SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શારદા રત્ન આવ્યો. બેને પૂછ્યું ભાઈ વીરા ! મારી ટપાલ લાવ્યા? હા બેન ! આજે તમારી ટપાલ લાવ્યો છું. જે દરરોજ બાર વર્ષથી પત્રની રાહ જોતી હોય તેને બાર વર્ષે ટપાલ મળે તે કેટલો આનંદ થાય ! આ બેન ભણેલી નથી. સાવ અભણ છે. એને અક્ષર વાંચતાં કે લખતાં આવડતું ન હતું, તેથી એક ભાઈને બોલાવીને પત્ર વંચાવ્યા. પત્રમાં શબ્દ શબ્દ મેતી હોય તેમ આ પત્રમાં પદે પદે પ્રેમ નીતરી રહ્યો છે. શબ્દ શબ્દ નેહ સરિતા વહી રહી છે. પત્રમાં લખ્યું છે કે અત્રે હું કુશળ છું. અહીં સારું કમાયો છું. તું ચિંતા ન કરીશ. હવે હું ત્યાં આવું છું. આ શબ્દો સાંભળતા તેના રોમરોમમાં આનંદ થયો. આ તે એક ન્યાય છે. આ ન્યાય ઉપરથી એ સમજવું છે કે આપણે બધાએ કેટલી સાધના કરી હશે ત્યારે વીતરાગ પ્રભુનું શાસન મળ્યું. તેમને આપણું ઉપર સંદેશે આવ્યો છે. સંદેશે એટલે આગમ. પેલી બેન જેમ અભણ હતી તેથી તેણે રસ્તામાં જતા ભાઈને બોલાવી ટપાલ વંચાવી, તેમ આગમ રૂપી પત્ર ગુરૂદેવ આપણને વાંચી બતાવે છે. તે તે પત્ર સાંભળતા આપણું હૈયું કેવું હરખાવું જોઈએ ! આ પત્ર વાંચતા જેનું હૈયું થનગને તે આત્મા ભવસાગર તરી જાય છે. સતીના મહેલમાં યુગબાહુનું આગમન :- મયણરેહાએ યુગબાહુના આવ્યાના સમાચાર સાંભળ્યા, તેના સાડાત્રણ ક્રેડ મરાય ખડા થઈ ગયા. મયણરેતા યુગબાહુની રાહ જોતી મહેલની બારીએ ઉભી રહી છે. પતિવ્રતા સ્ત્રીને માટે તે પતિ એ જ પરમેશ્વર - પતિ એ જ પ્રાણ હોય છે. તેમના માટે જાન દેવો પડે તે દઈ દેવા પણ તૈયાર હોય. મણિરથને પ્રણામ કરી યુગબાહુ મયણરેહાના મહેલમાં આવ્યા. મયણરેહાએ હૃદયના વાત્સલ્યથી, પ્રેમના સરોવરથી તેમનું સ્વાગત કર્યું. પતિને જોતા હર્ષઘેલી બની, અને ચરણમાં પડી નમસ્કાર કર્યા, અને કહેવા લાગી કે ધન્ય ઘડી, ધન્યભાગ્ય, આપ યુદ્ધમાં વિજયડંકો વગાડીને આવ્યા એ જ મારા સદ્દભાગ્યનું નિશાન છે. યુગબાહ કહે-મને જે વિજ્ય મળ્યો છે. તે તારો પ્રતાપ છે. હું ગયો ત્યારે તેં કહ્યું હતું કે આ ભૌતિક રાજ્ય મેળવવા માટે સેંકડે જેની હિંસા કરી લેહીની નદીઓ ન વહાવશે. મેં કોઈને પણ વવાર ચલાવી નથી. કેઈ જીવની હિંસા કરી નથી. અરેહાએ ગુપ્ત રાખેલી વાત-મયણરેહાએ પતિને બધી વાત કરી પણ * કહી નહિ. તેને એમ હતું કે જે આ ઘટના પતિને કહીશ તે તે ઉછળ્યા વગર નહી રહે. પરિણામે તલવારે ઉડશે. સતી ' બધા આનંદથી રહે છે. મયણરેહાને ત્યાં દાસ પોતે કરતી હતી, અને ગર્ભનું પાલન કરતી. ‘તુ આવી. વસંતઋતુ આવવાથી નમાં થયું કે મારી પત્ની - એ. યુગબાહુએ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy