SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ શારા રત્ન ૨૬૫ થ, સમય જતાં સાધુ ત્યાં આવે છે. મુનિને જોતાં પૂર્વનું વેર યાદ આવતા મુનિને ડંખ દેવા ગયે. મુનિએ તેને દૂર કરવા પ્રયત્નો કર્યા પણ નાગ દૂર ન ગયો. ત્યાં પણ સપના ઝેર કરતા વરના મહાઝેરે મુનિએ તેજલેશ્યાથી ક્ષણવારમાં હતા ન હતે કરી દીધે. કેટલા જીવોની ઘાત ! પાંચ પાંચ જીવોની ઘાત થઈ. મુનિને હજુ તે જ ભવ છે. પણ પક્ષીના ભવ બદલાયા કરે છે. ભગવાનને સાધક મુનિ એક કીડીને ન દુભવે અને છકાયજીવોની રક્ષા કરે તે મુનિએ તેજુલેશ્યાના કારણે પાંચ પાંચ જીવને મારી નાખ્યા. હજુ પણ આટલેથી વરની વણઝાર અટકતી નથી. નાગ મરીને ગરીબ બ્રાહ્મણને ત્યાં પુત્ર રૂપે થયો. અરેરે... મહા તપસ્વી મુનિના હસ્તે કેટલી અગનજાળને છેડતી ભસ્મરેખા છૂટી! વરને ખાડે ઊંડે ને ઊંડો ખેદા ગયો. કેટલાક સમય વ્યતીત થયા બાદ ત્રિવિક્રમ મુનિ ફરતા ફરતા તે જ ગામમાં આવ્યા. પૂર્વથી વરને પવન ફૂંકાતે હતે. ગાનુયોગ બ્રાહ્મણ પુત્રે મુનિને જોયા. મુનિને જેવાથી નયનોમાંથી નેહ નીતર જોઈએ. તેને બદલે લાકડીઓ અને પથ્થરોથી મુનિને મારવા લાગ્યો. કારણ વિના ક્રૂરતા દેખી મુનિનું હૈયું કંપી ઉઠયું. આંતર વૈભવ આડે વાદળું ઘેરાયું અને એ ઘેરાયેલા વાદળામાંથી તણખા ઝર્યા ને ફટ કરતી તેજુલેશ્યા છોડી. ત્યારે એ બ્રાહ્મણપુત્રના મનમાં એ વિચાર આવ્યો કે અરર.મુનિ તે બિચારા ! સાવ નિર્દોષ છે. મેં તેમને પહેલા લાકડી ને પથ્થરના પ્રહાર કર્યા ત્યારે મુનિને આવું ; કરવું પડ્યું ને! દેષ મારો છે. મુનિને નથી. આ ભાવનામાં મરી ગયા. ત્યાંથી મરીને વારાણસી નગરીમાં મહાબાહુ નામે રાજા થયા. આટલા પાપની પાછળ પણ પુણ્યને અંશ છૂપાયેલ હશે જેથી પશુમાંથી માનવ, અને માનવમાંથી રાજા બન્યા. એક વખત મહેલના ગેખે બાહ્ય સૃષ્ટિનું અવલોકન કરતા એક પવિત્ર સંતના દર્શન થયા. મુનિને જોતાં તેમના મનમાં થયું કે મેં “આવું કંઈક” જોયું છે. જેમ મૃગાપુત્ર મહેલના ઝરૂખે બેઠા હતા ને રસ્તામાં પસાર થતાં મુનિને જોયા. મુનિને જોતાં તેમની આંખડી તેમના પર ઠરી ગઈ ને મનમાં થયું કે મેં આવું કયાંક જોયું છે. જોતાં શુદ્ધ વિચારધારાએ ચઢતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમ અહીં પણ રાજકુમારે મુનિને જોયા. અગમ્યની ગહનતામાં ઊંડા ઉતરી ગયા ને ત્યાં જાતિસ્મરણ જ્ઞાન થયું. જ્ઞાનમાં પૂર્વે ત્રિવિક્રમ મુનિના કેપથી મરણ પામેલા સાત સાત ભવોનું દશ્ય જોયું. અહો ! આ મુનિને પાપ કરાવવામાં નિમિત્તભૂત હું છું. સંતનો દેષ નથી. દોષ મારે છે. આ ભવમાં દષ્ટિ બદલાણી. સ્વદેષ જોયે. જ્યારે આપણે સ્વદેષ જોઈશું ત્યારે સમજવું કે હવે આપણું કલ્યાણ દૂર નથી. આ રાજકુમારે મુનિને શોધવા માટે અડધે શ્લોક બનાવ્યો. વિદા રાવર સિરો, ઉપ પy: KTI દ્ધિના આ શ્લોક લખીને મંત્રીને આપ્યું ને કહ્યું, જે આ શ્લોક પૂરો કરી આપશે તેને હું એક લાખ સોનામહોર આપીશ. ગામના બધા લોકે શ્લેક પૂરો કરવા પ્રયત્ન કરે છે, કારણ કે લાખ સેનામહોર મળવાની છે. આ શ્લોક આખા નગરમાં ગુંજતે થઈ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy