SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ કુલર શારદા રત્ન મિત્રોની સાથે અલકમલકની વાત કરી. શેઠજી સૂવા માટે પોતાની રૂમમાં પધાર્યા. ડીવારમાં તે રાત્રીના દશ વાગે આંધી આવી. વીજળી ઝબૂકવા લાગી. ભયંકર મેઘગર્જનાઓ થવા લાગી. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. આ તેફાનને કારણે કેટલાય મકાનો જમીનદોસ્ત થયા. સમુદ્રમાં નાવ તથા સ્ટીમરો હીંચકાની માફક ઝુલવા લાગી અને બાંધેલા બંધનથી છૂટી થઈ બંદરની બહાર નીકળી ગઈ. પેલા શેઠની સ્ટીમર પણ તેમાં ભરેલા કિંમતી માલ સહિત કીડા કરવા લાગી જાણે એ એમ ન કહેતી હોય કે મારા શેઠ રમે છે તે હું પણ કેમ ન રમું ? આ તોફાનથી શેઠની નિદ્રા ઉડી ગઈ. તે વિચારના વમળમાં અટવાઈ ગયા કે આ ભયંકર તેફાનમાં મારી સ્ટીમર બચશે કેવી રીતે? તોફાન ભયંકર છે. એમાંથી મારી સ્ટીમર બચવી મુશ્કેલ છે, છતાં જો બચશે તે એક લાખ રૂપિયા ગરીબ, અપંગ, અનાથ, નિરાધારોને દાન માટે વાપરીશ. એક લાખ રૂપિયા ધર્મક્ષેત્રોમાં, એક લાખ જ્ઞાનખાતામાં, એક લાખ ગરીબ વિદ્યાર્થીઓની સહાયતામાં, એક લાખ સ્વમીને રાહતમાં, આ રીતે વાપરીશ, પછી પ્રાર્થના કરતા કહે છે હું શાસનદેવ! કઈ પણ રીતે મારી સ્ટીમર સહીસલામત રહે એવું કરજે. ( આ પ્રમાણે પિકાર કરે છે, ત્યાં સ્ટીમરના કપ્તાન તથા તેના રક્ષકો બરાબર બાર વાગે શેઠ પાસે આવ્યા ને સમાચાર આપ્યા કે શેઠ ! સ્ટીમર બારામાંથી બહાર નીકળી ગઈ અમે મરણને માથે રાખી દોઢ કલાક સુધી તેને પત્તો મેળવવા ઘણી મહેનત કરી, પણ કયાંય પત્તો પડયો નહિ. આ પ્રમાણે કહી તે માણસે પોતાના ઘેર ગયા અને પેલી સ્ટીમર તે પાણીમાં ડૂબી ગઈ. સવાર થતાં શેઠ સમુદ્ર કિનારે જઈ તેની તપાસ કરે છે પણ તેની નામનિશાની મળી નહિ. શેઠના દિલમાં ખૂબ આઘાત લાગ્યો. આંખેથી અશ્રુ વહાવતા શેઠ ઘેર પાછા ગયા. તેમના મનમાં પિતે કરેલી ભૂલને ખૂબ પશ્ચાતાપ થવા લાગે. બંધુઓ ! જેના વીમા ઉતરી ગયા. નૌકા સહીસલામત બંદર પર આવી ગઈ. પણ માલ ઉતારવાના સમયે થોડો પ્રમાદ કર્યો તે કેટલું મેટું નુકશાન થયું ! લોકોને આ વાતની ખબર પડતાં લેદારો શેઠના ઘેર ઉમટી પડ્યા. આખરે દેવાળુ કાઢવાને પ્રસંગ આવ્યો. તેમની લાખની આબરું કડીની થઈ ગઈ. આ દષ્ટાંત સાંભળતા આપ બધાને એમ થશે કે શેઠ કેવા મૂર્ખ ગણાય, પરંતુ જે ખૂબ ધ્યાનથી વિચારશું તે એમ લાગશે કે શેઠ કરતાં અજ્ઞાની જ વધારે મૂર્ખ છે. આ ન્યાય આત્મા પર ઘટાવીએ. સંસારી જીવોની સ્ટીમર નિગદ રૂપ ચીકાગોથી નીકળી છે. જ્યાં તે અનંત કાળ સધી પડી હતી. ત્યાંથી નીકળીને પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને પ્રત્યેક વનસ્પતિ રૂપ મહાસાગરમાં અસંખ્યાત કાળ રહી, ત્યાંથી નીકળી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌઈન્દ્રિય રૂ૫ પાણીમાં સંખ્યા કાળ વીતાવ્યા. ત્યાં અકામ નિર્જરા કરતા પુણ્યરૂપ પવનના જોરથી સ્ટીમર આગળ વધી અને પંચેન્દ્રિયમાં આવી. પંચેન્દ્રિયના અનેક ભેદ છતાં મુખ્યત્વે ચાર ભેદ–નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવતા રૂપ બરફના પહાડોમાં અથડાતી અથડાતી આ મનુષ્ય લોક રૂપ ૪પ લાખ જન વિસ્તારવાળા મહાસમુદ્રમાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy