SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૧૮૯ બંનેની દિશા જુદી છે. એકનો પ્રવૃત્તિ માર્ગ છે અને બીજાને નિવૃત્તિ માર્ગ છે. પ્રવૃત્તિ સાંસારિક ગૂંચવણમાં ફસાવે છે અને નિવૃત્તિ ત્યાગ માર્ગની તરફ આગળ વધારે છે. મૃગીપુત્રને માટે બંને શબ્દો સાથે રાખવામાં આવ્યા છે. ખૂબ ઝીણવટથી આ શબ્દોના રહસ્યને સમજશું તે તે વાત સમજાશે. વિદેહ વિશેષણ મહામાન માટે પણ વપરાય છે. જે સંસારમાં રહેવા છતાં પોતાના અંતરમાં સંસારને રાખતા નથી. પોતાની અંદર સંસારને ન રાખવો તેને અર્થ એ છે કે સંસાર એટલે આત્મામાં રહેલા કોધ, માન, માયા, લેભ, રાગ અને દ્વેષ આદિનું મૂર્તમાન રૂપ, કષાયાદિના સંગથી મન, વચન અને કાયાના યોગોથી જન્મમરણની શૃંખલા વધે છે. જે હૃદયમાં કષાય અથવા રાગદ્વેષ ન હોય અગર હૃદય એ દોથી રહિત હોય તો બાહ્ય સંસાર સાથે કોઈ સંબંધ રહેતો નથી. એટલા માટે કહ્યું છે કે તમારી અંદર સંસાર ન રાખો. જે મહામાનવ છે તે એવું કરવામાં સમર્થ બને છે. અથવા સંસારને પોતાની અંદર નથી રાખતા. તે બાહા સંસારમાં રહેવા છતાં પણ તેનાથી અલિપ્ત રહે છે, તેથી તેમને વિદેહી કહેવાય છે. સંસારમાં રહેવા છતાં પણ સંસારથી અલિપ્ત કેવી રીતે રહી શકાય? તે સમજાવવા માટે ન્યાય આપું. मिष्टान्ना वा स्वादे, जिहवे च्याअगरी, भसक भरल्यावरी स्वादनेणे । મિષ્ટાન્ન તથા પકવાનની મધુરતાને સ્વાદ જીભના અગ્રભાગ પર રહે છે તેનાથી આગળ જતાં સ્વાદ સમાપ્ત થઈ જાય છે. એક કહેવત છે કે “ઉતરિયા ઘાટી હુઆ માટી” ગમે તેટલું સ્વાદિષ્ટ અને મધુર પકવાન કેમ ન હોય, તે ગળેથી નીચે ઉતરે એટલે માટીના સમાન સ્વાદ રહિત થઈ જાય છે. જીભ જાતજાતના રસમય પદાર્થો ખાવા છતાં પણ સદા કેરી ને કેરી સ્વાદ રહિત છે, તેવી રીતે વિદેહી આત્મા સંસારમાં રહેવા છતાં પણ સાંસારિક પદાર્થોમાં મમત્વ નથી રાખતા. બીજે ન્યાય આપું. કમળ કચડમાં જન્મ લે છે તથા પાણીથી પુષ્ટ થાય છે. છતાં તે પાણીથી પોતાને ભિન્ન માને છે. તે પાણીમાં ડૂબતું નથી અને કીચડમાં ફસાતું નથી, એ રીતે વિદેહી આત્મા આ સંસારમાં જન્મ લે છે. એમાં રહીને પોતાના શરીર, મન આદિ બધાને પુષ્ટ કરે છે, છતાં તે પોતાને એનાથી ભિન્ન માને છે. તે સંસારના બધા કાર્યો કરતા હોવા છતાં સંસારમાં આસકિત રાખતા નથી. અર્થાત્ તે બાહ્ય સંસારને બહાર રાખે છે, પણ પોતાની અંદર આવવા દેતા નથી, તેથી તેમને વિદેહી કહેવાય છે. જનકરાજા, ભરત મહારાજા અને યુવરાજ મૃગાપુત્ર, નમિ રાજર્ષિ જેવા અનેક મહાપુરૂ ના દાખલાઓ સિદ્ધાંતમાં તથા અન્ય ગ્રંથોમાં જોવા મળે છે. અસીમ અિધર્યના સ્વામી હોવા છતાં તેને ઉપભેગ કમલની જેમ અલિપ્ત ભાવથી કરે છે. અધિક ઘન અથવા પરિગ્રહ જેટલું પાપનું કારણ નથી તેના કરતાં અધિક પાપનું કારણ આસક્તિ છે. કહ્યું છે કે “મન gવ મનુષ્યાનાં કારણે વઘ મેટઃ મન મનુષ્યનું કર્મબંધન અને મોક્ષનું કારણ છે. ચાલુ અધિકારમાં મયણરેહાના રૂપ, સૌન્દર્યને જોતાં મણિરથની દષ્ટિમાં વિષ આવ્યું. મયણરેહાએ તેને સમજાવવામાં બાકી ન રાખ્યું, છતાં કામી મણિરથની દૃષ્ટિ ન સુધરી.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy