________________
શારદા રને
૨૪૫ જાય, માટે કેઈને ત્યાં થાપણ મૂકીને જઈએ, પાછા આવીશું ત્યારે લઈ લઈશું.અહીં મૂકવી કેને ત્યાં ચારે મુંઝાય છે. થોડું ચાલ્યા ત્યાં એક કૂવે આવ્યો. કૂવા કાંઠે ચાર સખીઓ સાથે પાણી ભરવા આવી. એમને જોઈને કોણ જાણે કેમ પેલા વણિકોને ઈચ્છા થઈ અને વિશ્વાસે પૂછ્યું, બેને ! અમારી એક વાત સાંભળશે. અમારી પાસે ૫૦૦ સોનામહોરો છે. અમારે બહારગામ કમાવા માટે જવું છે. તો અમારી ૫૦૦ સોનામહોરો સાચવશો? ચારે સખીઓએ હા પાડી, એટલે ચારે મિત્રોએ ચારે સખીઓને સરખે ભાગે ૧૨૫-૧૨૫ સેનામહોર સાચવવા આપી દીધી. ચારે સખીઓ થાપણ લઈને ઘેર જવા તૈયાર થઈ. ત્યાં એક મિત્રે કહ્યું, બેને ! અમે આપને ઓળખતા નથી. આપના વિશ્વાસે તમને સેપી પણ તમે કયાં રહો છો? તે તે કહેતા જાવ, જેથી અમને જરૂર પડે ત્યારે શોધવામાં મુશ્કેલી ન પડે.
પહેલી સખી કહે, મારું ઠેકાણું “હાથમાં ઘર” છે. મિત્રો મૂંઝાયા. આ તે કંઈ ઠેકાણું કહેવાય! અમે કેવી રીતે આપનું ઘર પૂછતાં આવીએ. બીજી સખીને પૂછ્યું, તમારું ઠેકાણું કયાં? તેણે કહ્યું, “ઘરમાં ઘર” છે. ત્રીજીને પૂછયું, તે કહે, મારું ઠેકાણું
આંખમાં ઘર” અને એથીએ કહ્યું, “પર ઘર વાસ” છે, ત્યાં રહીએ છીએ. આમ * બેલીને ચારે સખીઓ ચાલી ગઈ. ચારે મિત્રો મૂંઝાયા. આપણે બહુ ઉતાવળા બનીને, કાર્ય કર્યું. કહેવત છે ને “ઉતાવળા સો બાવરા, ધીરા સે ગંભીર.” કઈ પણ કામમાં ખૂબ ઉતાવળ કરીએ તે પાછળથી પસ્તાવાને સમય આવે છે, માટે કઈ પણ કાર્ય કરતાં પાંચ મિનિટ ધીરજ ખમી જવી, તે કંઈ નવો રસ્તે નીકળે. એક મિત્ર કહે, વગર વિચાર્યું કામ થયું. થાપણ આપી દીધી, ધન વિના ધધ નહિ, ધંધા વિના ધાન્ય નહિ ને ધાન્ય વિના કાર્ય નહિ. હવે શું કરવું? બીજો મિત્ર કહે-હવે ડહાપણને દરિયો ડહળવાથી શું? આટલું બધું ડહાપણ હતું તે કાર્ય કરતા પહેલાં કહેવું હતું ને! પછી કહ્યું, એમાં ગુને તે નથી કર્યો ને ? તમારી થાપણ ભલે રહી. હું મારી લઈ આવીશ, અને પછી બહારગામ જઈશ.
મિત્ર! એમ નથી કરવું. વાટે ને ઘાટે ભાત છેડીએ પણ સાથ ન છેડીએ. તું જેમ કરશે તેમ અમે પણ કરીશું. બસ, તે ચારે સખીઓના જ્યાં ઘર છે ત્યાં તપાસ કરે અને થાપણ મેળવો, પછી કમાવા જઈશું. ચારે મિત્રો તપાસ કરવા લાગ્યા, પણ સંકેત પ્રમાણે રહેઠાણની જગ્યા મળતી નથી. ચારે સખીઓ ભારે બુદ્ધિશાળી. બુદ્ધિ તે સૌની સ્વતંત્ર છે. કેઈની દીધી દેવાતી નથી. ચારે સખીઓ ગજબની નીકળી. આપણને શીશામાં ઉતાર્યા. ચારેના મુખ ઉદાસ થઈ ગયા. જે ધન માટે ગામ છોડયું, ઘર છોડ્યું, સ્નેહીઓ છોડ્યા, તે ધન ક્ષણમાં હાથતાળી આપીને ચાલ્યું જાય તે કેવું થાય ? એક હિંમતવાન મિત્રે કહ્યું. આપત્તિના સમયમાં હિંમત રાખીને કેઈ માર્ગ તે કાઢવો જ પડશે ને! ચાલો આપણે રાજા પાસે ફરિયાદ કરીએ. પ્રજાના સુખ-દુઃખના સાથી રાજા છે. મિત્રોએ રાજાને વાત કરી. રાજાએ કહ્યું, તમારું દુઃખ એ મારું દુખ છે. હુ હમણાં