરત ચક્રવર્તી ને વીતરાગી બનાવી દીધા. સજ્ઞ બનાવી દીધા. આત્મભૂમિમાં જેવા વિચાર-ખીજ વાવીશું, તેવું જીવનવૃક્ષ એ વિચારખીજમાંથી વિકસિત થશે. વિચાર શક્તિના અદ્ભૂત પ્રભાવ છે. જાગૃત રહીએ તેા વિચાર શુદ્ધ રહી શકે છે. જાગ્રતિ ચાલી ગઈ, ભાન ભૂલાયુ અને ઝોકું ખાધું તા ગયા. મણિપ્રભ ભાન ભૂલ્યા તેા સતીના શીલ પર તરાપ મારવા ઉઠયા, તેથી તે તેવા વિચારો કરી રહ્યો છે. મુનિ તેા ચાર જ્ઞાનના ધારક હતા. તેમણે પુત્રના મનેાગત મલિન ભાવ જોયા. અહા ! આ તે। મહાસતીને મહારાણી કરવી છે. એનુ· · મન ઉન્માર્ગે ચઢી ગયુ છે. તે એ ધશિક્ષાને ચેાગ્ય છે. આ પ્રમાણે વિચાર કરી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઇને મુનિએ એવી દેશના શરૂ કરી કે જે મણિપ્રભના દિલમાં ખળભળાટ મચાવી મૂકે. શું સંભળાવ્યું હશે ! સંતા વ્યાખ્યાન કરે ત્યારે શ્રોતાઓને જોઇને કરે. તેમાં તમે ભણેલા હાય, બ્રાહ્મજ્ઞાન મેળવ્યુ હોય તો વક્તાને વ્યાખ્યાનમાં એર રંગ આવે. જે જાતના શ્રોતા હાય તે જોઈને સતા ઉપદેશ આપે જેથી એ સમજી શકે કે મુનિએ શેા ઉપદેશ આપ્યા ? મુનિની દેશના :-આ જગતમાં વિષયાના કીડા ખનેલા જીવની કેટલી દુર્દશા છે. તે ઉચ્ચ કન્યને ભૂલે છે. ઉંચા માનવભવ સુધી આવેલા ત્યાંથી ભ્રષ્ટ થઈ પાછે વિષયાસક્તિના ધાર વારસા સાથે નીચા પશુ વગેરેના અવતાર પામે છે. વિષયાની ગંદી રમત, કાયાના કારમા તાફાન મચાવે છે. એમાં ય અહીં માનવભવમાં જે પરસ્ત્રીલ પટ બને છે, તેની આ લાકમાં તેા અપકીર્તિ થાય છે અને પરલેાકમાં નરક જેવી ગતિમાં નરકની ભીષણ ભટ્ટીઓમાં ઉભા ઉભા સળગવાના વગેરે કારમા દુઃખા સહન કરવા પડે છે. ત્યાંના દુઃખાની તા ગણુના શું કરવી ? ત્યાં ગરમી તેા એટલી બધી હાય છે કે અહીં રેલ્વેગાડીના પથ્થરીયા કોલસા સળગીને લાલચાળ થઈ ગયા હૈાય તેવા કોલસા પર નરકના નારકીને લાવીને બેસાડવામાં આવે તે એ હાશ કરીને બેસે. આ પરથી આપ કલ્પના કરી શકો કે નરક ગતિમાં કેવા દુઃખ હશે ! અહી ́ જે પરસ્ત્રીગમન કરે છે તેને ત્યાં પરમાધામી ધગધગતી પુતળી સાથે આલિંગન કરાવે છે. આવા મહાન દુઃખા જીવને ભાગવવા પડે છે, પણ વિષયાંધને આ કયાં વિચાર છે! એને તે એક લત છે વિષયભોગની. પછી એ મહાસતીના પણ સૌંદર્ય લૂંટવા કેમ તૈયાર ન હોય ! એ નથી જોતા કૂળ, નથી જોતા ધર્મ કે નથી જોતા પરલેાક. સામા જીવના વીંધાઇ જતા હૃદયને જોવા માટે
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy