________________
શારદા રત્ન
ક૧૧
ચારિત્રના પાંચ ભેદ છે. સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, સુકમપરાય અને યથા ખ્યાત. ઋષભદેવ પ્રભુ અને ભગવાન મહાવીર સ્વામીના સમયમાં પાંચે ચારિત્ર લાભ. અને વચલા ૨૨ તીર્થકરના વારામાં ત્રણ ચારિત્ર તે સામાયિક, સુકમ સં૫રાય અને યથાખ્યાત ચારિત્ર અને મહાવિદેહમાં પણ આ ત્રણ ચારિત્ર લાભ. પરિહાર વિશુદ્ધ ચારિત્ર ભારત અને ઈરવત ક્ષેત્રમાં હોય. મહાવિદેહમાં ન હોય. ભરત-ઈરવત ક્ષેત્રમાં પણ પહેલા અને છેલ્લા તીર્થકરના વારામાં હોય. વચલા ૨૨ તીર્થકરના વારામાં ન હોય. કારણ કે વચલા ૨૨ તીર્થકરોના પરિવાર ઋજુ અને સરળ હોય છે. પરિહાર વિશુદ્ધ ચારિત્ર જેને લેવું હોય તે તીર્થંકર પાસે લઈ શકે. પ્રથમવાર આ ચારિત્ર બીજા કેઈ પાસે ન લઈ શકે. અને તે લેનાર પોતે એક પેઢીને આપે પણ તેઓ લીધા પછી બીજાને આપી ન શકે, તેથી આ ચારિત્ર બે પેઢી સુધી જ ટકી શકે. આ ચારિત્રને કાળ ૧૮ માસ છે. માટે પાંચમા આરામાં પરિવાર વિશુદ્ધ ચારિત્ર ન હોય. તેઓ ઉત્કૃષ્ટ તપ અને સારી રીતે ચારિત્રનું પાલન કરવા છતાં કાળ કરીને જઘન્ય પહેલા દેવલોકે ઉત્કૃષ્ટ આઠમાં દેવલોક સુધી જાય. પછી આગળના દેવ કે જતા નથી. કારણ કે તેઓ અહંભાવથી ચારિત્ર પાળે છે. આ રીતે ચારિત્રના સામાયિક આદિ અનેક ભેદ છે, છતાં પણ વિરતી, સામાન્યની અપેક્ષાએ એક સમયમાં તે એક જ હોય છે. તેથી વરિને ચારિત્ર એક કહ્યું છે. માટે જ્ઞાની ભગવંતે કહ્યું છે કે આવા દુર્લભ માનવ જીવનમાં જ્યાં સુધી કેવળજ્ઞાન, કેવળદર્શન અને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવાત્માને અજંપ રહેવું જોઈએ, માટે જીવનમાં અપ્રમત્તભાવ કેળવા જોઈએ. વ્યવહારમાં પણ જોઈએ છીએ કે જે પ્રમાદ કરે છે તેને કેટલું નુકશાન થાય છે. હું દાખલ આપીને સમજાવું.
એક વેપારીની સ્ટીમર ચિકાગોથી નીકળી. જેમાં સેનું, ચાંદી, હીરા, માણેક આદિ ઘણી કિંમતી વસ્તુઓ ભરેલી હતી. રસ્તામાં સમુદ્રમાં થતા ફાનોને દૂર કરતી પુણ્યોદયે સામા કિનારે સહીસલામત પહોંચી. તેના કપ્તાને શેઠના ઘેર જઈને ખબર આપી કે આપની સ્ટીમર બંદરમાં આવી છે, તેથી આ૫ સામાન ઉતરાવવાને માટે ત્યાં પધારો. આ સમાચાર સાંભળતા શેઠના આનંદનો પાર ન રહ્યો. હૈયામાં હર્ષની હેલી ચઢી. અનાદિકાળથી જીવને જેટલે ભૌતિકને રસ—આનંદ છે, તેને અંશ રસ હજુ આત્મકલ્યાણ માટે નથી જા. કપ્તાને વધામણી આપી તે સમયે શેઠ પોતાના મિત્રોની સાથે સેગઠાબાજીની રમત રમી રહ્યા હતા, તેથી તેઓ ઉઠયા પણ નહિ ને મુનિમને હુકમ પણ ન કર્યો. શેઠના મનમાં એમ કે આ બાજી પુરી કરી હમણું ઉઠું છું, પણ રમતમાં રસીક બનેલા શેઠને સમય કયાં પસાર થઈ ગયે તેની ખબર ન રહી, અને થોડીવારમાં સૂર્યાસ્તને સમય થઈ ગયે. ગામમાં ને ઘરમાં લાઈટને પ્રકાશ પથરાઈ ગયે.
શેઠે વિચાર કર્યો, અત્યારે તે રાત્રીને સમય થઈ ગયે, રાતો જવું નથી. પ્રાતઃકાળ થતાં હું જલદી બંદરે પહોંચી જઈશ ને માલ ઉતરાવવાનું કામ કરીશ. એમ વિચારી થોડી વાર