________________
૧૯૦
શારદા રત્ન
પ્રજાને મન રાજા પિતા સમાન છે ને રાજાને મન પ્રજા પુત્ર સમાન છે. પ્રજા પોતાની કેઈ મુસીબતો હોય તે રાજા પાસે ફરિયાદ કરે પણ રક્ષક જ ભક્ષક બને તે ફરિયાદ કેની પાસે કરવાની? અહીં રાજા જ જ્યાં દુષ્ટ બન્યા ત્યાં કહેવાનું કેને? કામી માણસે કેઈના ખૂન કરતાં અચકાતા નથી. મણિરથ રાજા મયણરેહાના રૂપમાં આસક્ત બન્યા ને મયણરેહાને મેળવવા ઘણા પ્રલોભને આપ્યા, છતાં મયણરેહા તેમાં લલચાણી નહિ. તેણે મણિરથને સુધારવા માટે ઘણા પ્રયત્ન કર્યા પણ તે સુધર્યા નહિ, ત્યારે મયણરેહા કહે છે ધિક્કાર છે મારા રૂપને ! આવી રીતે બેસે છે. મહાન આત્માએ પોતાના જ દોષ જુવે છે. . ભાઈના વિયોગથી બલભદ્રને વૈરાગ્ય :-કૃષ્ણ અને બલભદ્ર બંને સગા ભાઈઓ હતા. કૃષ્ણજી જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે બલભદ્ર તેમના શબને ખભે લઈને છ મહિના સુધી ફર્યા. વાસુદેવ અને બળદેવને એક બીજા પ્રત્યે એટલે રાગ હોય છે કે તે વાસુદેવ મૃત્યુ પામ્યા છે છતાં માનવા તૈયાર નથી. એટલે છ મહિના સુધી શબને લઈને ફરે છે. કેટલો મહ. મેહનીય કર્મ ડાહ્યાને ગાંડા બનાવે છે. છેવટે દેવ સમજાવવા આવે છે. ખેડૂતનું રૂપ લઈને પથ્થરની જમીન પર હળ ચલાવે છે. ત્યારે બળભદ્ર કહે છે ભાઈ! કેઈ દિવસ પથ્થરની જમીન પર હળ ચલાવતા શું ખેતી થવાની છે? ખેડૂતના રૂપમાં રહેલ દેવ કહે છે, પથ્થરની જમીન પર ખેતી ન થાય તે શું મડદા કદી જીવતા થાય ? આશબ્દ તેને સાંભળવા ન ગમ્યા. બલભદ્ર આગળ જાય છે તો દેવ બીજું દશ્ય બતાવે છેલાણમાં કાંકરા નાંખીને તેને પીલી રહ્યા છે. આ જોઈને બલભદ્ર કહે છે અરે મૂર્ખ ! છાણમાં કાંકરા પીલવાથી શું ક્યારે પણ તેલ મળે ખરૂં ? ભાઈ !ઘાણીમાં કાંકરા પીલવાથી તેલ મ મળે તે મડદા શું જીવતા થાય ખરા ? આવા બે ત્રણ દાખલા આપીને સમજાવે છે, છેવટે * છ મહિને બલભદ્રને ભાન થાય છે કે જન્મ છે તેનું મૃત્યુ છે. એમ સમજી અગ્નિસંસ્કાર
કરે છે. તે વિચારે છે કે હું મેહદશામાં પડીને ભાન ભૂલ્યા. આ સંસાર સંયોગ અને વિયોગને અખાડો છે. એ નિમિત્તે વૈરાગ્ય આવતા સંયમ લઈને સાધુ બની ગયા.
એક વાર આ બલભદ્ર મુનિ ગામમાં ગૌચરી માટે આવતા હતા. તેમનું રૂપ તે અથાગ હતું. તે સમયે કૂવા કાંઠે બે ચાર બેનો પાણી ભરવા આવી હતી. તેમાંથી એક બેનની દૃષ્ટિ મુનિના રૂપ પર પડી. મુનિના રૂપમાં અંજાઈ જતાં તેણે દોરડું ઘડામાં નાખવાને બદલે સાથે આવેલા બાળકના ડોકમાં નાખ્યું. એ દોરડું કૂવામાં નાંખ્યું. કૂવાના પાણીમાં ડુબતા ને દોરડાને જમ્બર આંટ લાગતાં બાળક ત્યાં મરી ગયો. આ જોયું ત્યારે એ બેલી “ધિક ધિક મુનિ તારા રૂપો, ધિક તારે અવતાર.' ધિક્કાર છે, મુનિ તારા રૂપને ! મુનિ કયાં તેના સામું જોવા ગયા હતા, પણ તેણે પોતાને દોષ ન જોયો કે મેં મારી દષ્ટિ એ તરફ કરી ત્યારે આવું બન્યું ને! પણ મુનિને દોષ જે. જ્યાં સુધી માનવ પિતાને દોષ નાહી- જેવે ને બીજાના દોષ જોશે ત્યાં સુધી તેનું કલ્યાણ દૂર છે. આ વાતની મુનિને પણ જાણ થતાં તેમણે નિર્ણય કર્યો કે હું જીવું ત્યાં સુધી મારે ગામમાં ગૌચરી