________________
સ્વ. ખીમચંદ વીભવન શેઠ (ઉપલેટા (સૌરાષ્ટ્ર)
જેમણે પોતાના વતનમાં પૂ. સંત-સતીઓની ધાર્મિક સેવા કરી છે. ઉપલેટા પાંજરાપોળ સાર્વજનિક અંગ્રેજી સ્કુલ, જૈન ધાર્મિકશાળા, જીવદયા ખાતુ વગેરે સંસ્થાઓમાં તન-મન-ધનથી સેવા આપી છે. શેઠ કુટુંબન સદાવ્રત વર્ષોથી ચલાવ્યું છે અને પોતાનું જીવત અત્યંત સાદાઇ ધર્મભાવનામાં વીતાવેલ છે. આપે કુટુંબમાં જે સંસ્કારોનું સીંચન કર્યું તે હરવખત યાદ કરનાર આપને ગુણાનુરાગી.
ગીરજાશંકર ખીમચંદ્ર