SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ શારા રત્ન આવ્યા. હવે પેલી છોકરી બે પાંચીકાથી રમી શકતી નથી, અને બીજી ઑકરી બાકીના ત્રણ પાંચીકાથી પણ રમી શકતી નથી. પેલી છોકરીઓ અરસપરસ એકબીજાને ગાળો આપવા લાગી, બંનેને ઝગડો વધતો ગયો, તેવામાં ઘરમાંથી તે બંનેની માતાઓએ બૂમ પાડી. ચાલે ઘેર, સ્કૂલને ટાઈમ થઈ ગયો છે. જમવા બેસી જાઓ. બંને છોકરીઓએ પિતાની પાસે જે પાંચીકા હતા, તે મેદાનમાં ફેંકી દીધા અને પોતપોતાના ઘરમાં ચાલી ગઈ આ સંસારની દશા પણ આવી જ છે. સાથે કાંઈપણ લાવ્યા નથી, ને કંઈપણ લઈ જવાનું નથી. છોકરીઓ મેદાનમાંથી પાંચીકા લઈ આવી, તેમ મનુષ્ય કાળા ધેાળા કરીને, મહેનત કરીને ધન એકઠું કરે છે, પછી તે ધન માટે છોકરીઓના પાંચીકાની જેમ લડાઈ-ઝઘડા ચાલે છે, ધનના ભાગ માટે કેટે જાય છે, અને જ્યારે મૃત્યુ બોલાવે (આવે) છે ત્યારે જેમ છોકરીઓ પાંચીકા ફેંકીને જતી રહી તેમ ધન માલ મિલક્ત ઘર બધું અહીં છોડીને ચાલ્યા જાય છે. જેણે આખી જિંદગી મારુ મારુ કર્યું તે પણ બધું છોડીને ચાલ્યો જાય છે, માટે માનવ જીવનને સફળ બનાવવા ધર્મને આંગણે આવીને આત્માની અમરતાને જાણીને તે તરફની પગદંડીના પ્રવાસી બનવા આજથી ઉદ્યમવંત બનવા તત્પર બને ! આવતી કાલની રાહ ન જોશે. પાપના કાર્યમાં વાયદા કરે પણ ધર્મના કાર્યમાં વાયદા ન કરશે. 1. પાપના કાર્યો કભી કભી પણ ધર્મના કાર્યો તે અભી અભી કરી લો. અને જે બુદ્ધિ મળી છે તે બુદ્ધિથી હેય-સેયને વિચાર કરજે. બીજાને સાચી સલાહ આપજે, પણ કેઈને ખોટા રસ્તે વાળશે નહિ. પાણીમાં તરાય પણ ખરું અને ડૂબાય પણ ખરું. બુદ્ધિના કે બેતાજ બનીને બીજાને પરોપકાર કરાય પણ બુદ્ધિના બુદધુ બની બીજાનું અહિત ન કરાય. ચાર વણિક મિત્રો હતા, પણ તેમના પાપને ઉદય એટલે ગમે તેટલી મહેનત કરે તો પણ સુખી ન થયા. ચારેની બુદ્ધિ ઘણી છે, પણ જ્યાં ક આડા હોય ત્યાં શું ? ચાર મિત્રોમાંથી એક મિત્ર કહે-મિત્રો ! આ જગતમાં ધન વિનાની શું જિંદગી છે? દુનિયામાં નિર્ધનની કિંમત કેટલી ? કંઈ નહિ. આપણે આ નગર છોડીને બીજે ગામ જઈએ, ત્યાં મહેનત કરીશું અને કિસ્મત અજમાવીશું. ઘણીવાર એવું બને છે કે માણસને ગામમાં ન મળે પણ પરદેશમાં તેનું પ્રારબ્ધ ખીલે છે. ચારે મિત્રોએ પરદેશ જવાનું નક્કી કર્યું. ચારે મિત્રોએ શુભ દિવસે પ્રયાણ કર્યું. પગપાળા ચાલ્યા જાય છે. રસ્તામાં ચાલતા ચાલતા તેમના પગ સાથે કંઈક અથડાયું. જોયું તે લાગ્યું કે ચરૂ અથડાય છે. ખાડે ખોદીને ચરૂ કાઢો. તે તેમાંથી ૫૦૦ સોનામહોરો નીકળી. આથી ચારે મિત્રો ખુશખુશ થઈ ગયા. કિરમત જ્યારે તુઠે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. જેને ત્યાં રોજના દશદશ હજાર રૂપિયા ખર્ચાતા હોય તેને મન ૫૦૦ સેનામહોર કંઈ ન કહેવાય, પણ જેણે સો રૂપિયા પણ જોયા ન હોય તેને તે આટલા મળે એટલે કેટલે આનંદ થાય! પુયપાપના ખે છે. પુરાદયે પૈસા મળે પણ એમાં લલચાવા જેવું નથી. * આ મિત્રો એકબીજાને કહે છે, આપણે તે અહીંથી આગળ જવું છે. રસ્તામાં સાથે ૫૦૦ સેનામહોરે હોય તે જોખમ કહેવાય. રસ્તામાં કેઈ ચેર-ડાકુ મળે તે લૂંટી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy