SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૧૬૩ પાર ન પાયા પર ભવદધિકા કરકે યત્ન અનેક પ્રકાર. અનેક પ્રયત્ન કરવા છતાં હજુ જીવ આ સ‘સારસાગરને પાર પામી શકયો નથી. તેનું કારણ ? પ્રયત્ન ઉટા કર્યાં છે. સાગરની અને સંસાર સાગરની સરખામણી કરતાં જ્ઞાની પુરૂષો બતાવે છે કે સાગરમાં જેમ પાણી ભરેલુ· હેાય છે, તેમ આ સંસાર રૂપી સાગરમાં પણ ચારે બાજુ એકલુ દુઃખ રૂપી પાણી ભરેલુ છે. સાગરનું પાણી ખારુ હોય છે તા આ સૌંસાર રૂપી સાગરના દુઃખા પણ કયાં મીઠા મધુરા છે ? સાગરમાં પાણીના કિનારા દેખાતા નથી તેમ આ સંસાર સાગરમાં દુઃખના કિનારા કયાં દેખાય છે ? સાગરમાં પાણી અનંત છે, તેમ સંસાર સાગરમાં દુઃખા અનંત છે. જ્ઞાનીપુરૂષો બાલ્યા છે કેजन्म दुःखं जरा दुखं मृत्यु दुखं च पुनः पुनः । संसार सागरे दुखं तस्मात् जागृत जागृत ॥ જન્મના, જરાના અને મૃત્યુના દુઃખા જીવને સંસારમાં વારવાર આવ્યા કરે છે. જન્મના દુઃખા હાલ યાદ ન હોય પણ અપાર દુઃખેા છે. જરાની વેદના તા મારી સામે બેઠેલામાંથી ઘણા અનુભવી રહ્યા છે, અને સામે બેઠેલા બીજા યુવાન ભાઈ એ ભાવિમાં નહી' અનુભવે એવા કોઈ નિયમ નથી. જરા એ તા મૃત્યુના અરૂણાદય છે. અર્થાત્ મૃત્યુની આગાહી છે. મરણુ ભયંકર તા જરા ભય'કર ન હેાય ? વાઘ ભયંકર છે તેા વાઘ આવવાની આગાહી ધ્રુજાવે તે ખરીને ? જન્મ-જરા અને મરણુ એ સંસારના ભયંકર દુઃખા વારંવાર આવ્યા કરે છે. તત્ત્વદૃષ્ટિએ તેા સસાર ભયકર અને દુઃખમય છે. એમાં આત્માને સુખ લાગે છે તે છીપને ચાંદી માનવા સમાન છે. છીપ એ વાસ્તવિકમાં ચાંદી ન હેાવા છતાં દૂરથી જોનારને તેમાં ચાંદીની ભ્રાન્તિ થાય છે, તેમ સૌંસારમાં સુખ ન હેાવા છતાં ખાદ્ઘદૃષ્ટિથી જોનારને તેમાં બ્રાન્તિ થાય છે. શ્રાન્તિ છે એમાં આત્માની કાંઈ ક્રાન્તિ નથી. જ્યાં ભય હાય ત્યાં સુખ કેવું ? સંસારમાં તમારા માનેલા એકેક સુખની પાછળ ભય તેા ઉભા છે. સસારી જીવા ભાગમાં સુખ માને છે તેા તેની પાછળ રાગના ભય ઉભા છે. જો ધનમાં સુખ માન્યુ હાય તા તેની પાછળ ચાર, ડાકુ, રાજા, અગ્નિ વગેરેના ભય ઉભા છે. મને બતાવા તો ખરા કે તમારા માનેલા કયા સુખની પાછળ નિર્ભયતા છે ? સર્પને જેમ નાળીયાના ભય છે. ઉંદરને બિલાડીના અને જંગલમાં ફરતા મૃગલાઓને શિકારીના ભય છે, તેમ તમારા માનેલા પ્રત્યેક સુખની પાછળ એક એકના ભય ઉભા છે. જ્ઞાની આપણને સમજાવે છે કે તમે એક વાત મનમાં નાંધી રાખજો કે વિનાશી વસ્તુ નિર્ભય હાય નહિ. કોઈ કોઈના હાથે એના નાશ સર્જાયેલા છે. છેવટે કાળ દ્વારા તા સૌના નાશ થવાના છે. અવિનાશી એક પેાતાના આત્મા છે. આત્મા અત્યારે તો આ શરીરરૂપી કેદખાનામાં પૂરાયેલ છે, ત્યાં સુધી બધા ભય ઉભા છે. મેાક્ષમાં ગયા પછી શરીર નથી, અને ભય પણ નથી. સ`સારની ભયંકરતા સાંભળ્યા પછી તમને મનમાં થાય છે ખરું' કે ભયંકર સાગર કેમ તરાય ? યાદ રાખેા. પથ્થરના સહારે નહી' તરાય, પણ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy