________________
૧૮૪
શારદ રત્ન રૂમમાં ઝાડુ કાઢવા જાય તે બિચારાં ખૂબ સાચવીને કચરો કાઢે કે ફૂલદાની ફૂટી ન જાય. બધા સાચવીને લે ને મૂકે. એક દિવસ ૩૨ વર્ષને યુવાન ત્યાં કચરો કાઢતે હતે. ફૂલદાનીઓ સાચવીને ઉપાડીને મૂકે ને કચરો કાઢે. તેમાં એક ફૂલદાની ટેબલ પર મૂકવા જતાં તેના હાથમાંથી છટકી ગઈને તેના ટુકડે ટુકડા થઈ ગયા. બિચારો આ યુવાન થરથર પ્રજવા લાગ્યો. કારણ કે જે ફૂલદાની ફેડે તેને મિક્ષ રાજા ફાંસીની શિક્ષા આપતા હતા. આ વાતની વૃદ્ધ ડોસાને ખબર પડી. રાજાની કેટલી નિર્દયતા ! એક ફૂલદાની ખાતર ફોસીની શિક્ષા ! ડોસાએ રાજાની પાસે આવીને કહ્યું મહારાજા ! જે ફૂલદાની તેડી નાખે તેને આપ ફાંસીની શિક્ષા કરો છો પણ હું આપની તૂટેલી ફૂલદાની એવી સરસ રીતે સાંધી દઉં કે આપને ખ્યાલ પણ ન આવે કે ફૂલદાની તૂટી ગઈ છે તે પછી તેને ફાંસીની શિક્ષા નહિ ને ? રાજા કહે જે આપ એવી રીતે સાંધી આપો તે તેને કોઈ શિક્ષા નહિ
રાજાની આંખ ઉઘડાવી : બીજે દિવસે આ વૃદ્ધ બાપા રાજાના મહેલમાં ગયા અને જે ફૂલદાનીઓ પડી હતી તે બધાયના ટુકડે ટુકડા કરી નાંખ્યા, રાજાને ખબર પડી, તેમને પકડ્યા અને કહ્યું કે તમે તે કહેતા હતા કે હું ફૂલદાની એવી સાંધી આપીશ કે કોઈને ખબર પણ ન પડે ને તે આ શું કર્યું? હે રાજન! આપના મહેલમાં જેટલી ફૂલદાનીઓ હતી તે બધી ફૂટે તો તેટલા જીના પ્રાણ જાય. આપ તેટલા જીવોને ફસી દઈ દે, માટે મેં બધી ફૂલદાનીઓ ફેડી નાખી છે. મને જે શિક્ષા કરવી હોય તે આપ કરો મારો જીવ લે હોય તે લે પણ મારા મૃત્યુથી કેટલા જીવના જાન બચી જશે. અને જેટલી ફૂલદાનીની કિંમત છે તેટલી મનુષ્યની નથી. રાજા સમજી ગયા, સાચી વાત છે. એક મારા ક્ષણિક શોખ ખાતર કેટલા જીવોની હિંસા થાત? -- જીને અભય આપતા પિતાને ફાંસી : શેરસિંહને સામે મૃત્યુ દેખાય છે.
છતાં મુખ પર આનંદ છે. તેણે કહ્યું મહારાજા ! મને ફાંસી દેવી હોય તે ખુશીથી દો. હું તૈયાર છું. શેરસિંહને ફાંસીની શિક્ષા જાહેર થઈ. શેરસિંહ ફાંસીએ ચઢવા જઈ રહ્યો છે, છતાં જાણે ભગવાનને ભેટવા ન જતો હોય તેવો દિલમાં આનંદ છે, કારણ કે પોતાના પ્રાણના ભોગે આજે ૧૮૦૦ જીવોને અભયદાન મળ્યું છે. કહેવાય છે કે જે પોતાના પ્રાણુના બલિદાને બીજાને બચાવવા જાય તેને ફાંસી પણ કાંઈ કરી શકતી નથી. સુદર્શન શેઠને શૂળીએ ચઢાવ્યા પણ તેમના શીલના, નવકારમંત્રના પ્રભાવે શૂળી ફીટીને સિંહાસન બની ગયું. - શેરસિંહને વિજય શેરસિંહની શુદ્ધ ભાવનાથી ફાંસી પણ તેને કંઈ કરી શકી નહિ. રાજાના મનમાં વિચાર આવ્યો કે શેરસિંહને ફાંસી કેમ કંઈ ન કરી શકી ? ત્યારે શેરસિંહે સત્ય વાત સમજાવી. મહારાજા ! લેહીથી ખરડથું કપડું લોહીથી તે સ્વચ્છ થાય? ના. મહારાજા ! તેમ હજારે જેની હિંસા કરી તેમના લેહીમાં રનાન કરવાથી શું રેગ મટે ખરો? કયારે પણ ન મટે. આપણને જીવવું ગમે છે તેમ સૌ કોઈ જીવવાને ઇચ્છે છે. રાજાને સત્ય વાત સમજાતાં રાજા સુધરી ગયા. “જી અને જીવવા દે” એ