SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૧૭૯ કહ્યુ', મયણુરેહા ! વસંતઋતુ હોવાથી ઉપવન ખૂબ ખીલેલા છે. આવી સુંદરઋતુમાં બહાર ફરવા જવાની મારી ઈચ્છા છે, પણ જો તારી ઈચ્છા હાય તા. મયણુરેહાએ કહ્યું સ્વામી! હું તા તમારી દાસી છું. આપની ઈચ્છાને આધીન રહેવુ એ પતિવ્રતા સ્ત્રીઓના ધર્મ છે. આપ મારા પતિ છે, મને પૂછ્યાનુ જ ન હોય. આજ્ઞા કરવાની હાય. આપની ઈચ્છા વનમાં જવાની છે, તે મારે આવવામાં કેાઈ મુશ્કેલી નથી. હું' તેા એ જ ઈચ્છું છું કે આપ જ્યાં રહે ત્યાં મને સાથે જ રાખા. પતિવ્રતા સ્ત્રીએ હમેશા પતિની સાથે રહે છે. રામ વનવાસ ગયા તા સીતાજી તેમની સાથે વનમાં ગયા. નળરાજાની સાથે દમયતી પણ વનમાં ગઈ. દ્રૌપદી પાંડવાની સાથે વનમાં ગઈ. સુખ દુઃખમાં નગરમાં કે જ*ગલમાં પતિવ્રતા સ્ત્રીઓ સાથે હાય છે. યુગબાહુ અને મયણુરેહા ઉદ્યાનમાં જવા તૈયાર થયા છે. હવે તેએ ઉંપવનમાં જશે ને ત્યાં કેવી કરૂણ ઘટના બનશે તેના ભાવ અવસરે. ૐ શાંતિ વ્યાખ્યાન ન−૧૯ શ્રાવણ સુદ ૪ સામવાર તા. ૩-૮-૮૧ માક્ષમાર્ગના નેતા, રાગદ્વેષના વિજેતા, અનંત જ્ઞાની ભગવ'ત ખેલ્યા હે ભવ્ય જીવે આ સંસારના કલેશેાથી કંટાળ્યા હા, જન્મ–જરા અને મરણના દુઃખોથી ઉદ્વિગ્ન થયા હા, આ ભવાટવીના સંગ છેાડી મુક્તિ મદિરમાં જવાની ને ઈચ્છા હાય તા વિષયરૂપી વિષવૃક્ષની છાયા નીચે એક ક્ષણ વાર પણ વિશ્રામ કરશેા નહિ. જેમ કેાઈ યુવાન પુરૂષ પરદેશ જતા હોય ત્યારે તેને વૃદ્ધ માણસ શિખામણ આપે છે કે, તું અમુક સ્થળમાં જઈશ નહિ, અને કદાચ જઈ ચઢે તેા સાવચેતી રાખજે. તે પ્રમાણે જ્ઞાનીપુરૂષાએ કલ્યાણની અભિલાષાવાળા જીવાને હિતશિક્ષા આપેલી છે. વિષયરૂપી વૃક્ષની છાયા ત્રણે જગતની સીમા સુધી વિસ્તાર પામેલી છે. તે છાયાની જાળમાંથી કોઈ ભાગ્યે જ ખચી શકે છે. તેણે નામધારી ત્યાગીઓને ભેાગી બનાવી દીધા છે, અને ભાગીઓને તા સથાપાયમાલ કરી મૂકયા છે. આ વિષયરૂપી વિષ વૃક્ષની છાયામાંથી સર્વથા અલગ રહેવા માટે મહાપુરૂષોના હિતાપદેશ પર પરાથી ચાલ્યેા આવેલા છે. જે જીવા મહાપુરૂષાના વચના ઉપર વિશ્વાસ નથી રાખતા, શ્રદ્ધા નથી કરતા અને વિષયરૂપ વિષવૃક્ષની છાયા નીચે વિશ્રામ લેવા દોડી જાય છે, તેઓ આત્મસત્તાનેા નાશ કરી મેહં મદિરાના પાનથી મૂર્છિત ખની ખરાબ આચરણ કરવા લાગે છે. ખરુ' કહીએ તે વિષયા વિષ કરતાં વધુ બળવાન છે. કારણ કે વિષ તા જીવને આ ભવમાં મારે છે, પણ વિષયા તા ભાભવમાં જીવને મારનાર બને છે. ચારાશી લાખ જીવાયેાનિમાં સર્વથી ઉત્તમ યેાનિ મનુષ્યની છે. આ જીવનથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. ખીજી ચેાનિ દ્વારા દેવગતિ પામી શકાય છે, પણ માક્ષ ગતિ પામી શકાતી નથી, તેથી મનુષ્ય ચેાનિની શ્રેષ્ઠતા કહી છે. निर्वाणादि सुखप्रदे नरभवे जैनेन्द्र धर्मान्विते । लब्धे स्वल्प म चारु कामज सुखं नो सेवितुं युज्यते ॥
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy