SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન 1 આપ બધાને શા માટે પકડ્યા છે? ભાઈ, આવતી કાલે બધાને મારી નાખવાના છે, અને તે લેહમાં રાજા સ્નાન કરશે તે તેમને રોગ મટશે. મૃત્યુને ભય કોને ન હોય? કીડીથી લઈને કુંજર સુધીના દરેક જીવે જીવવાનું ઇરછે છે. કેઈ મૃત્યુને ઇચ્છતા નથી. શેરસિંહના મનમાં વિચાર થયે કે આ બધાએ શું ગુને કર્યો છે? વગર કારણે ૯૦૦ નવદંપતીઓના જાન જશે ! સિંહની જેમ ગર્જના કરનાર શેરસિંહને ખબર પડી કે કાલે રાતના ૧૮૦૦ જી રાત્રે સૂઈ ગયા હશે ત્યારે તેમનું કરપીણ રીતે ખૂન કરવાનું છે. ત્યારે રાજ્યની સત્તા આગળ કોઈનું ચાલવાનું નથી. આ શેરસિંહ ભલે હલકા કુળમાં જન્મે છે પણ તેના વિચારો કેવા ઉચ્ચ છે! તેણે વિચાર કર્યો કે જન્મ છે તેનું મરણ અવશ્ય છે. આજ નહીં તો કાલ બધાને એક દિવસ જવાનું છે તે તે નકકી છે. તે હું મૃત્યુને એવું બનાવી દઉં કે મૃત્યુ મહત્સવ રૂપ બની જાય. આ ૧૮૦૦ જીવોને અભયદાન દઈને તેમને બચાવીને હું એક જ મૃત્યુ વહોરી લઉં તે શું ખોટું? મારા મૃત્યુથી જે ૧૮૦૦ જીના જાન બચતા હોય તે એથી ઉત્તમ બીજું શું? હીનકુળમાં પણ કેટલી અમીરી લેવામાં આવે છે! તે કંઈ શાસ્ત્ર ભણ્યા ન હતા. બીજી કંઈ આરાધના પણ કરી ન હતી, પણ તેનામાં માનવતાને દિપક પ્રગટી ઉઠયો હતો. પ્રાણુ સાથે બલિદાન દેનાર શેરસિંહ જે દિવસે તે ૧૮૦૦ નિર્દોષ જીવોની કલેઆમ થવાની છે તેના આગલા દિવસે શેરસિંહે રાત્રે એક વાગે જેલનું તાળું ખોલી નાંખ્યું, ને તે ૧૮૦૦ જીવોને બહાર કાઢ્યા અને તેમને કહ્યું કે આપ જદી ભાગો. ધારાનગરીના કેઈ ખૂણામાં રહેશે નહિ. હું આપને ટૂંકે રસ્તે બતાવું છું તે રસ્તેથી આપ જલ્દી ભાગી જાઓ. માણસે કઈ દિવસ ડગલું ભર્યું ન હોય પણ મતનું નગારુ માથે વાગતું હોય ત્યારે દોડવા જ માંડે. ૧૮૦૦ માણસે શેરસિંહના પગમાં આળેટી પડ્યા. ભાઈ! તારું ભભવ સારું થજે. શેરસિંહે તેમને ટુંકો રસ્તો બતાવ્યો ને બધાને વિદાય ક્યું. બીજા દિવસે રાજાએ કહેવડાવ્યું કે ૯૦૦ દંપતીઓને નાહી ધોઈ ને પવિત્ર બનાવે. શેરસિંહે પોતાના જીવનની ચિંતા ન કરી. તેને રાજા મૃત્યુની શિક્ષા કરશે તો પણ હવે ભય નથી. હવે રાજાને ખબર પડી કે શેરસિંહે ૦૦ દંપતીઓને જેલમાંથી છૂટા કરીને ભગાડી મૂક્યા છે એટલે શેરસિંહને બોલાવીને કહ્યું, શેરસિંહ! તે આ શું કર્યું? સાહેબ ! તે બધાનું કરૂણ રૂટન, તેમની ચીચીયારીઓ મારાથી સંભળાતી નહતી. તેમનું રૂદન સાંભળીને મારું હૈયું કરૂણાથી છલકાઈ ગયું. તેઓ મરણના ભયથી પ્રજતા હતા. એટલે મેં બારણું ખોલ્યું કે તરત બધા જીવ લઈને નાઠા. આજે મારા માટે આનંદને દિવસ છે. મને જે શિક્ષા કરવી હોય તે કરે, મરણ આવશે તો પણ તે મારા માટે તે મહત્સવ રૂપ છે. મારા એકના બલિદાને ૧૮૦૦ જીવોને અભયદાન મળ્યું એથી અધિક આનંદ કર્યો હોય ? આવી જ વાત જાપાનના રાજા મિકાડના રાજ્યમાં બની હતી. આ રાજાને ફૂલદાનીઓને પૂબ શોખ. દરેક દેશની ફૂલદાનીઓ તેણે ભેગી કરી હતી. નોકરી કે તે
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy